મલાડમાં કચ્છી વેપારીની ફરસાણની શૉપમાં આગ

બપોરે દુકાન બંધ કરીને ગયા બાદ શૉર્ટ સર્કિટને લીધે લાગેલી આગ આસપાસની દુકાન અને પહેલા માળ સુધી ફેલાઈ ગઈ

malad fire


મલાડ (ઈસ્ટ)માં સ્ટેશન નજીક એક કચ્છી વેપારીની ફરસાણની દુકાનમાં ગઈ કાલે સાંજે આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં આસપાસની બે દુકાનો આગની ઝપટમાં આવી ગઈ હતી. ફાયર-બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને રાતે ૮ વાગ્યે આગને કાબૂમાં લીધી હતી.

આગની ઘટના જોનારાઓએ જણાવ્યા અનુસાર ફાયર-બ્રિગેડ આગ ફાટી નીકળ્યા પછીની પચીસ મિનિટે પહોંચી હતી એને લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

મલાડ (ઈસ્ટ)માં રહેતા અને કચ્છ-ભચાઉના હસમુખ ગડા સુચક હૉસ્પિટલ નજીક પ્રગતિ શૉપિંગ સેન્ટરમાં આવેલી નીતિ ફરસાણની હોલસેલની દુકાન બપોરે અઢી વાગ્યે બંધ કરીને ગયા હતા. ત્યાર બાદ સાંજે બાજુની દુકાનવાળાનો હસમુખભાઈ પર ફોન આવ્યો કે તમારી દુકાનમાં આગ લાગી છે. તેઓ દુકાને આવે અને ફાયર-બ્રિગેડ પહોંચે એ પહેલાં નીતિ ફરસાણની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બાજુમાં આવેલી એક રેડીમેડની દુકાનમાં તથા એક સાઇબર કૅફેમાં તેમ જ પહેલા માળાને પણ ઝપટમાં લીધી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ ફરસાણની દુકાન આગમાં ખાખ થઈ જતાં માલ-મિલકતનું ભારે નુકસાન થયું છે.

ફાયર કન્ટ્રોલ રૂમે જણાવ્યા અનુસાર ‘મલાડમાં ફરસાણની દુકાનમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયર-બ્રિગેડનાં બે એન્જિન અને બે ટૅન્કર સાથે ૧૦ ફાયર-ફાઇટર ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને રાતે ૮ વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાનું કારણ શૉર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK