ગુજરાતી વેપારીઓ સામેની MNSની દાદાગીરીને રોકો

રીટેલ વેપારીઓના ફેડરેશને મુખ્ય પ્રધાન ફડણવીસને પત્ર લખીને કરી માગણી: જવાબદાર લોકોને સજા અને દુકાનદારોને રક્ષણ આપવાની પણ કરી ભલામણ

boards

વસઈમાં તેમ જ કાંદિવલીમાં ગુજરાતી સાઇન-બોર્ડ ધરાવતી દુકાનો પર MNSના કાર્યકરોએ કરેલા હુમલા અને ગુંડાગર્દીના વિરોધમાં ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન (FRTWA)એ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે જેમાં દાદાગીરી કરનારા MNSના કાર્યકરો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે એવી માગણી કરી છે.

ગુજરાતી વેપારીઓને ફરી ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોવાનું જણાવતાં મુખ્ય પ્રધાનને મોકલવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું હતું કે ‘ફરી એક વખત MNSએ દુકાનદારો અને ખાસ કરીને ગુજરાતી દુકાનદારોને ધમકાવવાનું શરૂ કર્યું છે. થોડા મહિનાઓ પહેલાં તેમણે દાદર અને માહિમમાં ગુજરાતી સાઇન-બોર્ડ ધરાવતી દુકાનોને નિશાન બનાવી હતી અને હવે ફરી તેમણે કાંદિવલીમાં અને વસઈમાં આવેલી ગુજરાતી સાઇન-બોર્ડ ધરાવતી દુકાનોને નિશાન બનાવી છે.

હાઈ ર્કોટે મરાઠી સાઇન-બોર્ડના ફૉન્ટની સાઇઝના આદેશ પર સ્ટે આપેલો છે છતાં આમ થઈ રહ્યું છે. આવા સમાજવિરોધી તત્વો વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે એવી અમારી તમને અને પોલીસ-ડિપાર્ટમેન્ટને વિનંતી છે. મુંબઈ પોલીસ ગુજરાતી દુકાનદારો અને વેપારીઓની સુરક્ષાનું ધ્યાન રાખશે એની અમને ખાતરી છે.’

ગુજરાતી વેપારીઓએ ડરવાની જરૂર નથી, સરકાર તેમના પડખે : ગોપાલ શેટ્ટી

ગુજરાતી સાઇન-બોર્ડની તોડફોડને વખોડતાં ઉત્તર મુંબઈના BJPના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જે લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે તેમને જરૂર સજા મળશે. મેં આ ઘટનાનો વિડિયો જોયો છે અને દોષીઓ વિરુદ્ધ ચોક્કસ પગલાં લેવામાં આવશે. મુંબઈના દરેક નાગરિકની રક્ષાની જવાબદારી સરકારની છે અને સરકાર એ પૂરી કરશે. કોઈ પણ ગુજરાતી વેપારીએ કોઈનાથી પણ ડરવાની જરૂર નથી. સરકાર તેમની સલામતી માટે કટિબદ્ધ છે.’

‘મુસ્લિમ વિસ્તારોમાં જઈને બતાવો’ : વૉટ્સઍપ પર MNSની ખિલ્લી ઉડાડતા જોક્સ ફરતા થયા

ગુજરાતી દુકાનોને નિશાન બનાવી રહેલી MNS વિરુદ્ધ ગુજરાતીઓના વૉટ્સઍપ ગ્રુપમાં જોક્સ ફરતા થયા છે અને એમાં MNSને મુસ્લિમ વિસ્તારોમાં જઈને ઉદૂર્માં લખેલાં સાઇન-બોર્ડ હટાવવાનો પડકાર પણ ફેંકવામાં આવ્યો છે. આવી જ એક પોસ્ટમાં એક દુકાનનો ફોટો મૂકવામાં આવ્યો છે જેનું સાઇન-બોર્ડ સંપૂર્ણપણે ઉદૂર્માં છે. પોસ્ટની નીચે લખવામાં આવ્યું છે કે MNSના આંદોલનને અમારો સંપૂર્ણ ટેકો છે, પરંતુ સૌપ્રથમ તેઓ આ દુકાનનું સાઇન-બોર્ડ ચેન્જ કરીને બતાવે.

boards1

કાંદિવલીમાં રાજુભાઈ ઢોકળાવાળાએ દુકાનનું બોર્ડ મરાઠીમાં કરી નાખ્યું

કાંદિવલી (વેસ્ટ)માં MG રોડ પર આવેલી પ્રખ્યાત રાજુભાઈ ઢોકળાવાળાની દુકાનને સોમવારે MNSના કાર્યકર્તાઓએ ટાર્ગેટ કરી હતી. દુકાનના નામના ગુજરાતી સાઇન-બોર્ડને MNSના કાર્યકર્તાઓએ બામ્બુ મારીને તોડી નાખ્યું હતું. ત્યાર બાદ ગઈ કાલે દુકાનનું બોર્ડ બદલી નાખવામાં આવ્યું હતું. બોર્ડમાં ‘રાજુભાઈ ઢોકળાવાળા’નું નામ મરાઠી ભાષામાં લખવામાં આવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK