જૉગિંગ કરીને આવ્યા અને પછી જીવ આપી દીધો

બિઝનેસની મંદી સહન ન થવાથી કાંદિવલીના ટેક્સટાઇલના બિઝનેસમૅન મનીષ મહેતાએ ૧૭મા માળથી ઝંપલાવ્યું : બાલ્કનીમાં ચૅર પર ચડીને કૂદકો માર્યો


suicide


જયેશ શાહ


કાંદિવલી (ઈસ્ટ)માં રહેતા ૫૪ વર્ષના ટેક્સટાઇલ-ગાર્મેન્ટ્સના વેપારીએ ૧૭મા માળે આવેલા ફ્લૅટમાંથી પડતું મૂકીને ગઈ કાલે સવારે આત્મહત્યા કરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ગાર્મેન્ટના બિઝનેસમાં હાલમાં ચાલી રહેલી મંદીને કારણે વેપારીએ ડિપ્રેશનમાં સુસાઇડ કરી લીધું હતું. સમતાનગર પોલીસ આ ઘટનામાં ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધીને આગળની તપાસ કરી રહી છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ મળી નહોતી. તેમનો ગોરેગામમાં ગાર્મેન્ટ્સનો ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ હતો.

ચોકીદારનું શું કહેવું છે?

લોખંડવાલા વિસ્તારના આકુર્લી રોડ પર ઑક્ટાક્રેસ્ટ બિલ્ડિંગની F વિંગમાં ૧૭૦૪ નંબરના ફ્લૅટમાં રહેતા મનીષ મહેતાએ તેમના ફ્લૅટમાંથી પડતું મૂકીને સુસાઇડ કરી લીધું એ વિશે વાત કરતાં આ કૉમ્પ્લેક્સના ચોકીદાર વિકાસ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું F વિંગમાં બહારના ભાગે પાર્કિંગ ફ્લોર પર ઊભો હતો ત્યારે મારી નજર બિલ્ડિંગના ઉપરના ભાગમાં ગઈ હતી ત્યારે કોઈ વ્યક્તિ ઉપરથી નીચે પડી રહી હતી એ મેં જોયું હતું. હું કંઈ સમજું એ પહેલાં મોટા અવાજ સાથે એક પુરુષ ફ્લોર પર પટકાયો હતો. તેનો ચહેરો છૂંદાઈ ગયો હતો અને એક હાથના ટુકડા થઈ ગયા હતા. તરત જ મેં લિફ્ટમાં ૧૮મા ફ્લોર પર જઈને ત્યાં રહેતા લોકોને પૂછ્યું હતું કે તમારા ઘરના તમામ લોકો ઘરમાં જ છે એટલે ત્યાંથી હાનો જવાબ આવતાં હું તરત નીચેના ૧૭મા માળે ગયો તો ત્યાં ૧૭૦૪ નંબરના ફ્લૅટમાં ચીસાચીસ થતી હતી. તરત હું સમજી ગયો કે આ ફ્લૅટમાં રહેતા મનીષ મહેતા જ નીચે પટકાયા છે. એ સમયે મનીષભાઈનાં પત્ની મંજુબહેન અને બે દીકરાઓ ઘરમાં જ હતાં. તરત એક ખાનગી ઍમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બે દીકરામાંથી એક દીકરો નોકરી કરે છે, જ્યારે નાનો દીકરો એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.’


અન્ય એક ચોકીદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે આઠ વાગ્યે મનીષ મહેતા કૉમ્પ્લેક્સમાં રોજની જેમ જૉગિંગ કરીને તેમના ઘર તરફ લિફ્ટમાં ગયા હતા. એ સમયે મેં તેમને નમસ્કાર કર્યું હતું. તેઓ એકદમ સ્વસ્થ જણાતા હતા. જોકે સાડાઆઠ વાગ્યે તેમણે તેમના ફ્લૅટના બેડરૂમની બાલ્કનીમાંથી નીચે પડતું મૂક્યું હતું.’

બાલ્કનીમાં અડધા ભાગ સુધી લોખંડનો કઠેડો છે એથી પડતું મૂકવા માટે તેમણે એક ચૅર બાલ્કનીમાં મૂકી હતી અને એ ચૅર પરથી કૂદકો માર્યો હોય એવું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું છે.

પોલીસ શું કહે છે?

સમતાનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દિલીપ યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાયલ મનીષ મહેતાને શતાબ્દી હૉસ્પિટલમાં તરત લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવી હતી.’

પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે ‘મહેતા પરિવારનું પ્રાથમિક સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે ટેક્સટાઇલના વેપારમાં ખાસ્સું નુકસાન થવાથી તેઓ ડિપ્રેશનમાં હતા. બુધવારે રાતે પરિવારજનો સાથે ડિનર લેતા હતા એ સમયે તેઓ અપસેટ હતા અને બિઝનેસમાં ભયંકર મંદી ચાલી રહી હોવાની વાત કરી હતી. ભવિષ્યમાં પણ આ ધંધામાં મંદી વધુ આવશે એનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. સવારે ઊઠીને તેમણે દૂધ પીધું હતું અને નિત્યક્રમ મુજબ જૉગિંગ કરવા કૉમ્પ્લેક્સમાં ગયા હતા. ત્યાર બાદ ઘરે પાછા આવીને અચાનક નીચે કૂદકો માર્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK