ફાલ્ગુની પાઠક સાથે બોરીવલીના આંગણે ભવ્ય નવરાત્રિનું આયોજન

આ વખતે બોરીવલીના ખેલૈયાઓ માટે નવરાત્રિ પહેલાં જ ઝૂમી ઉઠાય એવા ગુડ ન્યુઝ એટલે બોરીવલીમાં ૧૦ દિવસ નવરાત્રિની ઉજવણી.

િોતુહલગ

રૂપારેલ રિયલ્ટી લાવી રહી છે બોરીવલીના આંગણે ‘રૂપારેલ નવરાત્રિ ઉત્સવ ૨૦૧૭’ વિથ દાંડિયા-ક્વીન ફાલ્ગુની પાઠક. નવરાત્રિમાં ફાલ્ગુની પાઠક સંગ હોય પછી તો ખેલૈયાઓ તાલમાં આવી જ જવાના! 

બોરીવલીમાં ૧૩ એકરના મોટા ગ્રાઉન્ડમાં આ નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. રૂપારેલ રિયલ્ટીના અમિત રૂપારેલ કહે છે, ‘ફાલ્ગુની પાઠક સાથેની આ નવરાત્રિ આ વખતની સૌથી ભવ્ય નવરાત્રિ બની રહેશે. સ્વ. શ્રી પ્રમોદ મહાજન સ્ર્પોટ્સ કૉમ્પ્લેક્સમાં અમે આ નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ. ફાલ્ગુની પાઠક પાસે જ્યારે અમે નવરાત્રિનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ખૂબબધી ઑફર્સ હોવા છતાં ફાલ્ગુની પાઠકે અમારા પ્રસ્તાવનો સહર્ષ સ્વીકાર કર્યો જે અમારા માટે તથા બોરીવલી-કાંદિવલીના સમગ્ર ખેલૈયાઓ માટે આનંદનો અવસર છે.’ 

અમિતભાઈના કહેવા પ્રમાણે ૧૩ એકરમાં ફેલાયેલું ગ્રાઉન્ડ મેળવવામાં ‘શોબિઝ એન્ટરટેઇનમેન્ટ’ના ડિરેક્ટર સંતોષ સિંહ, શિવા શેટ્ટી તથા અનેક લોકોનો સહકાર સાંપડ્યો છે.

રૂપારેલ રિયલ્ટી તથા એ વિસ્તારના MP, MLA, કૉપોર્રેટર અને ખુદ ફાલ્ગુની પાઠકની હાજરીમાં ૩૧ ઑગસ્ટે એક

પ્રેસ-કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સર્વ મહાનુભાવોનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ફાલ્ગુની પાઠકને MLA મનીષા ચૌધરી દ્વારા ખાસ શાલ તથા શ્રીફળથી સન્માનવામાં આવ્યાં હતાં.

પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં BJPના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘ગરબા માત્ર ગુજરાતીઓ જ નહીં, સમગ્ર મુંબઈના લોકોના હૃદયમાં ધબકે છે. આ વર્ષે મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારના સહયોગથી મળેલું ૧૩ એકરનું ગ્રાઉન્ડ જેને ‘સ્વ. શ્રી પ્રમોદ મહાજન સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ’ નામ આપવામાં આવ્યું છે એમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા વખતથી આ ગ્રાઉન્ડનું કામ અટકેલું હતું અને આ ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિનો શુભારંભ મા અંબાની આરાધનાથી થાય એનાથી પવિત્ર બીજું શું હોઈ શકે! ફાલ્ગુની પાઠકના ગરબાથી આ ગ્રાઉન્ડનું કામ આગળ વધશે એનો મને વિશ્વાસ છે. આ ક્રીડા સંકુલમાં સ્પોર્ટ્સ ઍક્ટિવિટી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું અમે આયોજન કરતા રહીશું. ધાર્મિક ઉત્સવો દેશને એકજૂટ કરે છે એવું મારું માનવું છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં લોકોને ભેગા કરવાનું બીડું અમે ઝડપ્યું છે. આ સાથે બીજી એક ખાસ વાત કરવાની કે આવું જ બીજું એક મેદાન જે લગભગ ૧૫ એકરમાં ફેલાયેલું છે જેને અમે સ્વ. શ્રી બાળાસાહેબ ઠાકરે ક્રીડાંગણ નામ આપ્યું છે એનું કામ પણ અટકેલું છે. જો આ ક્રીડા સંકુલનું કામ આગળ વધે તો બોરીવલીને બીજું એક વિશાળ ક્રીડા સંકુલ મળશે. આ બન્ને ક્રીડા સંકુલ વિકસાવવાનો મારો સંકલ્પ છે જેમાં મને સવર્નો  સહકાર મળશે એવી આશા રાખું છું.’

MLA મનીષા ચૌધરીએ કહ્યું હતું કે ‘જ્યાં માતાજીનું ભૂમિપૂજન થાય એ જગ્યા પવિત્ર બને છે અને ફાલ્ગુની પાઠકના પગલાથી આ ક્રીડા સંકુલમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિનો શુભારંભ થઈ રહ્યો છે. સ્વ. શ્રી પ્રમોદ મહાજનનું વિઝન યુવાઓને આગળ લાવવાનું રહ્યું હતું. સંતોષ સિંહ અને શિવા શેટ્ટીના પ્રયત્ન તથા ગોપાલ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ નવરાત્રિ માણવાનો લહાવો ફાલ્ગુનીના ચાહકોને મળવા જઈ રહ્યો છે જે માટે સમગ્ર ટીમનો આભાર અને શુભેચ્છા.’

MLA વિજય ગિરકરે આયોજકો તથા તેમની ટીમનો આભાર માનતાં કહ્યું હતું કે ‘હવે પછીના આયોજનમાં મારા તરફથી જે મદદ જોઈતી હશે એ મળશે. આટલા ભવ્ય ક્રીડા સંકુલમાં નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે એ માટે હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું.’

રૂપારેલ રિયલ્ટી અને શોબિઝ એન્ટરટેઇનમેન્ટ પ્રસ્તુત નવરાત્રિ ૨૦૧૭ની પ્રેસ-કૉન્ફરન્સમાં આયોજક તથા સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રના આ સૌથી વિશાળ મેદાનમાં ફાલ્ગુની પાઠક અને તેમની ટીમ ગરબારસિયાઓને નચાવવા માટે મોટો રેકૉર્ડ ક્રીએટ કરવા જઈ રહી છે.

ફાલ્ગુની પાઠકે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે ‘નવરાત્રિ મારા માટે મા અંબાની ભક્તિમાં લીન થવાનો ઉત્સવ છે. આટલા વિશાળ મેદાનમાં અમને પર્ફોર્મ કરવા મળશે જે મારી તથા મારી ટીમ માટે મોટી તક છે. એ માટે હું સર્વ આયોજકો તથા નગરસેવકોનો આભાર માનું છું.’

આ સાથે જ ઉપસ્થિત મહાનુભાવો કમલેશ યાદવ, મોહન મિઠબાવકર, જિતુ પટેલ, જગદીશ ઓઝા, પ્રવીણ શાહ, સુરેન્દ્ર પૂજારી, બાબા સિંહ, પંકજ ગંગર, આનંદ મોદી, ધીરેન ઠક્કર, લોકેશ ખંડેલવાલ અને હરીશ મહેતાનું નવરાત્રિના આ ભવ્ય આયોજનમાં સહયોગ આપવા બદલ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

શોબિઝ એન્ટરટેઇનમેન્ટના ડિરેક્ટર તથા બોરીવલીની આ નવરાત્રિના આયોજક સંતોષ સિંહ કહે છે, ‘અમારા દ્વારા વિશાળ મેદનીને કાબૂમાં રાખવા અને ખાસ તો મહિલાઓની સુરક્ષા માટે ચુસ્ત સલામતી-બંદોબસ્તનો સમગ્ર પ્લાન તૈયાર થઈ ગયો છે જેથી ખેલૈયાઓ નિશ્ચિંત બનીને નવરાત્રિનો લહાવો માણી શકશે.’

પારંપરિક ગુજરાતી ગરબા સાથે ફાલ્ગુની પાઠક તેના ચાહકોને ગમતાં ગીતો પર ખૂબ નચાવશે. ફાલ્ગુની પાઠકના નવા ગીત ‘જોડે રેજો રાજ’ની રજૂઆત સાથે ખાસ નવરાત્રિ માટે તૈયાર કરેલા નવા ગુજરાતી ગરબા બોરીવલીની નવરાત્રિ ૨૦૧૭માં વિશેષ આકર્ષણ બની રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK