કેટરરે ૫૦૦ જણની રસોઈ બનાવ્યા પછી આપઘાત કરી લીધો

સમાજના કાર્યક્રમમાં જમણવારની જવાબદારી પાર પાડ્યા બાદ કાંદિવલીના મહેશ સોલંકીએ ઘરે જઈને ગળે ફાંસો કેમ ખાઈ લીધો એની જોકે ખબર નથી પડતી

mahesh


પ્રીતિ ખુમાણ ઠાકુર / અરવિંદ બોરીચા

કાંદિવલી (વેસ્ટ)માં ચારકોપમાં બે બાળકો અને પત્ની સાથે રહેતા તથા સમાજમાં સારું નામ ધરાવતા તથા સામાજિક પ્રવૃત્તિમાં હંમેશાં આગળ પડતો ભાગ ભજવતા ૪૨ વર્ષના મહેશ સોલંકીએ મંગળવારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવ ગુમાવ્યો હતો. કાંદિવલીમાં રહેતા મેઘવાળ સમાજના તેના ગ્રુપના સભ્યો અને પંચાયત દ્વારા મંગળવારે રામદેવ પીરનો અગિયારસ મહોત્સવ યોજાયો હતો. મહેશનો પોતાનો કેટરિંગનો બિઝનેસ હતો. આ મહોત્સવની તૈયારીરૂપે તેણે ૫૦૦ લોકોની રસોઈ પણ બનાવી હતી. મિત્રો સાથે મળીને બધી તૈયારી કર્યા બાદ અચાનક તે ઘરે જતો રહ્યો અને ગળે ફાંસો ખાઈ લીધો એવા સમાચાર મળતાં ગ્રુપના મિત્રો આઘાતમાં સરી પડ્યા હતા. મહોત્સવની તૈયારીઓ થઈ ગઈ હોવાથી એમાં આમંત્રિત લોકોને જમાડી લેવામાં આવ્યા હતા, પરંતુ રાસગરબા અને ડાયરાનો પ્રોગ્રામ કૅન્સલ કરવામાં આવ્યો હતો. બુધવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાની જાણ થતાં તેના અમુક મિત્રોની તબિયત બગડી હતી.

આ ઘટના વિશે માહિતી આપતાં ચારકોપમાં રહેતા તેના ગ્રુપના એક મિત્રે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘છેલ્લા ઘણા સમયથી અમે બધા મળીને અગિયારસના કાર્યક્રમની તૈયારી કરતા હતા. રામદેવ પીર અગિયારસ મહોત્સવ અમે મોટા પાયે યોજ્યો હતો અને વિવિધ વિસ્તારો તેમ જ મુંબઈથી સમાજના અગ્રણીઓને પણ આમંત્રણ આપ્યું હતું. અમારું ગ્રુપ અને પંચાયતના સભ્યો બધા કાર્યક્રમની તૈયારીમાં લાગી પડ્યા હતા. મહેશ કેટરિંગનું કામ કરતો હોવાથી જમણવારની જવાબદારી તેના પર હતી અને અમે બધા તેને મદદ કરતા હતા. કાર્યક્રમનાં બધાં કામ અમે ડિવાઇડ કરી નાખ્યાં હતાં. મહેશના ઘરની સામે આવેલા શ્યામ સદન ભવન હૉલમાં કાર્યક્રમ રાખ્યો હતો. મંગળવારે અમે બધા ભેગા મળીને તૈયારી કરતા હતા. મહેશ બધાની સાથે હૉલમાં જમ્યો અને બપોર સુધીમાં મોટા ભાગની બધી રસોઈ તૈયાર પણ કરી લીધી હતી, ફક્ત સ્વીટ ડિશ બનાવવાની બાકી હતી. તૈયારી કરવા દરમ્યાન તે બધાની સાથે મજાક-મસ્તી પણ કરતો હતો અને આમ અમે બધા ધમાલ કરતા હતા.’

અચાનક જ ક્યારેય ન વિચાર્યું હોય એવા સમાચાર મળ્યા એમ કહેતાં એ મિત્રે કહ્યું કે ‘તૈયારીઓ ચાલી રહી હતી અને મહેશ અચાનક જતો રહ્યો હતો. ખબર નહીં, તેને કોઈનો ફોન આવ્યો હતો કે બીજું કશુંક થયું. અમે તો તેની રાહ જોઈ રહ્યા હતા અને કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત હતા. એવામાં અચાનક સાંજે સાડાપાંચ વાગ્યે અમને જાણવા મળ્યું કે મહેશે ઘરે સુસાઇડ કરી લીધું છે. મહેશના ઘરે પત્ની અને બાળકો હતાં. તેણે બેડરૂમમાં જઈને ગળે ફાંસો ખાધો હતો એવું અમને જાણવા મળ્યું હતું. અચાનક મળેલા આવા માઠા સમાચારથી અમે એટલા આઘાતમાં મુકાઈ ગયા કે અમારા અમુક મિત્રોની તો તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી. એક બાજુ કાર્યક્રમ સાચવવાનો અને એક બાજુ આ ઘટનાનો આઘાત. ૫૦૦થી વધુ લોકોનું જમવાનું તૈયાર થઈ ગયું હોવાથી અને કાર્યક્રમની જ્યોત પણ પ્રગટાવી દેવાઈ હોવાથી કાર્યક્રમ શરૂ થયો, પણ રાસગરબા કે ડાયરો જેવા બધા કાર્યક્રમ કૅન્સલ કર્યા હતા. આવેલા લોકોને ફટાફટ જમાડી લઈને કાર્યક્રમ આટોપી લેવામાં આવ્યો હતો. અમારા ગ્રુપના થોડા સભ્યો ઘટનાસ્થળે હાજર હતા, તો અમુક  લોકો કાર્યક્રમ સાચવી રહ્યા હતા. પરિસ્થિતિ એવી હતી જાણે અમારી પરીક્ષા લેવાઈ રહી હોય.’

મહેશને એક દીકરી અને એક દીકરો છે, એમાંથી એક દસમામાં અને એક સાતમા ધોરણમાં ભણે છે. મહેશનાં મમ્મી મૃત્યુ પામ્યાં છે અને પપ્પા પ્રભાદેવીમાં રહે છે. મહેશ પપ્પાનું પણ ખૂબ ધ્યાન રાખતો હતો.

મહેશ સોલંકીના પરિવાર સાથે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી, પણ એ શક્ય નહોતી બની.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK