મલાડમાં બંગલાના ગુજરાતી માલિક વિદેશ ગયા ને વૉચમૅન બન્યો લૂંટારો

બીજા છ વૉચમેનને પણ બોલાવ્યા : પાડોશીની જાગરૂકતાને કારણે પોલીસે તમામને રંગેહાથ ઝડપી લીધા


(From left) Ravindra Thapa, Suresh Thapa, Naresh Vishwakarma



સમીઉલ્લા ખાન

મલાડના એવરશાઇન નગરમાં રહેતા એક ગુજરાતીના બંગલામાં ગયા બુધવારે સાત વૉચમેન લૂંટ કરી રહ્યા હતા ત્યારે બાંગુરનગર પોલીસે તેમની રંગેહાથ ધરપકડ કરી હતી. પોલીસને મહિન્દ્ર XUV કાર સહિતનો લૂંટાયેલો સામાન આરોપીઓ પાસેથી મળી આવ્યો હતો.

મલાડ (વેસ્ટ)ના એવરશાઇન નગરમાં બી-૧૨ સમર્થ વિલા બંગલામાં સાતમાંથી ચાર આરોપીઓએ પ્રવેશ કર્યો હતો, જ્યારે બાકીના ત્રણ આરોપીઓ બહાર વૉચ રાખી રહ્યા હતા. આ બંગલાની બાજુમાં રહેતા પાડોશીઓને ખબર હતી કે બંગલાના માલિક વિદેશમાં ગયા છે. તેમણે જોયું કે બુધવારે વહેલી સવારે આ બંગલાની લાઇટ ઑન હતી અને અમુક લોકો પહેલા માળે જોવા મળ્યા હતા. આ શંકાસ્પદ હિલચાલને કારણે એક પાડોશીએ પોલીસને જાણ કરી હતી. નાઇટ ડ્યુટીના ડિટેક્શન પોલીસ-અધિકારી અને તેમનો સ્ટાફ તરત જ બનાવના સ્થળે પહોંચી ગયા હતા. આરોપીઓ કારમાં એક અદ્યતન સાઉન્ડ-સિસ્ટમ મૂકી રહ્યા હતા ત્યારે પોલીસે લૂંટ કરીને નાસી જવાની તૈયારી કરી રહેલા આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. એમાંથી એક આરોપી પોલીસને હાથતાળી આપીને ભાગી છૂટ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

Parekh Thapa and Hemraj Naval Joshi


બંગલાનાં માલિક દીના બાલાની પતિ સાથે આ બંગલામાં રહેતાં હતાં. તેમનો દીકરો અને પરિવારના સભ્યો અમેરિકામાં રહે છે. બાલાની દંપતી ૨૦ દિવસ પહેલાં જ તેમના દીકરાને મળવા અમેરિકા ગયું હતું. આ બંગલાની સારસંભાળ રાખવા માટે સુરેશ થાપા વૉચમૅન તરીકે કામ કરતો હતો. બંગલો સાચવવાની જેની જવાબદારી હતી તે આરોપી સુરેશ જ આ લૂંટના ઇરાદા પાછળ માસ્ટર માઇન્ડ હતો. તેણે બંગલામાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને એમાં અન્ય આરોપીઓની મદદ લીધી હતી.

સુરેશને ઓળખતા આ વિસ્તારના બીજા બે વૉચમેન લૂંટના આ પ્લાનમાં સામેલ થયા હતા. ઉપરાંત મુંબઈ અને નવી મુંબઈના બીજા વિસ્તારોમાં વૉચમેનનું કામ કરતા અન્ય ચાર જણને આ લૂંટમાં સામેલ કરવામાં આવ્યા હતા.

દીના બાલાની વતી તેમના રિલેટિવ સાગર પારેખની ફરિયાદના આધારે પોલીસ લૂંટમાં સામેલ સાત આરોપીઓ સામે કેસ નોંધીને વધુ તપાસ કરી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK