કાંદિવલીના સિનિયર સિટિઝનના હત્યારાને પકડવા પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજ મેળવ્યાં

શનિવારે સાંજે જે બે લોકો દેવેન્દ્ર દોશીને મળવા આવેલા તેમને પોલીસ શોધી રહી છે
કાંદિવલી (વેસ્ટ)માં મથુરાદાસ રોડ પર આવેલા પ્રતીક બિલ્ડિંગના ફ્લૅટમાંથી રવિવારે મળેલી સિનિયર સિટિઝન દેવેન્દ્ર જયંતીલાલ દોશીની લાશ વિશે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને હત્યારાને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટના ક્યારે બની? 


પોલીસનું માનવું છે કે દેવેન્દ્ર દોશીની હત્યા શનિવાર સાંજે થઈ છે, જ્યારે પોલીસને આ ઘટનાની જાણ રવિવાર રાતે સાડાનવ વાગ્યે થઈ હતી. એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘પરિવારના સભ્યો અને મિત્રો દેવેન્દ્ર દોશી સાથે રેગ્યુલર કૉન્ટૅક્ટમાં હતા. જોકે રવિવારે તેઓ ફોનનો જવાબ આપતા નહોતા એટલે એક સંબંધી તેમના નિવાસસ્થાને ગયા હતા અને દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ એ લૉક હતો. બાદમાં ચાવીવાળાને બોલાવીને દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે દેવેન્દ્ર દોશીની ડેડ-બૉડી જોવા મળી હતી. તરત તેમણે પોલીસને જાણ કરી હતી.’

ઘટનાસ્થળેથી શું મળ્યું?


૬૫ વર્ષના દેવેન્દ્ર દોશીના હાથ અને ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા કરવામાં આવ્યા હતા અને તેમના માથા પર ગંભીર ઇન્જરી હતી. દેવેન્દ્ર દોશી અને આરોપીઓ વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ હતી અને તેમને માથું એટલા જોરથી ભીંત સાથે અફડાવવામાં આવ્યું હતું કે તેમની આંખો પણ બહાર આવી ગઈ હતી. પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ હત્યા કેવી રીતે અને ક્યારે થઈ એ જાણી શકાશે. દેવેન્દ્ર દોશી ચોથા માળના ૪૦૧ નંબરના ફ્લૅટમાં એકલા જ રહેતા હતા. પોલીસે અત્યારે આ ફ્લૅટ સીલ કરી દીધો છે. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કર્યું હતું. એને ઘરમાંથી કૉન્ડોમ, શિલાજિત, વાયેગ્રાની ગોળીઓ અને એક પેન-નાઇફ પણ મળ્યાં છે.

હત્યાનો હેતુ હજી સ્પષ્ટ નથી. પોલીસ માને છે કે અંગત કારણોસર હત્યા કરાઈ હશે; કારણ કે હત્યારાએ ઘરમાંથી એકેય કીમતી ચીજની તફડંચી કરી નથી, બધું જ્યાં હતું ત્યાં જ પડ્યું હતું.

પરિવારના સભ્યો અલગ રહે છે


દેવેન્દ્ર દોશી શૅરબજારનું કામકાજ કરતા હતા અને એકલા જ કાંદિવલીમાં રહેતા હતા. તેઓ પત્ની ચન્દ્રપ્રભાથી ૨૦૦૨થી અલગ રહેતા હતા. તેમનો ૩૮ વર્ષનો દીકરો નીરવ અને ૩૦ વર્ષનો બીજો દીકરો હિતેન પણ મીરા રોડમાં અગલ રહે છે. મોટા દીકરા નીરવ સાથે તેની મમ્મી પહેલાં રહેતી હતી, પરંતુ તેની સાથે તેને ફાવ્યું નહીં અને બાદમાં મમ્મી અલગ રહેવા લાગી હતી. બન્ને દીકરાઓ પરણેલા છે. નીરવ ડ્રાયફ્રૂટ્સનો બિઝનેસ કરે છે, જ્યારે હિરેન તેના પપ્પાની જેમ શૅરબ્રોકર છે.

સોસાયટીના સભ્યો ચિંતિત


બિલ્ડિંગના એક પાડોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેવેન્દ્ર દોશી ઘણાં વષોર્થી અહીં રહે છે. આ ઘટના બાદ અમે અમારા કૉમ્પ્લેક્સની મીટિંગ કરી છે. મથુરાદાસ રોડ પરના ભરચક અવરજવરવાળા વિસ્તારમાં હત્યાની ઘટના અમારા માટે શૉકિંગ છે. અમારા કૉમ્પ્લેક્સમાં આ પ્રકારની પહેલી ઘટના બની છે એટલે સુરક્ષાનાં કારણોસર કૉમ્પ્લેક્સમાં CCTV કૅમેરા મૂકવાનો નિર્ણય લીધો છે.’
પોલીસનું શું માનવું છે?


કાંદિવલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું યુનિટ ૧૧ આ મર્ડરકેસની તપાસ કરી રહ્યાં છે. પોલીસે કહ્યું હતું કે ‘અમે આ કેસમાં સોસાયટીનો ભૂતપૂર્વ વૉચમૅન, હાલનો વૉચમૅન, ડ્રાઇવર અને સોસાયટીના અમુક સભ્યોની પૂછપરછ કરી છે. દેવેન્દ્ર દોશીની ફરિયાદને પગલે વૉચમૅનને કાઢી મૂકવામાં આવેલો. દેવેન્દ્રભાઈ ઉગ્ર સ્વભાવના હતા. કદાચ એને કારણે ક્રૂરતાપૂર્વક તેમની હત્યા કરવામાં આવી હશે. ’

ડિશ ટીવી સર્વિસમૅને પોલીસને જણાવ્યું હતું કે ‘૧૦ ડિસેમ્બરે સાંજે ડિજિટલની કાર્યપદ્ધતિ વિશે જણાવવા હું દેવેન્દ્રભાઈના ઘરે ગયો હતા. તેમણે મને જલદી સમજાવવા કહ્યું હતું. હું ફ્લૅટમાંથી નીકળ્યો એ સમયે સાંજે પાંચ વાગ્યે બે લોકો દેવેન્દ્રભાઈના ફ્લૅટમાં પ્રવેશ્યા હતા.’

પોલીસ હવે શંકાસ્પદ બે જણની શોધ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ એ વાત પર શંકા કરી રહી છે કે દેવેન્દ્ર દોશીએ પત્ની સાથે ૧૪ વર્ષ સુધી અલગ રહ્યા બાદ શા માટે ડિવૉર્સનો કેસ અત્યારે ફાઇલ કર્યો હતો? ફૅમિલી કોર્ટમાં આ કેસની ૧૪ ડિસેમ્બરની તારીખ પણ છે.

કાંદિવલી પોલીસે કહ્યું હતું કે ‘પ્રતીક બિલ્ડિંગના થર્ડ ફ્લોર પર એક રહેવાસીએ પ્રાઇવેટ CCTV કૅમેરા ગોઠવ્યો છે, જ્યારે બહારના ભાગની શૉપમાંથી CCTV કૅમેરાનાં ફુટેજ મેળવવામાં આવ્યાં છે. દેવેન્દ્ર દોશીની બૉડી પર ગંભીર ઈજાનાં નિશાન છે અને તેમની હત્યા કરવામાં આવી છે. હત્યા કરવાનો ચોક્કસ ઇરાદો હજી સુધી જાણવા મળ્યો નથી. શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આરોપીઓને ટૂંક સમયમાં અમે ઝડપી લઈશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK