સ્કાયવૉકની સામે રહેતા લોકોને બીભત્સ ત્રાસ

ગોરેગામમાં ઘરની બારી પાસે બેસીને ભણતી એક સ્ટુડન્ટને ઘણા દિવસથી હેરાન કરતો મવાલી આખરે પૅન્ટ કાઢીને ઊભો રહી ગયો

skywalk


ગોરેગામમાં રહેતી ચોવીસ વર્ષની લૉ- સ્ટુડન્ટને તેના જ ઘરની બારી પાસે બેસીને અભ્યાસ કરવું છેલ્લા ઘણા સમયથી નરક સમાન બની ગયું હતું. આ યુવતી ગોરેગામ સ્ટેશન નજીકના જે બિલ્ડિંગમાં રહે છે એ બિલ્ડિંગની બાજુમાં જ સ્કાયવૉક આવેલો છે અને એ સ્કાયવૉક પર ઊભી રહેલી કોઈ પણ વ્યક્તિ આ બિલ્ડિંગમાં આવેલાં ઘરોની બારીમાંથી અંદર શું ચાલી રહ્યું છે એ આસાનીથી જોઈ શકે છે.

છેલ્લા અમુક સમયથી આ યુવતી રાત્રે પોતાના બેડરૂમની બારી પાસે અભ્યાસ કરવા બેસે એ જ સમયે કોઈ માણસ એ સ્કાયવૉક પર આવીને તેની સામે જોયા કરતો તેમ જ તેની સામે અશ્લીલ ચેડાં પણ કરતો. યુવતીએ ગયા મહિને પણ એ જ માણસ સ્કાયવૉક પર ઊભો રહીને અભદ્ર હરકતો કરતી હોવાની વેબ-કમ્પ્લેઇન્ટ નોંધાવી હતી અને આ બાબતે ટ્વીટ પણ કર્યું હતું.

ગયા અઠવાડિયે શુક્રવારે વહેલી સવારે યુવતી પોતાની બહેન સાથે અભ્યાસ કરી રહી હતી ત્યારે તેણે ફરી માણસને સ્કાયવૉક પર જોયો હતો. પહેલાં તો તેણે તેના તરફ ધ્યાન ન આપવાનું નક્કી કર્યું, પરંતુ તે સતત અશ્લીલ હરકતો કરી રહ્યો હોવાથી કુટુંબીજનોની મદદથી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ થોડા જ સમયમાં એ સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધી ત્યાંથી જતો રહ્યો હતો.

પરંતુ રવિવારે જ્યારે તે ફરી સ્કાયવૉક પર આવ્યો હતો અને પૅન્ટ ઉતારીને ઊભો રહી ગયો હતો. એ વખતે યુવતીના ભાઈઓ ત્યાં દોડી ગયા હતા અને તેને પકડી લીધો હતો. સ્કાયવૉક પર ધમાચકડી થતાં સ્થાનિક લોકોએ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો. ત્યાર બાદ તેને ગોરેગામ પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ વિશે ગોરેગામ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ધનાજી નલાવડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે જયેશ રાઠોડ નામના યુવાનની યુવતી સામે અશ્લીલ હરકતો કરવા બદલ અને તેની સામે પૅન્ટ ખોલીને ઊભા રહી જવા બદલ ધરપકડ કરી હતી અને તેને અદાલતમાં હાજર કર્યો હતો, પરંતુ આ જામીનપાત્ર ગુનો હોવાથી તેને જામીન મળી ગયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે જયેશ રાઠોડ દારૂના નશામાં હતો. જયેશ રાઠોડ પરિણીત હોવાનું અમને તપાસ દરમ્યાન માલૂમ પડ્યું હતું. આ ઘટના રાત્રે આશરે એક વાગ્યાની આસપાસ બની હતી.’

આ તો માત્ર એક કિસ્સો હતો, પરંતુ સ્કાયવૉક નજીકનાં બિલ્ડિંગોમાં રહેતા ઘણા લોકોને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે અમુક વખતે તો બારીમાંથી આખા ઘર કે બેડરૂમનો નજારો જોઈ શકાતો હોય છે. એના કારણે લોકોને બારી બંધ રાખવી પડે છે કાં તો બાલ્કનીમાં આવીને ઊભું રહેવાનું બંધ કરવું પડે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK