ગુજરાતી દાદાએ ૧૩ વર્ષની સાવકી પૌત્રીને રેપ કરી પ્રેગ્નન્ટ બનાવી દીધી

પહેલાં તો ટીનેજરે પણ પોલીસને ખોટી સ્ટોરી કહી, પણ અંતે સાચું બોલી ગઈ

teen rape


ચારકોપમાં પેરન્ટ્સ સાથે રહેતી ૧૩ વર્ષની સાવકી પૌત્રી પર અનેક વાર રેપ કરવાના આરોપસર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના અધિકારીઓએ ગુજરાતમાં બિલ્ડરની સાઇટ પર સિક્યૉરિટી સુપરવાઇઝર તરીકે કામ કરતા પંચાવન વર્ષના દાદાની ધરપકડ કરી છે.

ગુજરાતમાં કામ કરતો આરોપી રજાઓના દિવસોમાં મુંબઈ આવતો હતો અને ઘરમાં કોઈ ન હોય ત્યારે ટીનેજરનું શારીરિક શોષણ કરતો હતો. એક દિવસ બાળકીએ પોતાના પેરન્ટ્સને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારે ડૉક્ટર પાસે લઈ જતાં મામૂલી પેઇન હોવાનું ડૉક્ટરે કહ્યું હતું. જોકે ટીનેજરનો દુખાવો વધી રહ્યો હતો એટલે તેના પેરન્ટ્સ તેને કૂપર હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સોનોગ્રાફીમાં ટીનેજર ગર્ભવતી હોવાની ખબર પડી હતી. એથી ડૉક્ટરે પોલીસને જાણ કરી હતી. ત્યારે ચારકોપ પોલીસે અજાણ્યા માણસ વિરુદ્ધ રેપનો કેસ નોંધ્યો હતો.

ટીનેજરને તેના દાદાએ આ ઘટના બાબતે કોઈને ન કહેવાની ધમકી આપી હોવાથી દાદાના ડરથી તેણે પોલીસને ખોટી વાર્તા કહી હતી. તેણે કહ્યું હતું કે બે મહિના પહેલાં બે અજાણ્યા છોકરાઓ તેને અજાણી જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેના પર રેપ થયો હતો; પરંતુ ડરને કારણે તેણે આ બાબતે પેરન્ટ્સને જાણ કરી નહોતી.

આ પછી પોલીસે તપાસ શરૂ કરીને બે છોકરાઓના સ્કેચ તૈયાર કર્યા હતા અને CCTV કૅમેરાનાં ફુટેજ પણ સ્કૅન કર્યો હતાં, પરંતુ એક પણ ક્લુ મળી નહોતી. એ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૧૧ના અધિકારીઓ પણ આ કેસની તપાસ કરી રહ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ટીનેજરનો સંપર્ક કર્યો હતો અને તેને ખોટી કહાની સંભળાવી હતી. તેમણે ટીનેજરને કહ્યું હતું કે તેમને CCTV કૅમેરાનું ફુટેજ મળ્યું છે જેમાં બે છોકરાઓ દેખાઈ રહ્યા છે, પરંતુ તે દેખાઈ રહી નથી તેમ જ એક છોકરાની અમે ધરપકડ પણ કરી છે. ત્યારે તરત જ ટીનેજરે તમે મારા દાદાની ધરપકડ કરી છે કે કેમ એવું પૂછ્યું હતું. ત્યારે પોલીસે પણ હા, દાદાજીની ધરપકડ કરી છે એવો જવાબ આપ્યો હતો અને શું થયું એમ પૂછ્યું હતું. ત્યારે ટીનેજરે પૂરો બનાવ કહ્યો હતો.

ત્યાર બાદ પોલીસે પાડોશીને ટીનેજરના દાદાને ફોન કરવા કહ્યું હતું અને ફોન કરીને ટીનેજરની મમ્મી બીમાર હોવાથી હૉસ્પિટલમાં છે અને તેની દેખરેખ માટે તેના પપ્પા પણ હૉસ્પિટલમાં છે એટલે ટીનેજરની દેખરેખ માટે શક્ય હોય તો મુંબઈ આવવા કહ્યું હતું. પાડોશીનો આ મેસેજ મળ્યા બાદ દાદાએ મુંબઈ આવીશ એવો જવાબ આપ્યો હતો અને કાંદિવલી સ્ટેશન પહોંચ્યા ત્યારે ટ્રૅપ ગોઠવીને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ધરપકડ કરીને આરોપીને ચારકોપ પોલીસને સોંપ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK