બોરીવલીના જાણીતા શૉપિંગ કૉમ્પ્લેક્સને BMCએ સીલ કર્યું

પ્રૉપર્ટી-ટૅક્સના ૭૩ લાખ રૂપિયા વસૂલવા માટે કરવામાં આવી કાર્યવાહી : ગુજરાતી વેપારીઓ મુકાયા મુશ્કેલીમાં

gokul shopping Centre


જયેશ શાહ

બોરીવલી (વેસ્ટ)માં SV રોડ પર બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના એક શૉપિંગ કૉમ્પ્લેક્સને BMCના રેવન્યુ ડિપાર્ટમેન્ટે પ્રૉપર્ટી-ટૅક્સની બાકી નીકળતી રકમ ન ભરવા બદલ સીલ મારી દેતાં સમગ્ર શૉપિંગ સેન્ટર ત્રણ દિવસથી બંધ છે. એને કારણે આ સેન્ટરમાં ઑફિસ ધરાવતા ઍડ્વોકેટ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને વેપારીઓ ફાઇનૅન્શિયલ વર્ષના અંતમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ કૉમ્પ્લેક્સમાં ઑફિસ ધરાવનારાઓ મોટા ભાગના ગુજરાતીઓ છે.

શું છે મામલો?

R સેન્ટ્રલ વૉર્ડના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ગુરુવારે સવારે સવાનવ વાગ્યે બોરીવલી જેલની સામે આવેલા ગોકુલ શૉપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં આવ્યા હતા અને તેમણે પ્રૉપર્ટી-ટૅક્સના ૨૦૧૭ની ૩૧ માર્ચ સુધીના ૭૩,૪૨,૪૫૦ રૂપિયા ચૂકવવાના બાકી હોવાથી શૉપિંગ સેન્ટરમાં અંદર જવાના બન્ને દરવાજા પર તાળું મારીને એને સીલ મારી દીધાં હતાં. એના પગલે વેપારીઓના ચેકબુક સહિતના મહત્વના અને અગત્યના દસ્તાવેજો દુકાનમાં રહી ગયા છે.

વેપારીઓ શું કહે છે?

ગોકુલ શૉપિંગ સેન્ટરના અનેક વેપારીઓએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આગોતરી જાણ કર્યા સિવાય BMCના R સેન્ટ્રલ વૉર્ડના રેવન્યુ વિભાગના અધિકારીઓએ કૉમ્પ્લેક્સની તમામ દુકાનો ખૂલે એ પહેલાં જ સીલ મારવાની કાર્યવાહી કરી હતી એથી વેપારીઓની ચેકબુક-પાસબુક સહિતના અગત્યના ડૉક્યુમેન્ટ્સ તેમની દુકાનોમાં જ રહી ગયા છે. નાણાકીય વર્ષના અંતમાં અમારા પર આ રીતે દબાણ લાવવાનો પ્રયાસ એ લોકશાહીમાં વેપારીઓને આર્થિક અને માનસિક રીતે હેરાન કરવાનો પેંતરો છે. બોરીવલીમાં અનેક મોટાં માથાંઓના લાખો રૂપિયાનો ટૅક્સ ભરવાનો બાકી છે, પરંતુ તેમને ત્યાં આવી કાર્યવાહી કરવામાં નથી આવી. BMCએ અમને કોઈ આગોતરી નોટિસ બજાવી નથી. જોકે બિલ્ડરને નોટિસ આપવામાં આવી હોય તો એની અમને જાણ નથી. અમને વ્યક્તિગત દુકાનદીઠ ટૅક્સનાં બિલ મોકલવામાં આવે તો અમે એ ભરી દેવા તૈયાર છીએ. અમે બિલ્ડરને ટૅક્સનાં નાણાં આપી ન શકીએ. અમારા અને બિલ્ડર વચ્ચે મેઇન્ટેનન્સની રકમ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. અમે ૨૦૧૪થી અલગ સોસાયટી બનાવી છે. એ વિશે અમારો કેસ હાઈ કોર્ટમાં વિચારાધીન છે. આવા સંજોગોમાં એકાએક BMCએ અમારી દુકાનોમાં પ્રવેશવાના મુખ્ય દરવાજા પર તાળું મારીને સીલ મારી દેવાનો પ્રયાસ જોહુકમીભર્યો કહેવાય. એની સામે અમે કાનૂની કાર્યવાહી કરીશું. અમારી કાનૂની લડત માટેના અમુક ડૉક્યુમેન્ટ્સ પણ અમારી દુકાનમાં છે.’

બિલ્ડર શું કહે છે?

દુકાનોને સીલ મારવાની ઘટના વિશે ગોકુલ શૉપિંગ સેન્ટરના બિલ્ડર અલ્પેશ અજમેરાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૨૦૦૪માં પાર્ટ કમ્પ્લીશન મળ્યા બાદ ૨૦૦૮માં BMCએ પૂર્ણ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપ્યું હતું. એમાં ટોટલ ૧૦૯ શૉપ છે. એમાં ૩૨ વેપારીઓનું એક ગ્રુપ છે. એમાંના મોટા ભાગના વેપારીઓએ છેલ્લાં ૧૦ વર્ષથી મેઇન્ટેનન્સ ભર્યું નથી એને કારણે સમગ્ર વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. ગોકુલ શૉપિંગ સેન્ટર પ્રિમાઇસિસ લિમિટેડ નામની કંપની મેઇન્ટેનન્સ અને ટૅક્સ વિશે કાર્ય કરે છે. BMCનો ૨૦૧૫ની ૩૧ માર્ચ સુધીનો પૂરેપૂરો પ્રૉપર્ટી-ટૅક્સ ભર્યો છે, પરંતુ BMCએ કાયદામાં ફેરબદલ કર્યો હતો અને કૅપિટલ વૅલ્યુ સિસ્ટમથી ૨૦૧૬માં ટૅક્સની નવી આકારણી કરી હતી. આ નવી આકારણી ૨૦૧૦થી અમલી બનાવી છે એને કારણે ૭૩,૪૨,૪૫૦ રૂપિયા ચૂકવવાના બાકી છે. અમારા કૉમ્પ્લેક્સમાં અમુક બૅન્કનાં ખ્વ્પ્ પણ છે. BMCએ અમારા કૉમ્પ્લેક્સમાં ગેરકાયદે રીતે સીલ મારવાની કાર્યવાહી કરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK