ઝંડા ઊંચા રહે હમારા આને જ કહેવાય

કાંદિવલીની ધીરજ પ્રેસિડન્સી સોસાયટીની મહિલા કમિટીએ ગઈ કાલે પોતાની સોસાયટીમાં કચરો ઉપાડવાનું અને અન્ય કામ કરતા લોકો પાસે ધ્વજારોહણ કરાવ્યું ત્યારે તેમની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી

cele2



રુચિતા શાહ

ઘણી વાર નાનકડી કદર પણ સામેવાળી વ્યક્તિના હૃદયને ભીંજવી દેતી હોય છે. કાંદિવલી (વેસ્ટ)માં આવેલી ધીરજ પ્રેસિડન્સી સોસાયટીની મહિલા સમિતિએ ગઈ કાલે રાષ્ટ્રધ્વજ સાથે પોતાની સોસાયટીના કર્મચારીઓને પણ અનોખી રીતે સન્માન આપીને અનોખી મિસાલ કાયમ કરી છે. સોસાયટીમાં કચરો ઉપાડવાનું કામ કરતા ચાર કર્મચારીઓ અને સોસાયટીનાં અન્ય કામ કરતા બે કર્મચારીઓ પાસે આ મહિલાઓએ ધ્વજારોહણ કરાવ્યું હતું. લગભગ અઢીસો ફ્લૅટ ધરાવતી આ સોસાયટીમાં સ્વતંત્રતાદિવસનું સેલિબ્રેશન મહિલા સમિતિ દ્વારા કરવામાં આવે છે. બાળકો માટે નાનકડી-આર્ટ-કૉમ્પિટિશન સાથે પોતાની સોસાયટી સાથે વષોર્થી સંકળાયેલા કર્મચારીઓને સન્માન આપીને તેમણે આ દિવસ સેલિબ્રેટ કર્યો હતો.

cele1



મહિલા સમિતિનાં સદસ્ય પ્રાચી મડિયા કહે છે, ‘સોસાયટીના દરેકેદરેક પ્રોગ્રામમાં આ છ લોકો હંમેશાં તમામ મદદ કરવા માટે તૈયાર હોય છે. અમે જ્યારે તેમને કહ્યું કે તમે આવીને ધ્વજારોહણ કરો તો ખરેખર તેઓ એકદમ ઇમોશનલ થઈ ગયા હતા અને અમારા બધાની આંખોમાં પણ પાણી આવી ગયાં હતાં. ત્યાં પણ અમે કહ્યું હતું કે જેમના વગર આપણો દિવસ જ નથી ઊગતો અને સોસાયટીને ક્લીન રાખવાથી લઈને તમામ કાર્યક્રમોમાં પહેલેથી છેલ્લે સુધી એ લોકો જ હેલ્પ કરે છે એટલે તેમને આ સન્માન મળવું જ જોઈએ. તેઓ જે એક્સ્ટ્રા કામ કરે છે એમાં વધારાના કોઈ પગારની અપેક્ષા નથી રાખતા, પણ સોસાયટીને પોતાની ગણીને કરે છે. અમારા માટે પણ તેઓ ખૂબ મહkવના છે એ દર્શાવવા માટે આ રીત અમે અપનાવી અને ખરેખર અમને ખૂબ આનંદ થયો. આ વર્ષે સ્વતંત્રતાદિવસ સાથે અમે સન્માનદિવસ પણ સેલિબ્રેટ કરી લીધો.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK