જોગેશ્વરી સ્ટેશન પાસેનો ફાટક આવતી કાલથી બંધ

ગયા વખતની જેમ લોકો તોડફોડ અને હંગામો ન મચાવે એની ચિંતામાં રેલવે-સ્ટેશનના અધિકારીઓ ટેન્શનમાં

jogeshwar track


પ્રીતિ ખુમાણ ઠાકુર

વેસ્ટર્ન રેલવેના અંધેરી અને જોગેશ્વરી વચ્ચેનો રેલવેફાટક ૧૫ ઑક્ટોબરથી કાયમી રીતે બંધ કરવાનો નિર્ણય રેલવેએ લીધો છે. જોકે આ નિર્ણયને કારણે જોગેશ્વરીના રેલવેના અધિકારીઓ ટેન્શનમાં છે. મહિનાઓ પહેલાં આ ક્રૉસિંગ બંધ કરવામાં આવતાં લોકોએ ભારે હંગામો મચાવીને તોડફોડ કરી હતી એથી આ વખતે પણ પ્રવાસીઓની ભીડ વધતાં લોકો હંગામો ન કરે એની ચિંતા તેમને સતાવી રહી છે. એથી આ વખતે રેલવેફાટક બંધ કરતાં પહેલાં રેલવેના અધિકારીઓ પ્રવાસીઓને અગાઉથી જ જાણ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

જોગેશ્વરી રેલવે-સ્ટેશનથી ઈસ્ટ-વેસ્ટ જવા માટે લોકો રેલવેના પાટા ક્રૉસ કરીને જાય છે. અમુક લોકો તો સાઇકલ કે ટૂ-વ્હીલર પર બેસીને પાટા ક્રૉસ કરે છે. અગાઉ રેલવેએ ઘણી વખત લોકોને પાટા ક્રૉસ ન કરવાની અપીલ કરી હતી પણ એનો કોઈ અર્થ સરતો નથી. રેલવેએ પાટા ક્રૉસ કરનારાઓએ દંડ ભરવો પડશે એવાં બૅનર્સ પણ લગાવ્યાં હતાં છતાં કોઈ ફરક પડતો નહોતો. રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોને ઘણી વખત પાટા પાસે ઊભા રાખવામાં આવ્યા હતા છતાં લોકોનું ક્રૉસિંગ કરવાનું બંધ થયું નહોતું. આ ક્રૉસિંગને કારણે ઘણી વખત લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. રેલવેના અધિકારીઓએ ઘણી વખત રેલવેફાટક બંધ કરવાના પ્રયાસ કરી જોયા પણ એમાં તેમને નિષ્ફળતા મળી. લગભગ નવેક મહિના પહેલાં આ રેલવેફાટક રાતે અચાનક બંધ કરી દેવામાં આવ્યો એને કારણે રેલવે-બ્રિજ પર ગિરદી થઈ જવાથી પ્રવાસીઓની હાલત કફોડી બની હતી. એમાં મહિલાઓની છેડતી, પર્સની ચોરી, મોબાઇલની ચોરી જેવા બનાવો બન્યા હતા. એ બધાથી ત્રાહિમામ્ લોકોએ હંગામો મચાવીને તોડફોડ કરી હતી એથી રેલવેએ આખરે એ રેલવેફાટક ફરી ખોલી નાખ્યો હતો અને થોડા દિવસ સુધી રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોને ત્યાં ઊભા રાખ્યા હતા જેઓ ટ્રેનોની અવરજવર દરમ્યાન લોકોને અલર્ટ કરતા હતા.

આ વિશે સંપૂર્ણ માહિતી આપતાં જોગેશ્વરીના સ્ટેશન-સુપરિન્ટેન્ડન્ટ આર. કે. પ્રસાદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટા ભાગના લોકો ઈસ્ટ-વેસ્ટમાં જવા માટે આ રેલવેફાટકનો જ ઉપયોગ કરે છે. ગમે એટલા પ્રયાસ કરીએ પણ એ બંધ કરી શકાતો નહોતો. વચ્ચે એ બંધ કરવામાં આવ્યો ત્યારે લોકોએ ધમાલ મચાવીને તોડફોડ કરી હતી. આ ફાટકને લીધે રેલવેને ઘણી મુશ્કેલી પડે છે અને લોકોના જીવ જાય એ અલગ. એથી હવે ૧૫ ઑગસ્ટથી એ રેલવેફાટક કાયમી રીતે બંધ કરવામાં આવશે. લોકો ઈસ્ટ-વેસ્ટ જવા માટે બ્રિજનો ઉપયોગ કરી શકે છે અને કોઈ સમસ્યા હોય તો અમને આવીને મળી શકે છે. અચાનક ફાટક બંધ કરવા કરતાં અમે ફાટક પર બૅનર લગાડવાનું અને થોડા સમયના અંતરે સ્ટેશન પર એ વિશે અનાઉન્સમેન્ટ કરવાનું વિચારી રહ્યા છીએ. લોકો ફરી પાછા કોઈ પ્રૉબ્લેમ ન ઊભા કરે તો સારું. રેલવે જેકંઈ કરી રહી છે એ લોકોના હિત માટે જ કરી રહી છે એથી લોકોએ સમજવું જરૂરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK