બીમારીથી કંટાળેલા બોરીવલીના ૬૦ વર્ષના વૃદ્ધે કર્યું સુસાઇડ

કાંદિવલી રેલવે-પ્લૅટફૉર્મ પર ટ્રેનની રાહ જોતા ઊભા રહ્યા ને ટ્રેન આવી એટલે ટ્રૅક પર જઈને સૂઈ ગયા, આખું શરીર કચડાઈ ગયું

suicide

પ્રીતિ ખુમાણ ઠાકુર

સામાન્ય સંજોગોમાં ટ્રેન નજીક આવતી દેખાય એટલે ગભરાટ ફેલાઈ જાય, પરંતુ શનિવારે કાંદિવલી રેલવે-સ્ટેશન પર સામે આવતી ફાસ્ટ ટ્રેનને જોઈને પ્લૅટફૉર્મ પરથી નીચે ઊતરીને આ ટ્રેનની સામે ટ્રૅક પર સૂઈ જઈને બોરીવલી (વેસ્ટ)માં રહેતા ૬૦ વર્ષના વિપિનકુમાર પુરોહિતે સુસાઇડ કર્યું હતું. ઍક્સિડન્ટ બાદ પ્લૅટફૉર્મ પર પહોંચેલા પ્રવાસીઓ ડેડ-બૉડીની હાલત જોઈને આઘાત પામ્યા હતા. આ આખી ઘટના કાંદિવલીના પ્લૅટફૉર્મ પર લગાડેલા CCTV કૅમેરામાં કેદ થઈ છે.

suicide1

આ બનાવ વિશે માહિતી આપતાં બોરીવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસ (GRP)ના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંજય પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શનિવારે બપોરે એક વાગ્યાની આસપાસ કાંદિવલી રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ચાર પાસેના રેલવે-ટ્રૅક પર રેલવે-ઍક્સિડન્ટ વિશે માહિતી મળી હતી. જોકે આ પ્લૅટફૉર્મ પર લગાડેલા CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરતાં જણાયું હતું કે આ સુસાઇડનો કેસ છે જેમાં એક સિનિયર સિટિઝન પ્લૅટફૉર્મના એક છેડે ઊભા રહીને ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. જેવી ફાસ્ટ ટ્રેન પ્લૅટફૉર્મ પરથી પસાર થવાની હતી એ જ વખતે તે પ્લૅટફૉર્મ પરથી નીચે ઊતરીને ટ્રૅક પર ચાલીને સૂઈ ગયા હતા. ફાસ્ટ ટ્રેન હોવાથી ટ્રેન સ્પીડમાં હતી અને તેમના પરથી પસાર થઈ ગઈ હતી. તેમના શરીરનો મોટો ભાગ કચડાઈ ગયો હતો. પોલીસે તપાસ કરતાં તેમની પાસેથી કોઈ સુસાઇડ-નોટ મળી નહોતી, પરંતુ આધાર કાર્ડ અને ઘરનો નંબર મળતાં તરત જ પરિવારનો સંપર્ક કર્યો હતો. તપાસ કરતાં આ વ્યક્તિનું નામ વિપિનકુમાર પુરોહિત હતું અને તેમની ઉંમર ૬૦ વર્ષ હતી. તેઓ કોઈ બીમારીથી કંટાળેલા હતા. પરિવારે ડેડ-બૉડીનો ક્લેમ કર્યો છે અને બીમાર હોવાથી તેમણે આવું કર્યું છે એવું જણાવ્યું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK