ઍમ્બ્યુલન્સ માત્ર 25 ડગલાં દૂર હોવા છતાં સિનિયર સિટિઝન ૨૦ મિનિટ સુધી ફુટઓવર બ્રિજ પર તરફડતા રહ્યા

RPFના જવાનો જમવાનું છોડીને આવ્યા મદદે

ambulance


કટોકટીના સમયે કોઈ પ્રવાસીને તાત્કાલિક હૉસ્પિટલમાં પહોંચાડી શકાય એ માટે રેલવે-સ્ટેશનના પરિસરમાં ઍમ્બ્યુલન્સ રાખવાનો આદેશ મુંબઈ હાઈ કોર્ટે આપ્યો છે અને ઘણા કિસ્સામાં આ ઍમ્બ્યુલન્સ ઉપયોગી પણ સાબિત થાય છે, પરંતુ જો તમે એમ માનતા હો કે દરેક વખતે આ ઍમ્બ્યુલન્સ ઉપયોગમાં આવી શકે છે તો તમે ખોટું ધારી રહ્યા છો.

ગઈ કાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ જોગેશ્વરી સ્ટેશનમાં ઈસ્ટ બાજુએ આવેલો ફુટઓવર બ્રિજ ચડતી વખતે ૬૫ વર્ષના ડોનાલ્ડ ડિસોઝાને અચાનક ચક્કર આવવા માંડ્યાં હતાં. તેમને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને તેઓ ફુટઓવર બ્રિજ પર જ ઢળી પડ્યા હતા.

જોકે તેઓ ભાનમાં હતા અને પોતાને હૉસ્પિટલમાં લઈ જવામાં આવે એવું કહી રહ્યા હતા. સ્ટેશનના પરિસરમાં આવેલી ઍમ્બ્યુલન્સ પણ લગભગ ફુટઓવર બ્રિજનાં પગથિયાં ઊતરીને પચીસ ડગલે જ હતી અને બ્રિજ પરથી સ્પષ્ટ દેખાતી હોવાથી ઘટનાસ્થળે હાજર અન્ય પ્રવાસીઓ અને ‘મિડ-ડે’નો પ્રતિનિધિ ઍમ્બ્યુલન્સ પાસે ડૉક્ટરને જાણ કરવા ધસી ગયા હતા. જોકે ઍમ્બ્યુલન્સમાં કોઈ હાજર જ નહોતું અને એનો દરવાજો પણ બંધ હતો. ત્યાર બાદ રેલવે પ્રોટેક્શન ર્ફોસ (RPF)ને ફોન કરીને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને ઍમ્બ્યુલન્સના ડૉક્ટરને શોધવાનું પણ મદદે આવેલા લોકોએ શરૂ કર્યું હતું. એ વખતે ડોનલ્ડ ડિસોઝાના પુત્ર પણ તેમની પાસે હતા અને તેમનું ધ્યાન રાખી રહ્યા હતા. આશરે વીસ મિનિટ બાદ ડૉક્ટર રેલવે-ક્રૉસિંગ નજીક હોવાનું જાણવા મળતાં ત્યાં જઈ તેમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ પાંચ-છ લોકો તેમને શોધતા આવ્યા હોવા છતાં તે ‘શું ઇમર્જન્સી છે? અમને તો ૧૦૮ પરથી આ બાબતે ફોન નથી આવ્યો. હું કન્ફર્મ કરી લઉં પહેલાં’ એવી દલીલો કરીને સમય બગાડી રહ્યો હતો. બીજી બાજુ ડોનાલ્ડ ડિસોઝાની તબિયત લથડી રહી હતી. જોકે આ જ સમયે RPFને તાકીદનો સંદેશો પહોંચાડવામાં સફળતા મળી હોવાથી તેઓ સમયસર આવી પહોંચ્યા હતા અને ડોનલ્ડ ડિસોઝાને ઍમ્બ્યુલન્સમાં બેસાડીને હૉસ્પિટલમાં લઈ ગયા હતા.

donald Desouza


ડૉક્ટર ડોનાલ્ડ ડિસોઝાને ચકાસવાની આનાકાની કરી રહ્યો હતો એટલામાં જ RPFના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક ડિસોઝાને ઍમ્બ્યુલન્સમાં નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. RPF વાળા જમી રહ્યા હતા ત્યારે તેમને કટોકટીનો સંદેશ મળ્યો હતો અને તેઓ પોતાની ફરજ બજાવવા માટે હાથ ધોવા પણ રોકાયા નહોતા અને માનવતાનો પરિચય આપ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK