૪ મહિનામાં ૧૫ બાઇક ચોરી ૧૬ વર્ષના ટીનેજરે

કૉલેજમાં વગ વધારવા અને જૉયરાઇડના શોખને પૂરો કરવા કરતો હતો તફડંચી : પેટ્રોલ ખતમ થાય એટલે છોડી દેતો

bike

મોજશોખ ખાતર અને કૉલેજમાં આવવા-જવા માટે ચોરેલી બાઇકનો ઉપયોગ કરનાર બારમીના ટીનેજર સ્ટુડન્ટને કુરાર પોલીસે પકડી પાડ્યો હતો. છેલ્લા ૪ મહિનામાં ટીનેજરે ૧પ બાઇક ચોરી હતી. બાઇકનું પેટ્રોલ ખતમ થઈ જાય કે તરત નવી ચોરી માટે તે તૈયાર રહેતો. ૧૬ વર્ષના ટીનેજરનાં માતા-પિતા રોજિંદા મજૂર તરીકે કામ કરે છે. પોલીસે ટીનેજરની પૂછપરછ કરીને તેને ડોંગરીના બાળસુધારગૃહમાં મોકલી આપ્યો છે. મલાડના કુરાર વિસ્તારમાં બાઇકચોરીનું પ્રમાણ વધ્યું હતું. આ ગુનાને ગંભીરતાથી લેતાં બાઇકચોરી થઈ હોય ત્યાંના અને આજુબાજુના વિસ્તારના CCTVની તપાસ કરતાં આ ટીનેજર બાઇક ચોરી કરતો ઝડપાયો હતો.

ડુપ્લિકેટ ચાવી વડે ટીનેજર બાઇકની ચોરી કરતો હતો એમ જણાવીને કુરાર પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર ઉદયકુમાર રાજશિર્કે‍એ કહ્યું હતું કે ‘મોટા ભાગે તે ઍક્ટિવાની ચોરી કરતો હતો. તે બાઇકની ચાવી વાળીને એને અનલૉક કરતો હતો. અમે CCTV ફુટેજ ચેક કર્યાં જેમાં તે બાઇકચોરી કરતો ઝડપાયો. જોકે ચોરેલી બાઇક તેણે વેચી નહોતી. પોતાની મોજ માટે ચોરેલી બાઇક પર ફરતો અને પેટ્રોલ ખતમ થઈ જતાં બાઇક છોડી દેતો હતો. પોલીસે તેના પર નજર રાખી હતી. બારમા ધોરણમાં ભણતો આ બાઇકચોર ગત ચાર મહિનામાં વિવિધ બાઇક લઈને આવતો હોવાની માહિતી તેના ફ્રેન્ડે પોલીસને આપી હતી.’

તાજેતરમાં ચોરેલી બાઇક પર તે ફરી રહ્યો હતો ત્યારે અમારા અધિકારીએ તેને રોક્યો હતો એમ જણાવીને ઉદયકુમાર રાજશિર્કે‍એ કહ્યું હતું કે ‘બાઇકના દસ્તાવેજો માગતાં તેણે પોલીસને ઉડાઉ જવાબ આપ્યા હતા. એથી તેને પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનાં માતા-પિતાને બોલાવામાં આવ્યાં હતાં. તેના પિતાના કહ્યા અનુસાર તે બાઇક લેવા માટે જીદ કરતો હતો, પરંતુ તેને બાઇક અપાવી નહોતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK