અઢાર માર્ચથી શરૂ થશે ગોરેગામથી હાર્બરની સર્વિસ

ગુઢીપાડવા નિમિત્તે એટલે કે ૧૮ માર્ચે મુંબઈગરાઓને ગોરેગામથી CSMT સુધીની હાર્બર લાઇન સર્વિસના રૂપમાં રેલવે દ્વારા ગિફ્ટ આપવામાં આવે એવી શક્યતા છે.

train

શરૂઆતમાં ગોરેગામ અને CSMT વચ્ચે ૪૯ ટ્રેન-સર્વિસ દોડાવવામાં આવે એવી શક્યતા છે. હાલ અંધેરીથી CSMT દરમિયાન ૯૧ સર્વિસ દોડાવવામાં આવે છે અને થોડા સમય બાદ આ ૯૧ સર્વિસ ગોરેગામથી CSMT સુધી દોડાવવામાં આવશે.

કમિશનર ઑફ રેલવે સેફ્ટીએ પણ ગોરેગામથી CSMT દરમ્યાન ટ્રેન-સર્વિસ શરૂ કરવાને લીલી ઝંડી આપી દીધી છે.

શરૂઆતના તબક્કામાં ૪૯ ટ્રેન દોડાવવાનો વિચાર હોવાનું જણાવતાં રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘બાકીની સર્વિસ (કુલ ૯૧) એપ્રિલ-મે મહિનામાં નવું ટાઇમટેબલ તૈયાર થશે ત્યારે શરૂ કરવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે ગોરેગામથી હાર્બર લાઇન શરૂ કરવાની વિચારણા વર્ષોથી ચાલી રહી છે અને એ ૨૦૧૭ના ડિસેમ્બરથી શરૂ થવાની હતી. જોકે એમાં વિલંબ થતાં ૨૦૧૮ના જાન્યુઆરીથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર બાદ ફરીથી આ તારીખ પાછળ ઠેલવામાં આવી હતી અને ૨૭ ફેબ્રુઆરીએ આર્મીએ તૈયાર કરેલા ત્રણ નવા ફુટઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવે એ સાથે જ આ ટ્રેન-સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જોકે એ પણ શક્ય બન્યું નહોતું.

વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘અમે અંધેરીથી CSMT સુધીની ટ્રેન-સર્વિસ માટેનો ક્રૂ પણ પસંદ કરી લીધો છે અને હવે કોઈ પણ કામ બાકી નથી અને અમે કોઈ પણ ક્ષણે આ ટ્રેન-સર્વિસ શરૂ કરી શકીએ.’

રેલવે બોર્ડે પણ ટ્રેન-સર્વિસ શરૂ કરવા લીલી ઝંડી આપી દીધી હોવાનું અને કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલ એનું ઉદ્ઘાટન કરે એવી શક્યતા હોવાનું પણ એક રેલવે-અધિકારીએ જણાવ્યું હતું.

૪૯ સર્વિસ શરૂઆતમાં દોડાવવામાં આવશે

૧ લાખ પ્રવાસીઓને આ ટ્રેન-સર્વિસનો ફાયદો થશે

આ નવાં સ્ટેશનો ઉપર સ્ટૉપ્સ લેવાશે : અંધેરી-જોગેશ્વરી-રામ મંદિર-ગોરેગામ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK