કાંદિવલીમાં ટેક્સટાઇલ એક્સપોર્ટના હજી એક બિઝનસમૅનની આત્મહત્યા

૫૪ વર્ષના વેપારીએ ૧૪મા માળેથી મોતની છલાંગ લગાવી

suicide


કાંદિવલી (ઈસ્ટ)માં ચૅલેન્જ ટાવર ટૂના ૧૪મા માળેથી ૫૪ વર્ષના બિઝનેસમૅન શ્યામસુંદર ગોપાલપ્રસાદ કેજરીવાલે સોમવારે સાંજે મોતની છલાંગ લગાવી. છેલ્લા બેથી ત્રણ મહિનાથી ટેક્સટાઇલ એક્સપોર્ટના બિઝનેસમાં નુકસાન જતાં કેજરીવાલ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. કેજરીવાલ પાસેથી મળેલી સુસાઇડ-નોટમાં તેમણે ભરેલા અંતિમ પગલા માટે કોઈ જવાબદાર નથી એમ જણાવવામાં આવ્યું છે. ટેક્સટાઇલ એક્સપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલા બિઝનસમૅને જીવન ટૂંકાવ્યું હોવાનો પખવાડિયામાં આ બીજો બનાવ છે.

શ્યામસુંદર કેજરીવાલ તેમનાં માતા, પત્ની અને ૨૫ વર્ષના દીકરા સાથે ઠાકુર વિલેજના ચૅલેન્જ ટાવર વનમાં રહે છે અને ભિવંડીમાં તેમનો ટેક્સટાઇલ એક્સપોર્ટનો બિઝનેસ છે. સોમવારે કેજરીવાલ ભિવંડી નહોતા ગયા અને સાંજે બોરીવલી જઈને પાછો આવું છું એમ પરિવારને કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ બોરીવલી નહીં જતાં ચૅલેન્જ ટાવર ટૂમાં ગયા. આ ટાવરમાં ૭, ૧૪ અને ૨૧મા માળે રેફ્યુજી એરિયા છે. સિક્યૉરિટીના કારણોસર ટેરેસ બંધ રાખવામાં આવે છે. કેજરીવાલે ૧૪મા માળના રેફ્યુજી એરિયામાંથી સાંજે પાંચ વાગ્યાની આસપાસ મોતની છલાંગ લગાવી. આત્મહત્યા કરતાં પહેલાં કેજરીવાલે તેમના દીકરાને વૉટ્સઍપ પર મેસેજ કરીને પોતાનું ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું.

આ સંદર્ભમાં આકસ્મિક મૃત્યુની નોંધ કરવામાં આવી છે એમ જણાવીને સમતાનગરના સિનિયર ઇન્સ્પેક્ટર દિલીપ યાદવે કહ્યું હતું કે ‘કેજરીવાલના ખિસ્સામાંથી સુસાઇડ-નોટ મળી આવી હતી. એમાં સ્પષ્ટ રીતે તેમણે જણાવ્યું હતું કે હું સુસાઇડ કરી રહ્યો છું અને એના માટે કોઈ જવાબદાર નથી. કેજરીવાલને બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું હતું અને એના કારણે છેલ્લા દસેક દિવસથી તે ડિપ્રેશનમાં હોવાની જાણ તેમની પત્ની અને દીકરાએ કરી છે. ચૅલેન્જ ટાવરના ઉપરના માળાઓ પર CCTV કૅમેરા બેસાડેલા નથી. બિલ્ડિંગના રહેવાસીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને અત્યારે આ કેસની પોલીસ-તપાસ ચાલી રહી છે.’

આ મહિનાની ૧૩મીએ કાંદિવલી (ઈસ્ટ)માં ટેક્સટાઇલ એક્સપોર્ટ બિઝનેસમૅન મનીષ મહેતાએ ૧૭મા માળેથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK