મલાડના કચ્છી જૈન પરિવારનો એકનો એક દીકરો છોડશે સંસાર

દેશ-વિદેશની અનેક ટૂર પર જનાર અને મીઠીબાઈ કૉલેજમાં અભ્યાસ કરનાર ક્રિશ ગાલા ૧૮ નવેમ્બરે દીક્ષા ગ્રહણ કરશે



ઉત્સાહિત પરિવાર : મમ્મી-પપ્પા અને બહેન સાથે ક્રિશ.


જયેશ શાહ


જે યુવાન તેના પેરન્ટ્સનો એકમાત્ર લાડકો દીકરો હોય, દેશ-વિદેશની ટૂર પર અનેક વાર જઈ આવ્યો હોય, હાઇ-ફાઇ સ્કૂલ અને કૉલેજનો સ્ટુડન્ટ રહ્યો હોય તે દીક્ષા ગ્રહણ કરે?

હા, એવું બની શકે છે. મલાડ (ઈસ્ટ)ના કુરાર વિલેજમાં રહેતા નરેન્દ્ર દામજી ગાલા પરિવારનો એકમાત્ર દીકરો ક્રિશ ૧૮ નવેમ્બરે મુંબઈમાં દીક્ષા અંગીકાર કરશે.

દીક્ષાનો ભાવ કેવી રીતે જાગ્યો?


કાંદિવલીની ઠાકુર વિદ્યામંદિરની ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં શિક્ષણ લીધા બાદ મીઠીબાઈ કૉલેજમાં બારમા ધોરણ સુધી અભ્યાસ કરનાર ૨૦ વર્ષનો ક્રિશ ગાલા નાનપણથી સ્કૂલની તમામ કૉમ્પિટિશનમાં પહેલો નંબર લાવતો હતો.

વસઈમાં વાસણની ફૅક્ટરી ધરાવતા ૪૦ વર્ષના નરેન્દ્ર ગાલાએ તેમના પુત્ર ક્રિશને કઈ રીતે સંયમનો ભાવ જાગ્યો એ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી સાત પેઢીમાં કોઈએ દીક્ષા લીધી નથી. મારા પિતા દામજી ગાલાના પરિવારમાં અમે ત્રણ ભાઈ અને ચાર બહેનો છીએ. મારી એક દીકરી હસ્તી હાલમાં અભ્યાસ કરી રહી છે. ક્રિશ ૧૦ વર્ષની વયે શહેરની તમામ સ્કૂલોની એક કૉમ્પિટિશનમાં પ્રિન્સનો ખિતાબ જીત્યો હતો. નાનપણથી ધાર્મિક સ્વભાવના ક્રિશે પાલિતાણાની કઠિન ૯૯ યાત્રા ૧૧ વર્ષની વયે કરી હતી. અમારા ગુરુમહારાજ આચાર્ય તીર્થભદ્રસૂરીશ્વરજી કચ્છમાં અમારા વતન ધાણીથર ગામમાં ચાતુર્માસ કરવા આવ્યા ત્યારે ક્રિશ ૧૨ વર્ષનો હતો અને તેણે અઠ્ઠાઈનું તપ કર્યું હતું. એ સમયે તે વંદન કરવા ગયો હતો. સ્વાભાવિક રીતે તેણે ગુરુદેવને પૂછ્યું કે મુંબઈ ક્યારે પધારશો? ગુરુદેવે કહ્યું કે જ્યારે તું દીક્ષા અંગીકાર કરે ત્યારે. ખરેખર ગુરુદેવ માટુંગામાં પધાર્યા ત્યારે ક્રિશ અગિયારમા ધોરણમાં હતો. તે બારમા ધોરણમાં હતો ત્યારે સાંતાકુઝમાં આચાર્ય તીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજનો ચાતુર્માસ હતો. એ દરમ્યાન ક્રિશ તેમની નજીક આવ્યો અને ત્યાર બાદ તેણે અભ્યાસ છોડીને છેલ્લાં ત્રણ વર્ષથી ગુરુદેવની સાથે વિહાર કરીને જૈન ધર્મના ૩૦૦૦ જેટલા અઘરા શ્લોકો કંઠસ્થ કર્યા અને દીક્ષા લેવાનું નક્કી થયું.’

krish gala


મમ્મીનું શું કહેવું છે?


ક્રિશની મમ્મી પ્રીતિએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘છેલ્લાં ત્રણ વર્ષથી સતત મહારાજસાહેબની સાથે કઠિન પરીક્ષાઓ આપ્યા પછી અને દીક્ષાજીવન જીવવાની તાલીમ લીધા બાદ તેમ જ તમામ કસોટીઓ પાર કર્યા બાદ અમે ગુરુદેવને વિનંતી કરી કે ક્રિશ દીક્ષા લે એ માટે અમે તૈયાર છીએ, આપ આજ્ઞા આપો. દરેક પેરન્ટ્સને તેનાં દીકરા-દીકરીની ચૉઇસ અને ખ્વાહિશ પૂરી કરવાની તમન્ના હોય છે. ક્રિશની ઇચ્છા પૂરી કરવા માટે અમે હા પાડી. અમે તેની જિંદગી જીવવાની રીતમાં અમારા સ્વાર્થ માટે કઈ રીતે દખલ દઈ શકીએ? મારે એક નાની દીકરી છે અને આજના યુગમાં દીકરી દીકરા સમાન જ છે. ક્રિશની દીક્ષા-અંગીકારનો પ્રસંગ મલાડ (વેસ્ટ)માં ૧૮ નવેમ્બરે યોજાશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK