કામ પર લાગ્યાના બે-ત્રણ દિવસમાં ઘર ખંખેરી જતી બાઈ પકડાઈ ગઈ

વર્કિંગ ફૅમિલીને જ ટાર્ગેટ બનાવતી અને ત્યાં બેથી ત્રણ દિવસમાં જ હાથફેરો કરીને ફરાર થઈ જતી : તેની ધરપકડથી વીસથી વધુ કેસ ઉકેલાઈ ગયા

arrest

મમતા પડિયા

ગરીબ હોવાનો ડોળ કરીને તેમ જ બે દીકરાઓની જવાબદારી માથે છે એમ કહીને ઘરકામ મેળવી વીસથી વધુ ઘરોમાં દાગીના પર હાથફેરો કરી જનારી ભારતી ખાન નામની મહિલાને દિંડોશી પોલીસે ૨૬ જાન્યુઆરીએ ઝડપી લીધી છે. ૩૩ વર્ષની ભારતી ખાન સામે ૨૫ જાન્યુઆરીએ દિંડોશી પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે તેના ડેટાબેઝના આધારે તપાસ કરીને ૨૪ કલાકમાં તેને ઝડપી લીધી હતી. ભારતી માત્ર બેથી ત્રણ દિવસ ઘરકામ કરતી અને ઘરની તિજોરી તથા દાગીનાની માહિતી એકઠી કરીને લાગ મળતાં ચોરી કરીને નાસી જતી હતી. ભારતી મોટા ભાગે વર્કિંગ ફૅમિલીને જ ટાર્ગેટ કરતી હતી.

ગોરેગામની ગોકુલધામ સોસાયટીમાં એક મહિલાના ઘરે ભારતીએ ઘરકામ કરવાનું શરૂ કર્યું હતું. ત્રણ દિવસ બાદ આ પરિવારે તેમના ઘરમાંથી ૨૨,૮૫,૦૦૦ રૂપિયાના દાગીના અને કૅશ ૩૨,૦૦૦ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ દિંડોશી પોલીસ-સ્ટેશને નોંધાવી હતી. આ કેસની વિગતો આપતાં સિનિયર ઇન્સ્પેક્ટર રાજારામ વ્હણમાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતીએ માત્ર ત્રણ જ દિવસ ફરિયાદી મહિલાના ઘરમાં કામ કર્યું હતું. એક દિવસમાં જ તેણે ઘરની મહિલાનો વિશ્વાસ સંપાદન કરીને દાગીના રાખવાની જગ્યા જોઈ લીધી હતી. અમારી પાસે માત્ર આ મહિલાનું નામ હતું એના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.’

ફરિયાદી મહિલાએ ભારતીની પર્સનલ વિગતો, ફોટો અને ઍડ્રેસ જાણ્યા વિના તેને ઘરકામ પર રાખી લીધી હતી એમ જણાવીને આ કેસ ઉકેલનાર સબ-ઇન્સ્પેક્ટર નિત્યાનંદ ઉબાળેએ કહ્યું હતું કે ‘અમે પોલીસની વેબસાઇટ પર ભારતી નામ નાખ્યું હતું. એના પરથી જાણવા મYયું કે તાજેતરમાં ભારતી નામની ઘરકામ કરતી મહિલાએ ચેમ્બુરમાં ચોરી કરી હતી. ચેમ્બુર પોલીસ પાસેથી અમને તેનું સરનામું અને ફોટો મYયાં હતાં. આ ફોટો ફરિયાદી પાસે અમે વેરિફાય કરાવ્યો હતો. ચેમ્બુરમાં ભારતીના સરનામે અમે પહોંચ્યા ત્યારે જાણ થઈ કે તે ઘણા સમય પહેલાં મુલુંડ શિફ્ટ થઈ ગઈ છે. તેના જૂના પાડોશીઓએ આપેલી માહિતીના આધારે એક પછી એક કડી જોડતા ગયા અને આખરે મુલુંડ ચેકનાકા નજીક તેના ઘરેથી તેને ઝડપી લીધી હતી. અત્યાર સુધીમાં નાગપાડા, કોલાબા, નવઘર, માટુંગા, કફ પરેડ, વર્સોવા, શિવાજી પાર્ક, અંધેરી વગેરે પોલીસ-સ્ટેશનોમાં અનેક ગુના ભારતી સામે નોંધાયા છે. છેલ્લા ïથોડા સમયથી પોતાના ભોળા ચહેરાનો ઉપયોગ કરીને ઘરકામના બહાને ચોરી કરનારી ભારતી પહેલી વખત પોલીસના સકંજામાં સપડાઈ ગઈ હતી. તેની પાસેથી ૧૬ લાખ રૂપિયાના ચોરેલા દાગીના રિકવર કરવામાં આવ્યા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK