બિલ્ડર્સ અને કૉર્પોરેટરની સાઠગાંઠ સામે બિલ્ડિંગના કન્વેયન્સ ઉપરાંત FSI/TDR જેવી બાબતે હું લડત આપી રહ્યો છું

બોરીવલીના વૉર્ડ-નંબર ૧૫ના કૉન્ગ્રેસના યુવા ઉમેદવાર મેહુલ ગોસાલિયા કહે છે...

mehul

પરિવર્તનની લહેર લાવવી હોય તો આ વખતે બોરીવલીના વૉર્ડ-નંબર ૧૫ના કૉન્ગ્રેસના યુવા ઉમેદવાર મેહુલ ગોસાલિયાને તક મળવી જ જોઈએ. સતત છ વર્ષથી તેઓ અહીંના વિસ્તારના લોકોના હિત માટે સંઘર્ષ કરી રહ્યા છે. બિલ્ડિંગના કન્વેયન્સની જ વાત કરીએ તો છેલ્લાં વીસ વર્ષથી આપણે ત્યાં એ માટેનો કોઈ કાયદો જ ક્યાં ઘડાયો છે? બોરીવલી વિસ્તારમાં જ મોટા ભાગનાં બિલ્ડિંગ્સનું કન્વેયન્સ હજી સુધી નથી મળ્યું. એ મેળવવા ચંપલ ઘસી નાખ્યાં, પણ પરિણામ શું આવ્યું? જોકે યુવા કૉન્ગ્રેસના ઉમેદવાર મેહુલ ગોસાલિયા આ કન્વેયન્સ બાબતે સંપૂર્ણ તૈયારી સાથે લડી રહ્યા છે.

મિડ-ડે LOCAL સાથે પેટછૂટી વાત કરતાં બોરીવલીના કસ્તૂર પાર્કના રહેવાસી નિરંજન તલાટીના શબ્દો છે આ. તેઓ  આગળ જણાવે છે, ‘એટલું જ નહીં, બિલ્ડર તરફથી બીજી જગ્યાએ વાપરી નાખવામાં આવતાં FSI/TDR બાબતે પણ તેઓ પૂરતી લડત આપી રહ્યા છે. હવે આપણા જેવા સામાન્ય લોકોની હાલાકી દૂર કરવા જે વ્યક્તિ કામ કરતી હોય તેમને સત્તા આપીને સાથ અને સહકાર આપીશું તો જ તેઓ શ્રેષ્ઠ કાર્ય કરી શકશેને?’

ફ્રી બ્લડ ડોનેશન, ECGL અને ફિઝિયોથેરપી કૅમ્પ, ફ્રી ચશ્માં અને વ્હીલચૅર, જરૂરિયાતમંદ બાળકોને બુક્સ તેમ જ ફીની વ્યવસ્થા, અનાજવિતરણ જેવી અનેક સેવાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને સમાજસેવક તરીકે ખ્યાતિ મેળવેલા મેહુલ ગોસાલિયા નૉર્થ મુંબઈ ડિસ્ટિÿક્ટ કૉન્ગ્રેસના જિલ્લા સેક્રેટરી હોવાની સાથે વિવાન મિત્ર મંડળના પ્રમુખ તેમ જ લાયન્સ ક્લબ ઑફ બોરીવલી (વેસ્ટ)ના પ્રમુખ પણ છે. બિલ્ડિંગ કન્વેયન્સ બાબતે તેમના ઇરાદાઓ તો મક્કમ છે જ. એ સાથે જ તેઓ કહે છે, ‘મારી સામાજિક પ્રવૃત્તિઓ જોઈને જ પાર્ટીએ મને ઉમેદવારી આપી છે. સમાજલક્ષી કાર્યોને લીધે લોકોનો મારા પરનો વિશ્વાસ વધ્યો છે અને મને ખાતરી છે કે હું તેમના ભરોસા પર ખરો ઊતરીશ. મારી લોકકલ્યાણની ઇચ્છા વધુ દૃઢ અને મજબૂત બની રહી છે.’

ભવિષ્યની યોજનાઓ શૅર કરતાં તેઓ જણાવે છે, ‘વૉર્ડની પ્રત્યેક સોસાયટીમાં ચોવીસ કલાક ફ્રી પીવાનું પાણી, રેઇન વૉટર હાર્વેસ્ટિંગનો પ્લાન્ટ ઉપરાંત સુરક્ષા માટે બે CCTV કૅમેરા, એક DVR અને એક મૉનિટર સ્ક્રીન આપવામાં આવશે. જે સોસાયટીમાં ફાજલ જગ્યા હશે ત્યાં જિમનાં ફ્રી સાધનો આપવા જેવી બાબતે પણ હું ફોકસ કરી રહ્યો છું. એરિયાની ખરાબ ડ્રેનેજ લાઇન નવી નાખવા ઉપરાંત રોડ કા ડૉક્ટર નામના નવા કન્સેપ્ટ સાથે અમે ચોવીસ કલાકની એક હેલ્પલાઇન શરૂ કરીશું, જે હેઠળ રસ્તા પરના ખાડાની સમસ્યાનો ઉકેલ સમયસર લાવવામાં આવશે.’

ફ્રી ડાયાલિસિસ સેન્ટર, ઍમ્બ્યુલન્સ સેવા, વિદ્યાર્થીઓ તેમ જ સિનિયર સિટિઝન માટે ફ્રી લાઇબ્રેરી, પર્યુષણના આઠેઆઠ દિવસ કતલખાનાં બંધ કરવાની કોશિશ, જૈન સમુદાય માટે ઉપાશ્રય જેવી તો અનેક યોજનાઓ સાથે કૉન્ગ્રેસના યુવા ઉમેદવાર મેહુલ ગોસાલિયા મક્કમ પગલે આગળ વધી રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK