શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવકની હત્યા, દહિસરના ગુજરાતીની ધરપકડ

જૂની અદાવત કે અંધારી આલમ હત્યામાં સંડોવાયેલી છે કે કેમ એની પણ તપાસ કરી રહી છે પોલીસ

ashok2

કાંદિવલી (ઈસ્ટ)માં રહેતા શિવસેનાના ૬૨ વર્ષના ભૂતપૂર્વ નગરસેવક અશોક સાવંતની રવિવારે રાતે પોણાઅગિયાર વાગ્યે ત્રણ માણસોએ ચૉપર વડે હુમલો કરીને હત્યા કરી હતી. એને કારણે ગઈ કાલે આખો દિવસ કાંદિવલી વિસ્તારમાં તનાવગ્રસ્ત વાતાવરણ રહ્યું હતું. નગરસેવકની હત્યાના આરોપસર સમતાનગર પોલીસે ત્રણ હુમલાખોરોની ઓળખ કરી છે અને ઘટના બાદ ગણતરીના કલાકોમાં જ ત્રણમાંથી દહિસરના એક હુમલાખોર સુહૈલ દેઢિયાની ધરપકડ પણ કરી છે. પોલીસ અન્ય બે હુમલાખોરોની શોધ કરી રહી છે અને ઘટનાસ્થળના CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરી રહી છે.

અન્ડરવર્લ્ડ લિન્ક


પોલીસે જણાવ્યું હતું કે ‘દહિસરના SRA પ્રોજેક્ટના વિવાદને કારણે અશોક સાવંતની હત્યા થઈ હોવાની તેમ જ આ કેસમાં અન્ડરવર્લ્ડ ગૅન્ગ સંડોવાયેલી હોય એવી શંકા છે. અશોક સાવંત થોડાં વર્ષ પહેલા કેબલ ટીવી બિઝનેસમાં જોડાયા હતા. એને કારણે તેમને ખંડણીના ફોન પણ આવતા હતા અને એ બાબતે તેમણે પોલીસ-ફરિયાદ પણ નોંધાવી હતી.’

ashok

રિક્ષા-ડ્રાઇવરે આપી માહિતી

સિનિયર પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘રિક્ષાડ્રાઇવર અમુક શંકાઓ સાથે પોલીસ સામે આવ્યો ત્યારે આરોપીઓ ઓળખાયા હતા. તેણે ત્રણ પૅસેન્જરો બાબતે દહિસર પોલીસનો સંપર્ક કર્યો હતો, કારણ કે પૅસેન્જરો પાસે ધારદાર શસ્ત્રો હતાં. ડ્રાઇવરને ત્રણે જણ ડેન્જર લાગ્યા હોવાથી તેણે તેની રિક્ષામાં કંઈક મેકૅનિકલ ખામી બતાવીને અન્ય રિક્ષામાં જવા કહ્યું હતું. એ પછી તરત જ ડ્રાઇવરે પોલીસનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક રીતે લાગતું હતું કે ત્રણે આરોપીઓ કૉન્ટ્રૅક્ટ કિલર હોઈ શકે છે.’

લોકોએ સ્વેચ્છાએ બંધ પાળ્યો


સમતાનગરના ભૂતપૂર્વ નગરસેવક અશોક સાવંતની હત્યાના સમાચાર મળતાં જ તેમના ૫૦૦થી વધુ સપોર્ટરો અને શુભચિંતકો હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. અશોક સાવંતની હત્યાને પગલે ગઈ કાલે કાંદિવલી (ઈસ્ટ)માં બંધ પાળવામાં આવ્યો હતો. કાંદિવલી (ઈસ્ટ)માં બધી જ દુકાનો બંધ રાખવામાં આવી હતી. ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ રાજેશ પ્રધાને કહ્યું હતું કે ‘દુકાનો કોઈએ બળજબરીપૂર્વક બંધ કરાવી નહોતી. લોકોએ સ્વેચ્છાએ અશોક સાવંતને શ્રદ્ધાંજલિ આપવા માટે બંધ પાળ્યો હતો.’

ashok1

હત્યા કેવી રીતે થઈ?

પોલીસે કહ્યું હતું કે ‘અશોક સાવંતનું રહેઠાણ સૂર બિલ્ડિંગમાં છે અને ત્યાંથી ૧૦૦ મીટરના અંતરે નજીકમાં જ ત્રણ માણસો વાહનમાં તેમની રાહ જોઈ રહ્યા હતા. અશોક સાવંત પોતાના રિલેટિવ સાથે બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. એ સમયે બાઇકસવાર એક આરોપીને પકડવા તેની પાછળ બાઇક પર ગયો હતો. એક સમયે અશોક સાવંતે સ્વબચાવ માટે હુમલાખોરો પર હુમલો કરવાની કોશિશ પણ કરી હતી, પરંતુ હુમલાખોરોએ તેમના પર કાબૂ મેળવી લીધો હોવાથી તેઓ અસફળ રહ્યા હતા. એ દરમ્યાન હુમલાખોરોએ તેમના પર ચૉપર વડે પંદર વખત હુમલો કર્યો હતો. અશોક સાવંત પર હુમલો થયા બાદ તેમને નજીકની સાંઈ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે અતિશય બ્લીડિંગ થયું હોવાથી તેઓ મૃત્યુ પામ્યા હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. મધરાત બાદ અંદાજે દોઢ વાગ્યે તેમની ડેડ-બૉડી ભગવતી હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી.’

એક મહિના બાદ પુત્રીનાં લગ્ન હતાં


અશોક સાવંતના પરિવારમાં તેમનાં પત્ની, પુત્ર અને બે પુત્રીઓનો સમાવેશ છે. એમાંથી એક પુત્રીનાં પાંચ ફેબ્રુઆરીએ લગ્ન આયોજિત કર્યાં હતાં. અશોક સાવંતના ભાઈ સુભાષ સાવંત ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડમાં અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ છે.

રાજકીય કાર્યો

અશોક સાવંત ૨૦૦૨થી ૨૦૦૭ અને ૨૦૦૭થી ૨૦૧૨ એમ બે વાર BMCમાં નગરસેવકપદ પર રહ્યા હતા. ૨૦૧૨થી ૨૦૧૭ દરમ્યાન તેમની પુત્રી નગરસેવિકા હતી. ૨૦૧૭માં તેઓ અને તેમની પુત્રી BMCની ચૂંટણી લડ્યાં હતાં, પરંતુ બન્ને વિજયી થયાં નહોતાં.

ઝોન-૧૨ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ડૉ. વિનયકુમાર રાઠોડે કહ્યું હતું કે ‘આ કેસની તપાસ ચાલી રહી છે. અમે પોસ્ટમૉર્ટમના રર્પિોટની રાહ જોઈ રહ્યા છીએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK