બોરીવલી પોલીસની માનવતા

બિનવારસી હાલતમાં પડેલાં ૭૨ વર્ષનાં ગુજરાતી મહિલાને હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર કરાવી અને પરિવારને શોધીને તેમને સોંપ્યાં

senior citizen



જયેશ શાહ

પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે. આવા સમયમાં બોરીવલી પોલીસે ઉમદા માનવીય અભિગમ દાખવીને બિનવારસી હાલતમાં પડેલાં એક બીમાર સિનિયર સિટિઝન મહિલાને હૉસ્પિટલમાં લઈ જઈને ખડેપગે સારવાર કરાવી હતી અને પછી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

શુક્રવાર રાતે એક સિનિયર સિટિઝન મહિલા બોરીવલી (વેસ્ટ)માં સ્ટેશન પાસે ચક્કર આવવાના કારણે પડી ગયાં હતાં. બોરીવલી પોલીસને એ વિશે ફોન મળતાં તરત જ એક મહિલા-પોલીસ અને અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને મહિલાને હૉસ્પિટલમાં ખસેડ્યાં હતાં.

પોલીસ પણ માનવીય દૃષ્ટિકોણ ધરાવે છે એની આ દાખલારૂપી ઘટના વિશે વાત કરતાં બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-અધિકારી ગુણાજી સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને શુક્રવાર રાતે એક મહિલા બીમાર હાલતમાં રોડ પર પડ્યાં હોવાનો કૉલ મળ્યોહતો. તરત જ મહિલા-કૉન્સ્ટેબલ પલ્લવી ચવાણ અને અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર માંડલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. એ સમયે વરસાદ શરૂ હતો અને એક સિનિયર સિટિઝન મહિલા બીમાર હાલતમાં રોડ પર પડ્યાં હતાં. તેમણે તરત જ નજીકની હૉસ્પિટલમાં મહિલાને ખસેડીને તેમની સારવાર શરૂ કરાવી હતી. સારવાર બાદ મહિલા સ્વ્ાસ્થ થઈ જતાં તેમને ગોરાઈ પાસેના વૃદ્ધાશ્રમમાં લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ થોડી વારમાં ત્યાં તેમને ફરી ચક્કર આવતાં ફરી હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવીને મોડી રાતે પોલીસ-સ્ટેશનમાં લાવીને ભોજન સહિતની વ્યવસ્થા કરાવી હતી. થોડા આરામ બાદ મહિલા સ્વ્ાસ્થ થઈ જતાં તેમની પાસેથી તેમના પરિવારની માહિતી મેળવી હતી અને મોડી રાતે નાલાસોપારામાં રહેતા તેમના દીકરા સંજય ચૌહાણને તેનાં મમ્મી કમુબહેન વિશે જાણ કરી હતી. ગઈ કાલે સવારે તેમનો દીકરો બોરીવલી પોલીસ-સ્ટેશનમાં આવીને તેનાં મમ્મીને લઈ ગયો હતો.’

નાલાસોપારા (ઈસ્ટ)માં અલકાપુરીમાં સાંઈધામ બિલ્ડિંગમાં રહેતા ૩૯ વર્ષના સંજય ચૌહાણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શુક્રવારે મોડી રાતે ત્રણ વાગ્યાની આસપાસ બોરીવલી પોલીસ-સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે મારી મમ્મી બીમાર હાલતમાં તેમને મળી છે. એટલે ગઈ કાલે વહેલી સવારે હું ટ્રેન શરૂ થતાં બોરીવલી પોલીસ-સ્ટેશને પહોંચી ગયો હતો અને મારી મમ્મીને ઘરે લઈ આવ્યો હતો. હું ૭૨ વર્ષનાં મમ્મી, પત્ની અને ત્રણ બાળકો સાથે રહું છું. પપ્પાના અવસાન બાદ મમ્મીની માનસિક હાલત સારી રહેતી નથી. અનેક વખત તે ઘરમાં કોઈને કહ્યા વગર નીકળી જાય છે. તેમને એવી બીમારી છે કે મને ન જુએ તો માનસિક સંતુલન વધુ ગુમાવી બેસે છે. એને કારણે હું કામધંધો કરી શકતો નથી. મારો મોટો ભાઈ વિરારમાં રહે છે. બોરીવલી પોલીસે મમ્મીને સારી રીતે સાચવી અને સારવાર કરાવી મારા સુધી સહીસલામત પહોંચાડી હોવાથી હું તેમનો આભારી છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK