શું થશે એ બાળકીનું?

મલાડની એક સ્કૂલમાં પોણાચાર વર્ષની બાળા પર પ્યુને સતત ચાર દિવસ બળાત્કાર કર્યો એવો આરોપ થયાને બે મહિના થવા આવ્યા છે ત્યારે મામલો ભયંકર રીતે ગૂંચવાઈ ગયો છે : સ્કૂલ કહે છે કે આવી કોઈ ઘટના બની જ નથી અને પ્યુન કહે છે કે મેં આવું કંઈ કર્યું જ નથી એવી પરિસ્થિતિમાં સૌથી આંચકાજનક બાબત એ છે કે સ્કૂલે બાળકીને પ્રવેશબંધી ફરમાવી દીધી છે, ટીચિંગ અને નૉનટીચિંગ સ્ટાફે રાજીનામું આપવાની ધમકી આપી છે એટલે

rape case


મમતા પડિયા

મલાડની સ્કૂલમાં પોણાચાર વર્ષની બાળકીનું શારીરિક શોષણ થયું છે એવી તેની મમ્મીની ફરિયાદ બાદ આ સ્કૂલમાં બાળકીના પ્રવેશ પર રીતસરનો પ્રતિબંધ લાગી ગયો છે. મંગળવારે બાળકીને લઈને તેની મમ્મી સ્કૂલ ગઈ ત્યારે તેને ગેટની અંદર જવા નહોતી દેવાઈ અને સ્કૂલના ઍડ્વોકેટનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું. બાળકીના શારીરિક શોષણની ફરિયાદને પગલે સ્કૂલમાં થયેલી ધમાલને કારણે થયેલી માનસિક તાણને પગલે આ બાળકીને ફરી ઍડ્મિશન આપવાની બાબતે સ્કૂલના ૫૦ ટીચર્સ અને નૉન-ટીચિંગ સ્ટાફે મળીને પ્રશાસનને લેખિતમાં રાજીનામું આપવાની ચીમકી આપી છે. બીજી બાજુ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO-પૉક્સો) ઍક્ટ અંતર્ગત દિંડોશી પોલીસ નોંધાયેલા કેસમાં અત્યારે ફૉરેન્સિક પુરાવા જમા કરી રહી છે. બીજી બાજુ પ્યુનના પરિવારે કોર્ટમાં જામીન માટે અરજી કરી છે જેની લેટેસ્ટ સુનાવણી આજે છે.

સ્કૂલ-પ્રશાસન અને ટ્રસ્ટીઓ મારી દીકરીના એજ્યુકેશન તેમ જ સારવારની જવાબદારીના વાયદા પરથી ફરી ગયાં છે એમ જણાવતાં મમ્મીએ કહ્યું હતું કે ‘મને મારી દીકરીના ભાવિની ચિંતા સતાવી રહી છે. અત્યારે હું તેને આ ટ્રૉમામાંથી બહાર કાઢવાના પ્રયત્ન કરી રહી છું. મારી દીકરી અચાનક રાતે ઊભી થઈ જાય છે અને કહે છે, ઓલો બિગ બૉય (પ્યુન) આવીને તને મારી નાખશે. પહેલીથી ચોથી ઑગસ્ટ સુધીમાં મારી દીકરી ગુમસુમ હતી, તેનાં કપડાંમાંથી બોડી-લૉશનની વાસ આવતી. શરૂઆતમાં સ્કૂલમાં જ ફરિયાદ કરવા હું પહોંચી હતી, પણ મને દાદ આપવામાં ન આવી. રક્ષાબંધનના ફંક્શનમાં મારી દીકરી રેસ્ટલેસ હતી. આ બધામાં મારી દીકરીનો શું વાંક છે? મારી દીકરીએ ઍડ્મિશન લીધાના અઠવાડિયામાં આ સંજોગ નિર્માણ થયા છે અને આવા કપરા સમયમાં સ્કૂલે મને સાથ આપવો જોઈએ.’

પેરન્ટ્સ જ્યારે સ્કૂલમાં એકઠા થયા ત્યારે હું સ્કૂલના પ્રિન્સિપાલને પહેલી વખત મળી હતી એમ જણાવીને બાળકીની મમ્મીએ કહ્યું હતું કે ‘મારી દીકરીના ઍડ્મિશન સમયે ક્યારેય પ્રિન્સિપાલને મળવાનું નથી થયું. હકીકતમાં સ્કૂલમાં પેરન્ટ્સને પ્રવેશ નથી, ઑફિસમાં જ ફીની ફૉર્માલિટી પૂરી કરવામાં આવે છે. બીજી બાબત એ કે સ્કૂલમાં કેટલા અને કયા પ્યુન તેમ જ આયાબાઈ છે એની મને ખબર જ નથી. મારી દીકરીના ઍડ્મિશનને માંડ અઠવાડિયું થયું હતું અને આ ઘટના બની હતી. મારી દીકરીએ મને અને પોલીસને બ્લુ કલરનાં કપડાં પહેરેલા બિગ બૉયે વિકૃત વર્તણૂક કરી હોવાની જાણ કરી હતી. બાળકી પાસે ત્રણ વખત કન્ફર્મ કરાવવામાં આવ્યું હતું કે બિગ બૉય કોણ હતો અને તેણે ત્રણેય વખત એક જ પ્યુન સામે દૂરથી આંગળી ચીંધી હતી. પ્યુનને આ કૃત્યમાં સહકાર આપનાર આયાબાઈ સામે હજી સુધી કાર્યવાહી થઈ નથી.’

હું સિંગલ પેરન્ટ છું અને આ બાબતે સ્કૂલ-પ્રશાસન અજાણ નહોતું એમ જણાવીને બાળકીની મમ્મીએ કહ્યું હતું કે ‘હું સિંગલ પેરન્ટ છું એથી મને ટાર્ગેટ બનાવાઈ છે. સ્કૂલમાં થયેલા હંગામામાં જાણ થઈ હતી કે આ અગાઉ સ્કૂલમાં ફિટનેસ-ટીચરે સેકન્ડરીની એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતાં. ત્યાર બાદ તે વિદ્યાર્થિનીના ચારિત્ર્ય પર શંકા કરીને અફવાઓ વહેતી કરવામાં આવી હતી અને અત્યારે પણ આ બધાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. મારી દીકરી પોણાચાર વર્ષની છે અને તેને તો કોઈ કંઈ બોલી ન શકે, પરંતુ મારા ચારિત્ર્ય બાબતે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. હું એક મમ્મી છું અને ફૂલ જેવી દીકરી પાસે હું તો શું કોઈ મમ્મી આવું કામ ન કરાવે. પ્રાઇવેટ અને સરકારી હૉસ્પિટલના અહેવાલ મુજબ મારી દીકરી સાથે ખોટું થયું છે. મને નિશાન બનાવીને કાવતરું રચી સ્કૂલટીચર્સ અને કેટલાક પેરન્ટ્સ મીટિંગ કરી રહ્યા છે. પ્યુનને સપોર્ટ કરનારી આયાબાઈને પણ હજી સુધી પકડવામાં નથી આવી. જો પ્યુનને કોર્ટ જામીન આપશે તો મને અને મારી દીકરીના જીવને જોખમ થશે.’

આરોપી શું કહે છે?

થાણે જેલમાંથી ટ્રાયલ માટે પ્યુનને તાજેતરમાં દિંડોશી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો ત્યારે તેને મળવા માટે પરિવાર જ નહીં, સ્કૂલનો આખો સ્ટાફ કોર્ટમાં એકઠો થયો હતો. હું ચાર વર્ષથી આ સ્કૂલમાં ઈમાનદારીથી નોકરી કરી રહ્યો છું એમ જણાવીને પ્યુને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પોતાની ત્રણ વર્ષની દીકરી છે. હું કઈ રીતે બીજાની બાળકી સાથે આવું કૃત્ય કરી શકું. મેં તો એ બાળકીને જોઈ પણ નથી. પાંચમી ઑગસ્ટે રાતે હું મારા મિત્રો સાથે જન્માષ્ટમી માટે દહીહંડી ફોડવાની પ્રૅક્ટિસ કરી રહ્યો હતો. અમે ફ્રેન્ડ્સ મળીને થોડું ડ્રિન્ક કર્યું હતું. ત્યારે ત્યાં અચાનક પોલીસ આવી અને મને જબરદસ્તી સ્કૂલમાં લઈ ગઈ. મને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો, પણ મને ત્યારે એ નહોતું સમજાયું શા માટે મારવામાં આવી રહ્યો છે. સ્કૂલમાં મને ઉપરથી નીચે લઈ જવામાં આવ્યો ત્યાર બાદ ફરી મને ઉપર લઈ ગયા અને પોલીસે મને કહ્યું કે તેં બાળકીનું શારીરિક શોષણ કર્યું છે. મારી આંખે અંધારાં આવી ગયાં, મેં સપનામાં પણ નહોતું વિચાર્યું એવું આળ મારા માથે નાખવામાં આવ્યું હતું. મેં રડી-કરગરીને પોલીસને ઘણી વિનંતી કરી, પણ મારી એક સાંભળવામાં ન આવી. પોલીસે મને મારીને સહી કરાવી છે એ બાબત મેં કોર્ટને કહી હતી. હું ખોટું નથી બોલતો એમ છતાં પોલીસે સ્કૂલના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવાં જોઈએ. મારી દીકરી પણ આ ઘટના બાદથી સ્કૂલમાં નથી જઈ શકી. હું નિર્દોષ છું, મને કાવતરાનો ભોગ બનાવવામાં આવ્યો છે અને એની સજા મારી ફૂલ જેવી બાળકીને પણ મળી રહી છે.’

આ પ્યુનની જામીનઅરજીની સુનાવણી આજે ફરી થવાની છે.

સ્કૂલ શું કહે છે?


અમારી સ્કૂલના પ્રિમાઇસિસમાં આવી ઘટના બને જ નહીં એમ જણાવતાં સ્કૂલ-મૅનેજમેન્ટના ઍડ્મિન-હેડ ઓમપ્રકાશ ડિડવાનિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવે આ બાળકીને ફરી સ્કૂલમાં લેવી કે નહીં એ અમારા માટે પણ સમસ્યા બની છે. બાળકી સારવાર હેઠળ છે કે નહીં, તે સ્વસ્થ છે કે નહીં એની જાણ તેની મમ્મીએ કરી નથી. બીજી તરફ અમારા ૫૦ ટીચર જે દસ-પંદર વર્ષથી સ્કૂલમાં ભણાવી રહ્યા છે અને નૉન-ટીચિંગ સ્ટાફે અન્ય વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતાં આ બાળકીને ફરી સ્કૂલમાં લેવાની ના પાડીને બધાની સહી કરેલી અરજી આપી છે. એ ઉપરાંત કેટલાય પેરન્ટ્સ અમારી પાસે આવી ગયા અને તેમણે લેખિતમાં આ બાળકીને ફરી લેવાની ના પાડી છે. ૫૦ ટીચરોના ભોગે અમે આ બાળકીને કઈ રીતે પાછી લઈએ. આ પ્રકરણે ત્રણ દિવસ સ્કૂલમાં હંગામો થયો, હજારોની સંખ્યામાં પેરન્ટ્સ આવ્યા, પરંતુ કોઈએ આ બાળકીના કેસની બાબત ઉચ્ચારી નહોતી. સ્કૂલ માટેની એક નહીં તો બીજી ફરિયાદ તેમણે કરી હતી અને આ બાળકીનો વિષય તો એક તરફ રહ્યો હતો. બાળકીની મમ્મીએ સ્કૂલને ચોથી ઑગસ્ટે ઇન્ફૉર્મ કર્યું, પાંચમી ઑગસ્ટે તેને CCTV કૅમેરાનાં ફુટેજ દેખાડવામાં આવ્યાં. અમારા સ્ટાફે સાથે પોલીસ-સ્ટેશનમાં આવવાનું કહ્યું તો તે ઘરે જમવાના બહાને જતી રહી. અમે સાંજે તેને ફરી રિમાઇન્ડ કર્યું, પણ તેણે કહ્યું તે જમવાનું બનાવી રહી છે. રાતે અચાનક સ્કૂલમાં પોલીસ ઘૂસી ગઈ, ઑફિસના દરવાજાને લાતો મારી અને ધાંધલધમાલ મચાવી હતી. અમે બધા ત્યાં ભેગા થયા. એક પછી એક એમ સવારે ચાર વાગ્યા સુધી અમારા પ્યુનને લાવવામાં આવ્યા. બધાને પોલીસે પટ્ટા વડે માર્યા હતા. આ બધા બેકસૂરોને ખોટો માર પડ્યો છે. બાળકીની મમ્મીએ જણાવેલી તારીખ મુજબ ચાર દિવસના CCTV ફુટેજમાં પણ સ્કૂલ વિરુદ્ધ આક્ષેપ કરી શકાય એવું કંઈ જોવા નથી મળ્યું. અમારી સ્કૂલમાં ૧૨૦ CCTV કૅમેરા બેસાડેલા છે એમ છતાં આ ઘટના બાદ ટીચરોએ કલાસરૂમમાં CCTV કૅમેરાની માગણી કરી છે.’

અમારી નજરે તો આ આખો કેસ ઊપજાવેલો છે એમ જણાવીને ઓમપ્રકાશ ડિડવાનિયાએ કહ્યું હતું કે ‘ભવિષ્યમાં આ બાળકીને સ્કૂલમાં રાખીએ અને તેની મમ્મી ફરી કોઈ અન્ય સમસ્યા ઊભી કરશે એનો અમને ભય સતાવી રહ્યો છે. જો કોઈ મહત્વની કે હોદ્દેદાર વ્યક્તિ બાળકીની જવાબદારી લેવા તૈયાર થશે તો અમે ઍડ્મિશનનો વિચાર કરીશું. બાળકી સાથે તેની મમ્મી સ્કૂલમાં અલગ-અલગ સંસ્થાઓ સાથે આવે છે અને ન્યાયની માગણી કરે છે. અમને એ નથી સમજાતું કે અમે તેની સાથે કયો અન્યાય કર્યો છે. અન્યાય તો અમારાં બાળકો અને સ્ટાફ સાથે થયો. જે દિવસે સ્કૂલમાં પેરન્ટ્સનું ટોળું એકઠું થયું હતું ત્યારે અમારા ૬૦ વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા બાદ કલાકો સુધી ફસાયેલા હતા. ટીચિંગ ફૅકલ્ટી પર વીફરેલું ટોળું હુમલો ન કરે એ ભયે અમે તેમને કલાકો સુધી ક્લાસમાં બંધ રાખ્યા હતા એટલું જ નહીં, અમારી કૉલેજના વાઇસ-પ્રિન્સિપાલને કોઈએ લાફો મારી દીધો હતો. આઠ-નવ પેરન્ટ્સ મને ઘેરી વળ્યા અને અમારી સ્કૂલના લેટરહેડ પર તૈયાર કરેલા માગણીના લિસ્ટ પર સહી કરાવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK