બોરીવલીની ૨૧ વર્ષની ગુજરાતી યુવતી આધાર અને પૅન કાર્ડ લઈને ગુમ

મામાને ત્યાં રહેવા જાઉં છું એમ કહીને ૧૯ એપ્રિલે ઘરેથી ગઈ હતી


karishma chavda


બોરીવલી (ઈસ્ટ)ના દેવીપાડા હાઇવે સામેના રાયડુંગરી વિસ્તારમાં રાણા વીશા રબારી ચાલમાં રહેતી ૨૧ વર્ષની કરિશ્મા ચાવડા મામાના ઘરે બે-ત્રણ દિવસ રહેવા જાઉં છું એમ કહીને ૧૯ એપ્રિલે ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થઈ ગઈ છે. યુવતીના પરિવારજનોએ શુક્રવારે કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનમાં તે ગુમાઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

આટલા દિવસો વીતી ગયા છતાં કરિશ્માની ભાળ ન મળતાં ટેન્શનમાં મુકાઈ ગયેલા તેના બનેવી નીતિન સોઢાગરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી સાળી કરિશ્મા ચાવડા એક જોડી કપડાં, પૅન કાર્ડ તથા આધાર કાર્ડ લઈને ગયા બુધવારે બપોરે ૩ વાગ્યે બોરીવલી (ઈસ્ટ)માં રહેતા તેના મામાના ઘરે રહેવા જાઉં છું કહીને નીકળી હતી. કરિશ્મા નાનપણથી જ મામાના ઘરે મોટી થઈ હતી. મારા સસરા ગિરીશ ચાવડાને ત્રણ દીકરી અને એક દીકરો છે. બુધવારે મારી પત્ની પ્રિયંકાએ કરિશ્માને કોઈક કામસર મોબાઇલ કર્યો ત્યારે તેનો ફોન સ્વિચ્ડ-ઑફ આવતો હતો. ગુરુવારે પ્રિયંકાએ મામાની દીકરીને ફોન કરીને પૂછ્યું કે કરિશ્મા તમારા ઘરે આવી છે? કરિશ્માનો ફોન બંધ આવે છે. ત્યારે જાણવા મળ્યું હતું કે કરિશ્મા મામાના ઘરે રહેવા ગઈ જ નહોતી. એથી અમે તેના મિત્રવતુર્ળ અને અન્ય સગાંસંબંધીઓને ત્યાં શોધખોળ કરી જોઈ, પરંતુ કરિશ્માના કોઈ સગડ ન મળતાં અમે શુક્રવારે કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનમાં તે મિસિંગ હોવાની ફરિયાદ નોંધાવી હતી.’

કોઈને કરિશ્મા ચાવડા વિશે માહિતી મળે તો આસપાસના પોલીસ-સ્ટેશનમાં અથવા ગિરીશ ચાવડા ૯૬૯૯૬ ૮૪૬૫૫ અથવા નીતિન સોઢાગરનો ૯૯૨૦૬ ૦૪૦૫૫ નંબર પર સંપર્ક કરવો.

બોરીવલીના સિનિયર સિટિઝન આંટો મારવા નીકળ્યા અને ગુમ થઈ ગયા

બોરીવલી (વેસ્ટ)માં એક્સર રોડ પર શાંતિધામ આશ્રમ પાસે શાંતિધામ કો-ઑપરેટિવ સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહેતા ૬૦ વર્ષના દીપક શાહ ૨૦ એપ્રિલથી લાપતા છે. તેઓ એપિલેપ્સી (ફિટ) નામની બીમારીનો ભોગ બન્યા છે એટલે તેમને કંઈ જ યાદ ન રહેતાં ફૅમિલીવાળા ટેન્શનમાં મુકાઈ ગયા છે અને દિવસ-રાત એક કરીને તેમને શોધી રહ્યા છે, પરંતુ હજી સુધી તેમની કોઈ ભાળ મળી નથી. પરિવારજનોએ આ વિશે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી છે.

પરિવારજનો શું કહે છે?

મૂળ જુનાગઢના વૈષ્ણવ વણિક દીપક શાહના ૩૨ વર્ષના ભત્રીજા સચિન શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારા કાકા ૨૦ એપ્રિલે ઘરેથી ફરવા માટે નીકળ્યા બાદ અચાનક લાપતા થઈ ગયા છે. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મારા પપ્પા કીર્તિભાઈને અકસ્માત થયો હોવાથી તેમના ખબર પૂછવા સગાંસંબધીઓ આવી રહ્યાં હતાં એ સમયે સાંજે પાંચ વાગ્યે તેઓ ઘરેથી નીકળ્યા હતા. તેઓ નજીકમાં ઘણી વખત આંટો મારવા જાય છે. તેમની પાસે મોબાઇલ નથી કે તેમના ખિસ્સામાં પૈસા પણ નથી. તેમને સ્મરણની તકલીફ હોવાને કારણે ઘરનું ઍડ્રેસ પણ યાદ નથી રહેતું. અનેક વાર તેઓ પોતાનું નામ પણ ભૂલી જાય છે. છેલ્લા ચાર દિવસથી સતત તેમને શોધવાના દરેક પ્રકારના પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. વહેલી તકે મારા કાકા સહીસલામત અમને પાછા મળી જાય એ જ ભગવાનને પ્રાર્થના છે.’

પોલીસનું શું કહેવું છે?


આ બાબતે બોરીવલી પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે જાહેર જગ્યાઓ પર દીપક શાહ મિસિંગ છે એનાં પોસ્ટરો લગાડ્યાં છે તથા રેલવે-સ્ટેશન અને અન્ય પોલીસ-સ્ટેશન જેવી જગ્યાએ તેમના ફોટો સાથે મિસિંગની બધી જ ઇન્ફર્મેશન આપી દીધી છે.’

ક્યાં સંપર્ક કરશો?


દીપક શાહે મેંદી-ગ્રીન કલરનું હાફ બાંયનું ટી-શર્ટ તથા બ્રાઉન-બ્લૅક કલરનું ટ્રાઉઝર્સ પહેર્યા છે. કોઈને આ સિનિયર સિટિઝન દેખાય તો આસપાસના પોલીસ-સ્ટેશનનો અથવા સચિન શાહનો ૯૮૧૯૦ ૦૨૧૦૩ અથવા ૯૮૨૦૧ ૮૪૫૩૨ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK