મસાલા ઢોસામાંથી નીકળ્યો કચરાનો લોંદો

બોરીવલીની વેજ ટ્રીટ ૨માં જમવા ગયેલી ફૅમિલીને થયો કડવો અનુભવ

dosa1

અંકિતા સરીપડિયા

બોરીવલી (ઈસ્ટ)માં રહેતાં ૪૩ વર્ષનાં પારુલ ચીતલિયા ૩૧ ડિસેમ્બરની રાતે ફૅમિલી સાથે બોરીવલી (વેસ્ટ)માં વજીરામાં આવેલી વેજ ટ્રીટ ૨ હોટેલમાં ડિનર માટે ગયાં હતાં ત્યારે તેમણે ઑર્ડર કરેલા મસાલા ઢોસામાં કિચનની ચિમનીનો તેલયુક્ત કચરાનો કાળો લોંદો મળી આવ્યો હતો. આ બાબતે પારુલબહેન અને તેમના પરિવારે હોટેલના માલિકને ફરિયાદ કરતાં હોટેલના માલિકે ‘આવું તો ક્યારેક થાય’ એવો જવાબ આપી ઉદ્ધતાઈથી વાત કરી હોવાનો પારુલબહેને દાવો કર્યો હતો. જોકે હોટેલના માલિક રવિ શેટ્ટીએ આવું બન્યું હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ ઉદ્ધતાઈથી વાત કરી હોવાના પારુલબહેનના દાવાને નકારી દીધો હતો.

થર્ટીફર્સ્ટ નિમિત્તે ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે વેજ ટ્રીટ ૨માં ડિનર માટે ગયાં ત્યાં મસાલા ઢોસામાં તેલયુક્ત કચરાનો લોંદો આવતાં થયેલા ખરાબ અનુભવ વિશે જણાવતાં પારુલ ચીતલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થર્ટીફર્સ્ટ નાઇટ હોવાથી અમે પરિવારે બહાર જમવાનું નક્કી કર્યું હતું. અમે મોટા ભાગે વેજ ટ્રીટ ૨માં જમવા માટે જઈએ છીએ. એથી રવિવારે પણ અમે ત્યાં જ જવાનું પસંદ કર્યું હતું. રાતે સાડાનવ વાગ્યે વેજ ટ્રીટ હોટેલમાં પહોંચ્યાં બાદ અમે ચારથી પાંચ આઇટમ ઑર્ડર કરી હતી. એમાં મસાલા ઢોસો પણ ઑર્ડર કર્યો હતો. મસાલા ઢોસો થોડો ખાધો એ પછી ભાજીમાંથી કિચનની ચીમનીમાં જમા થતો કાળો તેલયુક્ત કચરાનો લોંદો મળ્યો હતો, જે જોઈને અમે ચકિત થઈ ગયાં હતાં. એથી વેઇટરને તેમ જ મૅનેજરને ફરિયાદ કરી હતી. ત્યારે મૅનેજરે પનીર હોવાનું કહ્યું હતું એથી અમે તેને ટેસ્ટ કરવા કહ્યું તો તેણે ટેસ્ટ ન કર્યો. આમ ફક્ત તેઓ વાતને લંબાવતા હોવાથી અમે હોટેલના માલિકને બોલાવવા કહ્યું હતું. થોડી વારમાં તે હોટેલમાં આવ્યા હતા, પરંતુ તેમણે અમારી ફરિયાદ સાંભળી જ નહોતી અને કિચનમાં આવું તો થયા કરે, તમારા ઘરે પણ આવું થતું હશે એવો જવાબ આપી દાદાગીરી કરી હતી. અમે કિચન જોવા અંદર પણ ગયાં હતાં જ્યાં કિચનની ચીમનીને બધું ગંદું હતું. ભૂલ તો સ્વીકારી નહીં તેમ જ અમને બીજા ઢોસા માટે પણ પૂછ્યું નહીં, માફી માગી નહીં અને ઊલટું ઘરે આવીને ઉઠાવી જઈશું તો ખબર પણ નહીં પડે એવી ધમકી આપી હતી. બિલમાં બાકીની ડિશોનું બિલ અમને આપ્યું પરંતુ એમાંથી ઢોસાનું બિલ કાપી નાખ્યું હતું. આ બનાવને કારણે અમારે ડિનર અધૂÊરું છોડી જવું પડ્યું હતું.’

dosa

પોતાની હોટેલની ભૂલ નથી એવું સાબિત કરતાં વેજ ટ્રીટ ૨ના માલિક રવિ શેટ્ટીએ આ બનાવ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અમારા રેગ્યુલર કસ્ટમર છે. તેમના જમણમાં ઢોસામાં ઑઇલનું કંઈક આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું. જોકે અમારા તરફથી કોઈ ભૂલ નહોતી એમ છતાં મૅનેજરે તેમને સોરી પણ કીધું હતું. એમ છતાં પણ ગ્રાહક બિલ ન આપવાની દાદાગીરી કરી રહ્યાં હતાં અને અમારી પાસે FDAના લાઇસન્સની કૉપીની માગણી પણ કરી હતી. હું વેજ ટ્રીટ ૧માં હતો ત્યાં મને ફોન આવતાં હું તરત જ વેજ ટ્રીટ ૨માં પહોંચ્યો હતો, જ્યાં ગ્રાહક ફરિયાદ કરતાં કૅશ-કાઉન્ટર પર ઊભાં હતાં. એ સમયે ઢોસાવાળી ડિશ ત્યાં નહોતી. એથી મેં સ્ટાફ સાથે વાત કરી હતી અને આવી ભૂલ થઈ હશે આપણે સમજી લઈશું એવું નમ્રતાથી કહ્યું હતું. એમ છતાં તેઓ કિચનમાં જઈ તપાસ કરી આવ્યાં હતાં અને દાદાગીરી કરી રહ્યાં હતાં. અમારું કિચન હાઇજીનિક છે. ક્યારેક તો પૅક્ડ આઇટમ્સમાં પણ સ્ટેપલર પિન ને ખરાબ ખાદ્ય આવે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK