સ્કૂલમાં બાળકીની આંગળી કપાઈ ગઈ

કાંદિવલીની એક ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ટીચરે જોરથી દરવાજો બંધ કર્યો એમાં સિનિયર KGની જીવિકા મિસ્ત્રીના ડાબા હાથની ટચલી આંગળીનો નખ સુધીનો ભાગ કપાઈ ગયો : પપ્પાનો આક્ષેપ છે કે સ્કૂલે તેને હૉસ્પિટલ લઈ જવાને બદલે બેસાડી રાખી અને તે કણસતી રહી : કપાયેલો ભાગ હવે પાછો નહીં જોડાઈ શકે

finger cut


કાંદિવલીની એક સ્કૂલમાં બુધવારે બનેલા એક આઘાતજનક બનાવમાં સિનિયર KGમાં ભણતી એક છોકરીની ડાબા હાથની ટચલી આંગળીનો નખ સુધીનો ભાગ કપાઈ ગયો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે સ્કૂલ-મૅનેજમેન્ટે છોકરીને હૉસ્પિટલમાં તાબડતોબ લઈ જવાને બદલે સ્કૂલમાં જ બેસાડી રાખી હતી.

કાંદિવલી (વેસ્ટ)માં આવેલી એક ઇન્ટરનૅશનલ સ્કૂલમાં આ ઘટના બની હતી. પાંચ વર્ષની જીવિકા સાથે આ ઘટના બની હતી અને તેના પપ્પા હેમંત મિસ્ત્રીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દીકરી સિનિયર KGના આફ્ટરનૂન બૅચમાં છે. બપોરે દોઢ વાગ્યાની આસપાસ સ્કૂલમાંથી મને ફોન આવ્યો હતો કે તમારી દીકરી જીવિકાને હાથમાં વાગ્યું છે અને તમે આવીને લઈ જાઓ. શું ઘટના બની હતી એ તેમણે જણાવ્યું નહોતું. મારી બહેન દીકરીને લેવા ગઈ ત્યારે ખબર પડી કે તેની ટચલી આંગળીનો નખ સુધીનો ભાગ કપાઈ ગયો છે અને આંગળી પર માત્ર રૂનો ટુકડો લપેટવામાં આવ્યો હતો. મારી બહેનને આંગળીનો કપાયેલો ભાગ બરફ ભરેલી પ્લાસ્ટિકની એક કોથળીમાં રાખીને એ મારી બહેનને પધરાવી દેવામાં આવ્યો હતો.’

ઘટના વિશે હેમંત મિસ્ત્રીએ કહ્યું હતું કે ક્લાસરૂમમાં ટીચરે દરવાજો જોરથી બંધ કર્યો એમાં જીવિકાની ટચલી આંગળી આવી ગઈ હતી.

બપોરે દોઢ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને છેક સાડાત્રણ વાગ્યે તેને કાંદિવલી (વેસ્ટ)ની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી ત્યાં સુધી જીવિકા પીડાથી કણસતી હતી. ત્યાંથી તેને અંધેરીની કોકિલાબેન હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી.


હેમંત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે દરવાજો એટલા જોરથી વાગ્યો હતો કે ટચલી આંગળીની નસ ડૅમેજ થઈ ગઈ છે અને કપાયેલા ભાગને એની સાથે જોડવાનું શક્ય નથી.

સમતાનગર પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ ઘટના વિશે અમને કોઈ ફરિયાદ નથી મળી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK