જોગેશ્વરી સ્ટેશન પાસેનું ફાટક ૨૪ કલાકમાં જ ખોલવાની ફરજ પડી

સ્થાનિક લોકોના વિરોધને પગલે વેસ્ટર્ન રેલવેએ કરી બીજી વખત પીછેહઠ


જોગેશ્વરી રેલવે-સ્ટેશન પાસેનું ફાટક ૨૪ કલાકમાં જ સ્થાનિક લોકોના વિરોધને પગલે ખોલી નાખવાની રેલવેને ગઈ કાલે ફરજ પડી હતી.

આ ફાટકને રવિવાર સવારથી બંધ કરી દેવામાં આવ્યું હતું. એ સામે કોઈ વાંધો ન ઉઠાવે એ માટે આ ફાટકના ઈસ્ટ અને વેસ્ટ છેડે તેમ જ પ્લૅટફૉર્મ સહિત વિવિધ પૉઇન્ટ પર પોલીસનો પાકો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે ગઈ કાલ સવારથી જ પીક અવર્સ દરમ્યાન મુસાફરોની હકડેઠઠ ગિરદી થઈ ગઈ હતી અને એક તબક્કે પોલીસને બંદોબસ્ત જાળવવામાં મુશ્કેલી પડી હતી. અમુક સ્થાનિક લોકોએ આ વાતનો ફાયદો ઉઠાવીને સ્ટેશન-મૅનેજરનો ઘેરાવ કરીને ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ફાટક ખોલી નાખવાની ચીમકી આપી હતી. એને પગલે વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે-મૅનેજર (DRM) મુકુલ જૈને ફાટક ખોલી નાખવા આદેશ આપવો પડ્યો હતો.

શા માટે ફાટક ખોલવું પડ્યું?

જોગેશ્વરી સ્ટેશનના સ્ટેશન-મૅનેજર આર. કે. પ્રસાદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘DRMના આદેશને પગલે રવિવારે સવારથી ફાટક બંધ કરવામાં આવ્યું હતું. જોકે ગઈ કાલે સવારથી જ પીક અવર્સમાં મુસાફરો એકસાથે મોટા પ્રમાણમાં એકઠા થઈ ગયા હતા. મુસાફરોને અવરજવર કરવા માટે બે જ ફુટઓવર બ્રિજ છે. બંધ કરાયેલા ફાટક સાઇડ વધુ અવરજવર રહે છે અને આ બ્રિજ એકદમ સાંકડો છે એટલે ચડવા-ઊતરવા માટે મુસાફરોની લાંબી લાઇનો લાગી ગઈ હતી. એમાં મહિલાઓ અને સિનિયર સિટિઝનોની હાલત કફોડી બની ગઈ હતી. સવારે નવ વાગ્યે DRM મુકુલ જૈન સહિતનો કાફલો અહીં આવ્યો હતો અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આસપાસના સ્થાનિક લોકોએ બપોરે ૧૨ વાગ્યા પહેલાં ફાટક ખોલી નાખવાની ચીમકી આપી હતી. બાદમાં ફાટક ખોલી નાખવાનો નિર્ણય લેવો પડ્યો હતો અને બન્ને બાજુનાં ફાટક તાત્કાલિક અસરથી ખોલી નાખવામાં આવ્યાં છે.’

પોલીસનું શું કહેવું છે?


અંધેરી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના સિનિયર પોલીસ-અધિકારી મનીષ સિંહ રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારની શાંતિ બાદ ગઈ કાલ સવારથી જ મુસાફરોની લાંબી લાઇનો લાગી ગઈ હતી. એક સમયે મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને એ હદે ગિરદી થઈ ગઈ હતી. બે મહિલાઓ તો રીતસર રડવા લાગી હતી. અમુક મુસાફરો પ્લૅટફૉર્મ પરથી ઊતરીને ટ્રેક ક્રૉસ કરવા લાગ્યા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં મુસાફરોની સાથે સ્થાનિક લોકોના વિરોધને પગલે ટ્રેનોને રોકવાની ચીમકીના પગલે વાતાવરણ તંગ થઈ ગયું હતું. જોકે ફાટક ખોલવાની કામગીરી શરૂ થતાં પરિસ્થિતિ થાળે પડી ગઈ હતી.’

શા માટે ફાટક બંધ કરવામાં આવ્યું હતું?

આ ફાટક ક્રૉસ કરીને હજારો લોકો રોજ અવરજવર કરતા હતા. એને કારણે ટ્રેન-અકસ્માતમાં અનેક લોકોના જીવ ગયા છે. અકસ્માતને કારણે લોકલનું સમયપત્રક પણ ખોરવાઈ જતું હતું. આ ફાટકને ભૂતકાળમાં પણ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક લોકોના વિરોધને કારણે અંતે એને બીજી વાર ખોલી નાખવું પડ્યું હતું. અહીં ઑગસ્ટથી ૧૫ ઑક્ટોબર સુધીમાં ટ્રેન-અકસ્માતની ૪૪ ઘટના બની છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK