યુવતીના માથાના ટુકડા થઈ ગયા ઊંચકીને બૅગમાં ભરવા પડ્યા

મલાડની હૃદયદ્રાવક ઘટના : બેસ્ટની બસે બાઇકર કપલને ટક્કર મારી, યુવતીનું ઑન ધ સ્પૉટ મોત

bus

પ્રીતિ ખુમાણ ઠાકુર

મલાડ (વેસ્ટ)માં માર્વે રોડ પર ગઈ કાલે બેસ્ટની બસે બાઇક પર જતાં યુવક-યુવતીને અડફેટમાં લીધાં હતાં. બસના પાછળના ટાયરમાં મહિલાનો ચહેરો આવી જતાં એ ખૂબ ખરાબ રીતે કચડાઈ ગયો હતો. ચહેરાનું માંસ રસ્તા પર ફેલાઈ ગયું અને ચહેરાના ટુકડા થઈ જતાં પોલીસે એને બૅગમાં ભરવા પડ્યા હતા.

ગઈ કાલે સવારે લગભગ ૧૦.૨૦ વાગ્યે જનકલ્યાણ નગરથી મલાડ સ્ટેશન તરફના રસ્તા પર બેસ્ટની MH૦૧ LA ૫૩૯૪ નંબર ધરાવતી ૨૪૩ ક્રમાંકની બસ જઈ રહી હતી. એ વખતે મલાડના SV રોડ પર અજિત નામનો એક યુવક તેની ફ્રેન્ડ વર્ષા સોનાવણે સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે બસે બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે બાઇક સ્લિપ થઈ અને ડ્રાઇવિંગ કરી રહેલો યુવક નીચે પડ્યો અને તેને તો પગમાં થોડો જ માર વાગ્યો હતો, પરંતુ તેની પાછળ બેસેલી યુવતીનું માથું બસના પાછળના ટાયરમાં આવી જતાં એવી ખરાબ રીતે કચડાઈ ગયું હતું કે ચહેરાનું માંસ બહાર આવી ગયું હતું. ચહેરાના ટુકડાને પોલીસે પ્લાસ્ટિકની બૅગમાં ભરવા પડ્યા હતા. ઘટના બાદ ખાસ્સો સમય ટ્રાફિક જૅમ પણ થયો હતો.

bus1

મલાડ પોલીસના જણાવ્યા પ્રમાણે બસ-ડ્રાઇવરની લાપરવાહીને કારણે આ ઘટના બની હતી. બસના ડ્રાઇવરને પોલીસે પકડ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મહિલા ધારાવીમાં રહેતી હોવાનું અને તેનાં ચાર વર્ષ પહેલાં લગ્ન થયાં હોવાની માહિતી મળી હતી. ઘટના બાદ પરિવારજનો અને મહિલાનો પતિ શતાબ્દી હૉસ્પિટલમાં આવી પહોંચ્યા હતા, પરંતુ તેઓ ભારે આઘાતમાં હોવાથી વધુ પૂછપરછ કરી શકાઈ નહોતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK