ફરિયાદી મહિલાને પ્રિન્સિપાલની કૅબિનમાંથી મારા પતિએ બહાર કાઢેલી અને એનો તેણે બદલો લીધો

મલાડ (ઈસ્ટ)ની સ્કૂલમાં બનેલી શારીરિક શોષણની ઘટનામાં પકડવામાં આવેલા પ્યુનની પત્નીએ મિડ-ડેને કહ્યું...

malad school


મમતા પડિયા

મલાડ (ઈસ્ટ)ની સ્કૂલમાં પોણાચાર વર્ષની બાળકીના શારીરિક શોષણના વિરોધમાં વીફરેલા પેરન્ટ્સ વિવિધ રીતે રોષ પ્રદર્શન કરી રહ્યા છે. આ કેસમાં સ્કૂલના પ્યુનની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પ્યુનની પત્નીએ તેના પતિ સામે કરવામાં આવેલા આરોપોને કાવતરું ગણાવીને કેટલાક પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે.

નવજાભા પાડામાં ઉછેર પામેલા પ્યુનને ન્યાય અપાવવા માટે ત્યાંના ૨૦૦થી વધુ રહેવાસીઓએ સહીઝુંબેશ વડે વિશેષ નિવેદન તૈયાર કરીને ઉચ્ચ પોલીસ અધિકારીથી માંડીને મુખ્ય પ્રધાનને સુપરત કર્યું છે.

મારા પતિ નિર્દોષ છે અને તેમને ફસાવવા માટે કાવતરું ઘડવામાં આવ્યું છે એમ જણાવીને પ્યુનની પત્નીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પતિને જ્યારથી પોલીસ લઈ ગઈ છે ત્યારથી ઘરના સભ્યો તેને મળવા માટે અહીંતહીં અનેક સરકારી ઑફિસના ઉંબરે એડી ઘસી આવ્યા છે. ૧૪ ઑગસ્ટે પોલીસે મારા પતિને કોર્ટમાં હાજર કર્યો ત્યારે મને તેની સાથે વાત કરવાની તક મળી. અમારા ઍડ્વોકેટ સમક્ષ તેણે કહ્યું હતું કે હું નિર્દોષ છું. મારી પોતાની ત્રણ વર્ષની દીકરી છે તો હું આવું કૃત્ય કેવી રીતે કરી શકું. મારી વિરુદ્ધ જે મહિલાએ ફરિયાદ કરી છે તેને સ્કૂલમાં ન્યુ ઍડ્મિશન સમયે પ્રિન્સિપાલના ઑર્ડર અનુસાર સ્કૂલનો દરવાજો દેખાડ્યો હતો ત્યારે આ મહિલાએ મને પાઠ ભણાવવાની ધમકી પણ આપી હતી.’

પ્યુનની પત્ની કહે છે, ‘પાંચમી ઑગસ્ટે હું કે મારો પતિ ઘરમાં હાજર નહોતાં ત્યારે રાતે ત્રણથી ચાર જણ મારા ઘરે આવ્યા. તેઓ સ્કૂલમાંથી આવ્યા છે એમ જણાવીને મારાં દાદીસાસુ પાસેથી મારા પતિનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસે દિંડોશી પોલીસે ફોન કરીને પતિની ધરપકડ કરી હોવાની જાણ કરી. હું મારા પિયરથી પાછી ફરી અને સીધી પોલીસ-સ્ટેશનમાં પહોંચી, પરંતુ મારા પતિ સાથે મને વાત કરવા ન દીધી. મહામુસીબતે તેની સાથે વાત થઈ અને તેણે કહ્યું કે અમને આઠ જણને પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા, એ સાતેયથી મને અલગ રાખવામાં આવ્યો અને અમારી સ્કૂલની નર્સરીની બાળકીએ મારી સામે આંગળી ચીંધી. મારા પતિએ અમારી દીકરી અને મારા સોગંદ ખાઈને આવું કોઈ કૃત્ય નથી કર્યું એવું રડીકકડીને કહ્યું. મોકો મળતાં પોતાને ખતમ કરી નાખશે એવા મારા પતિના શબ્દો સાંભળીને મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. મારી દીકરી તો આ બધાથી અજાણ છે અને ૧૬ ઑગસ્ટે તેના જન્મદિવસની ઉજવણી કરવા માટે મારા પતિએ કહ્યું ત્યારે મારી આંખ ભરાઈ આવી. જે સ્કૂલ માટે મારા પતિને આ ત્રાસ વેઠવો પડી રહ્યો છે અને આવા કપરા સમયમાં સ્કૂલેય અમારો હવે સાથ છોડ્યો છે. ફરિયાદ કરનાર મહિલા તેની બાળકીના ઍડ્મિશન માટે બે વખત સ્કૂલમાં આવી હતી. સ્કૂલના પ્રિન્સિપાલે આ મહિલાને દરવાજો દેખાડવાનો ઑર્ડર મારા પતિને આપ્યો અને મારા પતિએ ફરજ બજાવી ત્યારે આ મહિલાએ મારા પતિને પાઠ ભણાવવાની ધમકી આપી અને આખરે તેણે મારા પતિને ફસાવ્યો.’

હું વધુ ભણેલી નથી, મારી બુદ્ધિ અને જ્ઞાન સીમિત છે એમ જણાવીને તે કહે છે, ‘બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ દ્વારા પ્રાઇવેટ ડૉક્ટરના રિપોર્ટ નહીં, પરંતુ સરકારી હૉસ્પિટલના રિપોર્ટને પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે તો મારા પતિના કેસમાં શા માટે પ્રાઇવેટ હૉસ્પિટલના ડૉક્ટરનાં નિવેદન લેવામાં આવ્યાં? આ બાબત મારી સમજની બહાર છે. મારા પતિ પોલીસ-તપાસમાં મદદ કરી રહ્યા છે. તેમણે પોતાના નખ, વાળનો અને લોહીનો નમૂનો સામેથી આપ્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK