૬૦૦ બાળકો હેરાન અને પેરન્ટ્સ પરેશાન

ભિવંડીના એક રિસૉર્ટમાં પિકનિક માટે ગયેલા કાંદિવલીની સ્કૂલના સ્ટુડન્ટ્સ પાછા ફરતી વખતે ખેડૂતોની રૅલીએ સર્જેલા ટ્રાફિક-જૅમમાં કલાકો સુધી અટવાઈ ગયા

kapol

રોહિત પરીખ

કાંદિવલી (વેસ્ટ)ના મહાવીરનગરમાં આવેલી કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલનાં ૬૦૦ બાળકો નાશિકથી મુંબઈના આઝાદ મેદાન તરફ જઈ રહેલી કિસાનરૅલીને કારણે થાણે પાસે શનિવારે રાતના પાંચથી છ કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ જતાં બાળકો અને તેમના વાલીઓ માનસિક તનાવમાં આવી ગયા હતા. આઠથી બાર વર્ષનાં આ બાળકો શનિવારે સવારે ભિવંડી પાસે આવેલા એક રિસૉર્ટમાં પિકનિક પર ગયાં હતાં.

આ બાબતની માહિતી આપતાં આ સ્કૂલનાં બાળકોના વાલીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલનાં ફોર્થ સ્ટાન્ડર્ડથી લઈને સેવન્થ સ્ટાન્ડર્ડ સુધીનાં બાળકોની શનિવારે સવારે સાડાસાત વાગ્યે ભિવંડી પાસે આવેલા એક રિસૉર્ટમાં પિકનિક ગઈ હતી. આ પિકનિકમાં સ્કૂલનાં ૬૦૦ બાળકો ગયાં હતાં. તેઓ પિકનિકમાંથી સાંજના સાડાસાત વાગ્યા સુધીમાં આવી જવાનાં હતાં, પરંતુ કિસાનોની રૅલીને લીધે આ સ્કૂલની ૧૮ બસ ટ્રાફિક-જૅમમાં ફસાઈ ગઈ હતી. એને કારણે ભિવંડીના રિસૉર્ટમાંથી સાંજના પાંચ વાગ્યે નીકળેલી બસો છેક મોડી રાતે એક વાગ્યે મહાવીરનગર પહોંચી હતી. બાળકો મોડાં થવાથી એક બાજુ અમે વાલીઓ ટેન્શનમાં હતા તો બીજી બાજુ સ્કૂલના ટીચરો અને પ્યુનો જે બાળકોને લઈને પિકનિક પર ગયા હતા તેઓ પણ બાળકોની સાથે માનસિક તનાવમાં આવી ગયા હતા. બાળકો રાતના સવા વાગ્યે ઘરે પહોંચ્યા હતા.’

માનસિક તનાવને લીધે અનેક બાળકોને ડી-હાઇડ્રેશનની સમસ્યા થઈ ગઈ હતી એમ જણાવતાં વાલીઓએ કહ્યું હતું કે ‘સાંજના સાડાસાત વાગ્યા સુધીમાં ઘરે આવી જવાનાં હોવાથી બાળકો રાતના ઘરે આવીને જમવાનાં હતાં. એને બદલે બસો ટ્રાફિક-જૅમમાં અટકી જવાથી સ્કૂલના ટીચરોએ રસ્તામાંથી સૂકો નાસ્તો લઈને બાળકોને ખવડાવવો પડ્યો હતો, જે બાળકોનું પેટ ભરવા માટે પૂરતો નહોતો. સૂકો નાસ્તો ફક્ત બાળકો માટે ટેકારૂપ બન્યો હતો. માનસિક તનાવ અને સમયસર જમવાનું ન મળતાં બાળકો તેમની ઉંમરને લીધે શારીરિક રીતે અસ્વસ્થ બની ગયાં હતાં.’

કિસાનરૅલીની જાણ હોવા છતાં પ્રશાસન તરફથી રોડ-ડાઇવર્ઝન માટે વ્યવસ્થા કરવામાં નહોતી આવી એ બાબત પર આક્રોશ વ્યક્ત કરતાં વાલીઓએ કહ્યું હતું કે ‘સરકારને જ્યારે કિસાનરૅલીની પહેલેથી ખબર હતી તો એણે થાણેના બ્રિજનાં ચાલી રહેલાં કામોને ધ્યાનમાં રાખીને સામાન્ય જનતા માટે પ્રૉપર ડાઇવર્ઝનની વ્યવસ્થા રાખવી જોઈએ. પ્રશાસન એમાં નિષ્ફળ ગયું હતું. ટ્રાફિક-પોલીસ પણ ટ્રાફિક-નિયંત્રણ કરવામાં ફેઇલ ગઈ હતી. એને કારણે નાની ઉંમરનાં ૬૦૦ બાળકોએ શનિવારે માનસિક અને શારીરિક ત્રાસ વેઠવો પડ્યો હતો. જો સ્કૂલને પણ પહેલેથી આવી ખરાબ પરિસ્થિતિ સર્જાશે એનો અંદાજ આવી ગયો હોત તો પિકનિકના સમયમાં ફેરફાર કરી દીધો હોત.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy