કાંદિવલીમાં સ્કૂલે પચાવી પાડેલા મેદાનને પબ્લિક માટે ખુલ્લું મુકાયું

લોકાયુક્તે સવારે ૬થી સાંજે ૭ સુધી ગ્રાઉન્ડ લોકો માટે ખોલવાનો આદેશ આપ્યો

school


શૈલેશ ભાટિયા

મુંબઈમાં ખુલ્લી જગ્યાઓ અને મેદાનો દુર્લભ છે. આવી પરિસ્થિતિમાં એક ઉત્સાહજનક સમાચાર આવ્યા છે. કાંદિવલી (વેસ્ટ)માં ચારકોપના સેક્ટર આઠમાં આવેલી અક્ષરા સ્કૂલને લગભગ ૩૦૦૦ ચોરસફુટ જેટલા રમતગમતના મેદાનને ગેરકાયદે રીતે પચાવી પાડવા લોકાયુક્તે ફટકાર લગાવી છે. આ મેદાન સ્થાનિક રહેવાસીઓ માટે છે, પરંતુ ૨૦૦૮માં જ્યારથી સ્કૂલ બાંધવામાં આવી ત્યારથી સ્થાનિક લોકોને તેમના હકથી વંચિત રાખવામાં આવ્યા હતા.

જસ્ટિસ એમ. એલ. તાહિલિયાણીના આદેશનો અમલ કરતાં મ્હાડાની ટીમે સ્થાનિક પોલીસની મદદથી ગઈ કાલે બપોરે સ્કૂલના પરિસરમાં પ્રવેશ કર્યો હતો અને નોટિસ-બોર્ડ મૂક્યું હતું કે સ્કૂલની ખાનગી મિલકત તરીકે વપરાતું આ મેદાન હવે સામાન્ય નાગરિકો માટે ખુલ્લું છે.

જસ્ટિસ એમ. એલ. તાહિલિયાણીએ તેમના ત્રણ પાનાંના ટૂંકા અને સ્પષ્ટ આદેશમાં કહ્યું  છે કે (આદેશની નકલ ‘મિડ-ડે’ પાસે છે) લોકાયુક્તે મ્હાડા, અને મેદાનના વાસ્તવિક માલિકોને તેમનો પક્ષ રજૂ કરવા નોટિસ આપી હતી, જેના જવાબમાં મ્હાડાએ કબૂલ કર્યું હતું કે તેમના લીઝ ઍગ્રીમેન્ટમાં સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે કે રમતગમતનું આ મેદાન આજુબાજુના વિસ્તારમાં રહેતાં બાળકો અને જાહેર જનતા માટે ખુલ્લું છે.

મ્હાડાએ હવે પગલાં લેવાની શરૂઆત કરી છે અને સ્કૂલનું સંચાલન કરતી વિદ્યા શિક્ષણ પ્રસારક મંડળ-નાગપુરને નોટિસ મોકલી છે. આ ટ્રસ્ટ ભૂતપૂર્વ પ્રધાન રણજિત દેશમુખ ચલાવે છે. નોટિસમાં ટ્રસ્ટને ચેતવણી આપવામાં આવી છે કે જો કરારની શરતોનો ભંગ થયો તો એ મુજબ યોગ્ય પગલાં લેવામાં આવશે.

ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં લઈ લોકાયુક્તે નિર્દેશ આપ્યો છે કે સંબંધિત રમતગમતનું મેદાન સ્થાનિક રહેવાસીઓ માટે સવારે છ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું રાખવું. નોટિસમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ મ્હાડાના અધિકારીઓને મેદાનના ગેટ ખોલતાં રોકશે તો તેમની સામે સરકારી કર્મચારીઓ સામે બળપ્રયોગ કરવાનો ફોજદારી કેસ નોંધવામાં આવશે.

આ આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મ્હાડા તમામ જરૂરી પગલાં જેવાં કે પ્રેસ-રિલીઝ, દેખી શકાય એવાં સ્થળોએ નોટિસ મૂકી સ્પષ્ટ કરે કે બાળકો કોઈ પણ પ્રકારના ભય વગર મેદાનમાં રમી શકે છે.

સ્કૂલ-મૅનેજમેન્ટ શું કહે છે?

મિડ-ડેએ સ્કૂલના સત્તાવાળાઓને તેમનો પક્ષ જાણવા સંપર્ક કરતાં માહિતી મળી હતી કે સ્કૂલના પ્રિન્સિપાલ વિદેશ ગયા છે અને એથી સ્કૂલના વકીલ વિવેક શુક્લનો ફોનનંબર આપવામાં આવ્યો હતો. વકીલે દાવો કર્યો હતો કે ‘મેદાન પાછું માગવાનો મ્હાડાનો પ્રયાસ સંપૂર્ણ રીતે ગેરકાયદે છે અને મેદાનમાં પ્રવેશ કરવાની બાબતને ગેરકાયદે બળજબરીપૂર્વક પ્રવેશ ગણવામાં આવશે. અમારી પાસે હાઈ કોર્ટનો સ્ટે ઑર્ડર છે અને કેસ ચાલી રહ્યો છે. અમને આ વિશે કોઈ આગોતરી નોટિસ આપવામાં નથી આવી અથવા લોકાયુક્તની સુનાવણીમાં હાજર રહેવાની તક આપવામાં નથી આવી. અમારી પાસે તમામ જરૂરી મંજૂરીઓ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK