એક ચક્રમે કર્યા જીવ અધ્ધર

તે ચાકુ સાથે બ્રિજના ગર્ડર પર લટકી ગયેલો, કેમેય કરીને નીચે ઊતરતો નહોતો એટલે બામ્બુથી ધક્કો મારીને નીચે નેટ પર ફેંકવામાં આવ્યો

kandivali

પ્રીતિ ખુમાણ ઠાકુર

ગઈ કાલે કાંદિવલી રેલવે-સ્ટેશનના બ્રિજની નીચે ગર્ડર પર ચાકુ સાથે લટકતા એક માણસને જોતાં પ્રવાસીઓમાં હાહાકાર મચી ગયો હતો. આ વ્યક્તિને જોતાં લોકો એકદમ ચોંકી ઊઠ્યા અને બૂમો પાડવા લાગ્યા હતા. અમુક સમય સુધી તો પ્રવાસીઓને સમજાઈ જ નહોતું રહ્યું કે આ શું થઈ રહ્યું છે. ત્યાર બાદ પ્રવાસીઓએ રેલવે-પોલીસને જાણ કરી હતી. એથી RPF, GRP ઘટનાસ્થળે પહોંચી હતી, એમ છતાં એ વ્યક્તિ નીચે ન ઊતરતાં અંતે ફાયર-બ્રિગેડને બોલાવવી પડી હતી. ફાયર-બ્રિગેડે નીચે નેટ રાખી અને તેને ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ માનસિક રીતે અક્ષમ દેખાતો એ માણસ ઊતરવાનું નામ જ નહોતો લેતો. આટલું ઓછું હોય એમ ત્યાં લટકી રહ્યો હતો એ દરમ્યાન તેણે પેશાબ પણ કરી નાખ્યો હતો. અંતે બે-ત્રણ હમાલને ઉપર ચડાવીને તેને નીચે પછાડ્યો અને હેમખેમ ત્યાંથી બહાર લાવ્યા હતા. આ ઘટનાને લીધે વિરાર જતી ટ્રેનો મોડી પડી હતી.

kandi2

ઘટનાસ્થળે ઊભા રહેલા અને આખી ઘટના નજરે જોનારા વિનય નામના પ્રવાસીના કહેવા પ્રમાણે કાંદિવલીના પ્લૅટફૉર્મ-નંબર બે અને ત્રણ વચ્ચેથી ઈસ્ટની દિશા તરફ જતા બ્રિજના પિલર પર એક માણસ બ્રિજની નીચેના ગર્ડર પર લટકતો જોવા મળ્યો હતો. તેના હાથમાં ચાકુ પણ હતું. બ્રિજની નીચે ચાકુ સાથે લટકતી વ્યક્તિને આ રીતે જોતાં પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા અને બૂમો પાડવા લાગ્યા હતા. તેને નીચે ઉતારવા પોલીસે અનેક પ્રયાસો કર્યા, શાંતિથી સમજાવીને નીચે ઉતારવાની કોશિશ કરી, પણ તે ઊતરતો જ નહોતો. ઘણી મહેનત કર્યા છતાં તે ન ઊતરતાં અંતે ફાયર-બ્રિગેડને બોલાવવી પડી હતી.

kandi3

બે કલાક આખો ડ્રામા ચાલ્યો એમ જણાવતાં એક પ્રવાસીએ કહ્યું હતું કે ‘ફાયર-બ્રિગેડ આવતાં એણે નીચે નેટ પાથરી હતી. ત્યાર બાદ તે માણસને નીચે કૂદકો મારવા કહ્યું, પણ તે માન્યો નહીં. એ દરમ્યાન તેણે લટકતાં-લટકતાં પેશાબ પણ કરી નાખ્યો હતો. અનેક વખત પ્રયાસ કર્યા પણ તે માનવા તૈયાર જ ન થયો અને ચાકુ દેખાડી રહ્યો હતો. અંતે હમાલને સીડીની મદદથી ઉપર ચડાવ્યા અને બામ્બુની મદદથી તેને નીચે પછાડ્યો હતો. નીચે પડતી વખતે અનેક પ્રવાસીઓ અને ત્યાં જમા થયેલા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ તે નેટ પર પડ્યો અને તાત્કાલિક તેને બહાર લઈ જવામાં આવ્યો હતો.’

kandivali

રેલવે-પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર આ વ્યક્તિ માનસિક રીતે અક્ષમ છે તેમ જ પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરીને એ વ્યક્તિ વિશે માહિતી ભેગી કરી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK