જીવતો રહે અમારો લાલ ભલે બીજા લોકોમાં

મલાડના જૈન ટીનેજરના પરિવારેતેના અવયવો ડોનેટ કરીને ૬ જણને નવજીવન આપ્યું : ૧૯ વર્ષનો રાજ ગાંધી લોકલ ટ્રેનમાંથી પડી ગયો હતો

raj

રોહિત પરીખ

મલાડ (ઈસ્ટ)ના ૧૯ વર્ષના રાજ નવીનચંદ્ર ગાંધીએ તેના ટ્રેન-અકસ્માત પછી તેની બે આંખો, બે કિડની, લિવર અને હાર્ટ ડોનેટ કરીને છ લોકોને નવું જીવન આપ્યું છે.

આ માહિતી આપતાં રાજના મામા જયેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉમર્સના છેલ્લા વર્ષમાં ભણતો રાજ વેકેશન હોવાથી બુધવારે ૧૭ મેએ સવારના મસ્જિદ બંદર તેના કઝિનની ઑફિસે ગયો હતો. રાતના રાજ મસ્જિદ બંદરથી પાછો આવી રહ્યો હતો ત્યારે બાંદરા પાસે ટ્રેનમાંથી પડી ગયો હતો. તેના બ્રેઇનમાં માર વાગ્યો હોવાથી રાજ તરત જ બેભાન થઈ ગયો હતો. રેલવે-પોલીસ તેને ભાભા હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી.’

રાજની ગંભીર પરિસ્થિતિ જોઈને અમે તેને ભાભા હૉસ્પિટલમાંથી લીલાવતી હૉસ્પિટલમાં શિફ્ટ કર્યો હતો એમ જણાવતાં જયેશ મહેતાએ કહ્યું હતું કે ‘ત્યાંના ડૉક્ટરોએ અમને તેનું બ્રેઇન ડેડ થઈ ગયું હોવાની જાણકારી આપી હતી. ડૉક્ટરોની વાત સાંભળીને અમને તરત જ રાજના અવયવો દાન કરવાનો વિચાર આવ્યો હતો. આમ પણ ઘોઘારી વીસા શ્રીમાળી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન રાજ નાનપણથી જ ધર્મિષ્ઠ હતો. તેણે નાની ઉંમરમાં જ ઉપધાન તપ, સિદ્ધિ તપ, અઠ્ઠાઈ તપ, શત્રુંજયની ૯૯ યાત્રા જેવાં અનેક તપ કર્યા હતાં. ધર્મમય જીવન જીવેલા રાજનાં ઑર્ગન્સ દાન કરીને મૃત્યુ બાદ પણ રાજ અન્યોમાં જીવતો રહે એવી તેના પપ્પા નવીનચંદ્ર, મમ્મી નીલાબહેન, ભાઈ મિતેન અને પરિવારજનોને ભાવના થઈ આવી હતી.’

પરિવારની આ ઉચ્ચ ભાવનાની વાત અમે લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરોને કહી હતી એમ જણાવતાં જયેશ મહેતા કહે છે, ‘અમારી ભાવના જાણીને ડૉક્ટરોએ ગુરુવારે ૧૮ મેથી જ રાજનાં ઑર્ગન્સ દાન કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. તેના હાર્ટને મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. તેની એક કિડની અને લિવર જસલોક હૉસ્પિટલના બે પેશન્ટો માટે મોકલાવ્યાં હતાં, બાકીની એક કિડની અને બે આંખો લીલાવતી હૉસ્પિટલના પૅશન્ટો માટે રાખવામાં આવ્યાં હતાં. ગઈ કાલે રાજનું મૃત્યુ થયું હતું.’

Comments (1)Add Comment
...
written by aarti., May 22, 2017
anumodna .anumodna ,, anumodna varamvar
ankampa dan aanar raj parivar ni khub khub anumodna
jainam jaynti sasnam
report abuse
vote down
vote up
Votes: +1

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK