રિતેશ-વૃંદાની હેલિકૉપ્ટરની જૉય-રાઇડ વિશે ફૅમિલીમાં કોઈને પણ ખબર નહોતી

મોદીકપલ છઠ્ઠી મૅરેજ-ઍનિવર્સરી ઊજવી રહ્યું હતું

joye ride



બોરીવલીનું મોદી દંપતી એની છઠ્ઠી મૅરેજ-ઍનિવર્સરી મનાવવા હેલિકૉપ્ટરમાં જૉય-રાઇડ કરવા નીકળ્યું હતું, પણ જુહુથી ઉડાન ભર્યાના ૧૨ મિનિટ બાદ જ ગોરેગામની આરે કૉલોનીના ફિલ્ટરપાડા વિસ્તારના મેદાનમાં રવિવારે સવારે ૧૧.૪૫ વાગ્યે હેલિકૉપ્ટર તૂટી પડ્યું હતું.

હેલિકૉપ્ટર-ક્રૅશની આ ઘટનામાં સવાર ચાર જણમાંથી ૫૩ વર્ષના પાઇલટ પ્રફુલ મિશ્રાનું રવિવારે જ મોત થયું હતું, જ્યારે રિતેશ મોદીનું મરોલની સેવન હિલ્સ હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મંગળવારે અવસાન થયું હતું. ૩૦ ટકા દાઝી ગયેલી તેની પત્ની વૃંદા મોદીને ગઈ કાલે સેવન હિલ્સ હૉસ્પિટલમાંથી ઐરોલીની નૅશનલ બન્ર્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

રિતેશ મોદીની ડેડ-બૉડીનું ગઈ કાલે ગોરેગામની સિદ્ધાર્થ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કર્યા બાદ બપોરે બે વાગ્યે બોરીવલીના દૌલતનગરના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

બોરીવલી (વેસ્ટ)ના એક્સર રોડ પાસેના યોગીનગરમાં અજમેરા પ્રિસ્ટાઇન ટાવરની ખ્ વિંગના ૧૨૦૪ નંબરના ફ્લૅટમાં રહેતા રિતેશ મોદી પત્ની વૃંદા મોદીને મૅરેજ-ઍનિવર્સરી નિમિત્તે સરપ્રાઇઝ ગિફ્ટ આપવા માગતો હોવાથી તેઓ પ્રાઇવેટ કંપની અમન એવિયેશનના ચાર સીટના પ્રાઇવેટ હેલિકૉપ્ટરમાં જૉય-રાઇડ કરવા નીકળ્યા હોવાની બાબતથી પરિવારના સભ્યો અને નજીકના મિત્રો અજાણ હતા. વૈષ્ણવ વણિક ગીતાબહેન અને અમરીષ મોદીના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે જે બન્ને મૅરિડ છે. દીકરો રિતેશ મોદી નાનપણથી જ અભ્યાસમાં ટૅલન્ટેડ હતો. તે પહેલાં સહારા કંપનીમાં અને બાદમાં છેલ્લા દોઢ વર્ષથી મલાડની સોની કંપનીમાં ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. વૃંદા મોદી પવઈમાં કોલગેટ કંપનીમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર છે. રિતેશ મોદીને બે વર્ષનો દીકરો આરિવ છે.

રિતેશ મોદીની કંપનીના સાથી કર્મચારીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી કંપનીનો એક ટૅલન્ટેન્ડ સાથી કર્મચારી અમે ગુમાવ્યો છે. ટૂંકા સમયમાં રિતેશ મોદીએ કંપનીમાં સારી પ્રતિષ્ઠા મેળવી હતી.’

વૃંદા મોદીની કંપનીના સાથી કર્મચારીઓ, મિત્રો અને પરિવારજનો પણ ગઈ કાલે અંતિમ સંસ્કારમાં જોડાયા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK