આ ગુજરાતી મહિલાએ લોકલ ટ્રેનના લેડીઝ ડબ્બામાં ઘૂસી આવેલા લૂંટારાઓને ભગાડ્યા

જયશ્રી ચિત્રોડા સાંતાક્રુઝ જઈ રહ્યાં હતાં ત્યારે બોરીવલી અને કાંદિવલી વચ્ચે બની આ ઘટના


jayashri


ઉર્વી શાહ મેસ્ત્રી

લોકલ ટ્રેનોમાં રાત્રે કેટલીયે વાર લૂંટના બનાવો બનતા હોય છે, પરંતુ હવે તો દિનદહાડે પણ ખુલ્લેઆમ લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. થોડા દિવસ પહેલાં બોરીવલીના પ્લૅટફૉર્મ-નંબર આઠ પરથી સાંજે ૪.૩૫ વાગ્યે ઊપડતી ચર્ચગેટ જતી સ્લો ટ્રેન ૪.૩૭ વાગ્યે બોરીવલી અને કાંદિવલી વચ્ચે સિગ્નલ આવતાં ઊભી રહી ગઈ હતી. એ વખતે ત્રણ યુવાનો મહિલાઓના ડબ્બામાં ચડી ગયા. એમાંના એક યુવાને ડબ્બામાં બેસેલી ૨૮ વર્ષની એક ગુજરાતી યુવતીને ચાકુ બતાવીને વીસ હજાર રૂપિયાની સોનાની ચેઇન અને બાવીસ વર્ષની મહારાષ્ટ્રિયન યુવતીનો પંદર હજાર રૂપિયાનો મોબાઇલ તફડાવ્યાં હતાં. આ જ ડબ્બામાં બેસેલાં સાંતાક્રુઝનાં ૪૯ વર્ષનાં જયશ્રી ચિત્રોડા પાસે જ્યારે તે યુવાન ચાકુ લઈને આવ્યો ત્યારે ડર્યા વગર તેમણે તેનો સામનો કર્યો હતો અને તે ત્રણેને ટ્રેનમાંથી ભગાડી મૂક્યા હતા.

આખી ઘટનાની વિસ્તારપૂર્વક માહિતી આપતાં પોતાનું પાર્લર ચલાવતાં જયશ્રી ચિત્રોડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું અને મારા હસબન્ડ બોરીવલી એક ફંક્શનમાં ગયાં હતાં. રવિવારનો દિવસ હતો. ત્યાંથી પાછા સાંતાક્રુઝ આવવા માટે બોરીવલીના પ્લૅટફૉર્મ-નંબર આઠ પરથી સાંજે ૪.૩૫ વાગ્યાની સ્લો ટ્રેન પકડી હતી. મારા હસબન્ડ જનરલ ડબ્બામાં ચડી ગયા હતા અને મેં ચર્ચગેટ સાઇડનો પહેલો લેડીઝ ડબ્બો પકડ્યો હતો. આખા ડબ્બામાં આઠથી દસ જ લેડીઝ હતી. ટ્રેન શરૂ થઈ અને હજી તો બોરીવલી સ્ટેશનથી જરાક આગળ નીકળી ત્યારે સિગ્નલ આવતાં ઊભી રહી હતી. ત્યારે અચાનક જ ત્રણ યુવાનો ડબ્બામાં ચડી આવ્યા હતા. એમાંનો એક યુવાન ચાકુ બતાવીને મોટેથી બોલવા લાગ્યો કે સોના દે દો, મોબાઇલ દે દો. એમ બોલતાં-બોલતાં મારી પાસે પણ એમાંનો એક યુવાન આવ્યો અને મને ચાકુ બતાવ્યું. એ વખતે મારી બાજુમાં બેસેલી ૨૮ વર્ષની ગુજરાતી યુવતી ડરીને બીજી જગ્યાએ ચાલી ગઈ. એટલે લૂંટારાઓનું ધ્યાન તેના પર ગયું અને એ લોકો મારી પાસેથી તે યુવતી પાસે ગયા અને તેને ચાકુ બતાવીને તેની પાસેથી સોનાની ચેઇન ખેંચી લીધી. પછી તેની બાજુમાં બેસેલી બાવીસ વર્ષની મહારાષ્ટ્રિયન યુવતીનો મોબાઇલ પણ તેમણે છીનવી લીધો. આટલા સમયમાં મને થોડી સેકન્ડનો ટાઇમ મળી જતાં મેં તરત જ હાથમાં અને ગળામાં પહેરેલી સોનાની વસ્તુઓને બ્લાઉઝમાં મૂકી દીધી હતી અને મારા આઇફોન ૬ને મારા પર્સમાં મૂકી દીધો હતો, કેમ કે મારી પાસે બધું મળીને ત્રણથી ચાર લાખ રૂપિયાની વસ્તુઓ હતી. મેં હીલ્સનાં ચંપલ પહેયાર઼્ હતાં એને હાથમાં લઈ લીધાં અને મારી જાતને ફાઇટ કરવા માટે રેડી કરી લીધી. ચાકુ લઈને તે યુવાન મારી પાસે પાછો આવ્યો ત્યારે મેં એકદમ જોરથી બૂમ પાડીને કહ્યું કે મુઝસે દૂર રહના, તુઝે પતા નહીં મૈં કૌન હૂં, મૈં તેરે કો માર ડાલૂંગી ઔર મેરી પૂરી ફૅમિલી પુલિસ મેં હૈં. આમ બૂમો પાડતાં-પાડતાં હું દરવાજા પાસે જતી રહી અને વધુ જોરથી બૂમો પાડવા લાગી કે દૂર હો જા, દૂર હો જા. ત્યાર બાદ તે ત્રણેય લૂંટારાઓ ડરીને ટ્રેનમાંથી કૂદીને ઊતરી ગયા. કાંદિવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર બે પર ટ્રેન ઊભી રહી ત્યારે અમે નીચે ઊતરીને આખી ઘટના રેલવે-પોલીસને જણાવી તો તેમણે ઇન્ફર્મેશન નોટ કરીને બોરીવલી રેલવે પોલીસ-સ્ટેશને જઈને ફરિયાદ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ ગુજરાતી યુવતીએ બોરીવલીના રેલવે પોલીસ-સ્ટેશને જઈને આખી ઘટના કહી અને ફરિયાદ નોંધાવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK