મલાડના મુસ્લિમ પરિવારને થયો લોકોની માનવતા અને પવઈની હૉસ્પિટલની ઉદ્ધતાઈનો અનુભવ

લગ્નમાં મુમ્બ્રા જતા બે પરિવારની બસ IIT પાસે ઊંધી વળી ગઈ: એક યુવાનનું મોત, બાળકો સહિત બાવીસ જણને ગંભીર ઈજા

bus

રોહિત પરીખ

મલાડ (વેસ્ટ)ના મકરાણી પાડાથી લગ્નમાં મુમ્બ્રા જઈ રહેલા મકરાણી અને બરોચ મુસ્લિમ પરિવારને પવઈમાં IIT પાસે ગંભીર અકસ્માત નડ્યો હતો. આ બનાવ ગઈ કાલે બપોરે પોણાબે વાગ્યે બન્યો હતો. એમાં ડ્રાઇવરની બેદરકારીને લીધે બસ ડિવાઇડર પર ચડીને ઊંધી વળી જતાં આ પરિવારની એક યુવાન વ્યક્તિનું મૃત્યુ થયું હતું તથા નાનાં બાળકો સહિત બાવીસ લોકો ગંભીર ઈજા પામ્યા હતા. આ બનાવમાં પરિવારના સભ્યોને સ્થાનિક રહેવાસીઓની માનવતા સાથે હૉસ્પિટલના મૅનેજમેન્ટની ઉદ્ધતાઈનો પણ અનુભવ થયો હતો.

આ અકસ્માતની માહિતી આપતાં બસની પાછળ કારમાં મુમ્બ્રા જઈ રહેલા મકરાણી પરિવારના સભ્ય સલીમ ઉસ્માન મકરાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે અમારો પરિવાર એક પ્રાઇવેટ ટૂરિસ્ટ બસમાં મુમ્બ્રા જઈ રહ્યો હતો અને અમુક લોકો બસની પાછળ કારમાં જઈ રહ્યા હતા. અમે બધા લગ્નપ્રસંગના મૂડમાં હતા ત્યાં અચાનક અમારી બસના ડ્રાઇવરે IIT પાસે બસને ડિવાઇડર પર ચડાવી દીધી હતી જેને કારણે બસ ઊંધી વળી ગઈ હતી. આ બનાવ પછી ડ્રાઇવર ત્યાંથી નાસી ગયો હતો. બસમાં અંદર બેઠેલાં નાનાં બાળકો સહિત ૩૦ લોકો બસની અંદર ફસાઈ ગયા હતા જેમાં ૨૫ વર્ષનો ઇમ્તિયાઝ શેખ બહુ ખરાબ રીતે ઈજા પામ્યો હતો.’

અમને બસમાંથી સ્થાનિક રહેવાસીઓએ બહાર કાઢ્યા હતા એમ જણાવતાં સલીમ મકરાણીએ કહ્યું હતું કે ‘અમારો અકસ્માત થતાં પવઈમાં આસપાસ રહેતા લોકો અને વાહનમાં ત્યાંથી પસાર થતા લોકોએ અમને બસમાંથી બહાર કાઢ્યા હતા. અમને બધી મદદ કરવા તેઓ તૈયાર હતા. કારમાં પાછળ હોવાથી અમે પણ અમારા પરિવારની મદદે પહોંચી શક્યા હતા. અમારા પરિવારના સભ્યોની હાલત ખૂબ ગંભીર હતી. એક નાની બાળકીના ચહેરામાં કાચ ઘૂસી ગયા હતા તો એક બાળકને માથામાં સખત માર વાગ્યો હતો. કોઈના પગનાં તો કોઈના હાથનાં હાડકાં તૂટી ગયાં છે. ૩૦માંથી બાવીસ લોકો ગંભીર રીતે ઈજા પામ્યા છે.’

પવઈની એક હૉસ્પિટલમાં સારવાર આપવાને બદલે સારવારનો ખર્ચ સમજાવવામાં જ હૉસ્પિટલના ડૉક્ટરોએ ત્રણથી ચાર કલાક કાઢી નાખ્યા હતા એમ જણાવતાં સલીમ મકરાણીએ કહ્યું હતું કે ‘અમારામાંથી જે લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા તેમને અમે નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ આ હૉસ્પિટલના ડૉક્ટરો માનવતા ભૂલી ગયા હતા. તેમણે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લીધી જ નહીં. ફક્ત સારવારના ખર્ચનો અંદાજ કાઢવામાં સમય બગાડ્યો હતો. આખરે થાકીને અમે ૫૦૦ રૂપિયા ચૂકવીને ત્યાંથી અમારા પરિવારના સભ્યોને પહેલાં ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં અને ત્યાર બાદ અંબાણી હૉસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા.’

મલાડથી લઈને ઘાટકોપર સુધીના બધા રાજનેતાઓ અમારા પડખે ઊભા રહ્યા હતા એ વિશે માહિતી આપતાં સલીમ મકરાણીએ કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટીના વિનોદ શેલાર, નગરસેવક રામ બારોટ, નગરસેવિકા બિન્દુ ત્રિવેદી અને અનેક કાર્યકરો તેમ જ પવઈના સ્થાનિક રહેવાસીઓ સાથે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતાઓ અને કાર્યકરો અમારી સાથે રહ્યા હતા. આ રાજનેતાઓમાં રહેલી માનવતાને કારણે અમને રાજાવાડી હૉસ્પિટલમાંથી ઇમ્તિયાઝ શેખની ડેડ-બૉડી પણ વહેલી મળી ગઈ હતી એટલું જ નહીં, રામ બારોટ મોડી રાત સુધી અંબાણી હૉસ્પિટલમાં ખડેપગે અમારા પરિવાર સાથે ઊભા રહ્યા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK