હાઈ કોર્ટના આદેશથી BMCએ બોરીવલીના ગોકુલ શૉપિંગ સેન્ટરના ત્રણ ભાડૂતોનાં સીલ ખોલવાં પડ્યાં

જોકે ૧૧ દિવસ પછી પણ અનેક ભાડૂતોની દુકાનોનાં સીલ યથાવત્ : નોટિસમાં ૩૧ માર્ચ હતી અને સીલ ૩૦ માર્ચે મારી દીધાં


gokul


BMCના રેવન્યુ ડિપાર્ટમેન્ટે પ્રૉપર્ટી-ટૅક્સની બાકી નીકળતી રકમ ન ભરવા બદલ બોરીવલી (વેસ્ટ)માં SV રોડ પર બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના ગોકુલ શૉપિંગ સેન્ટરને ૩૦ માર્ચે સીલ મારી દીધા બાદ ગઈ કાલે હાઈ કોર્ટના આદેશને પગલે ત્રણ ભાડૂતોનાં સીલ ખોલવાં પડ્યાં હતાં. જોકે ૧૧ દિવસથી આ કૉમ્પ્લેક્સના ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પરના દુકાનદારોનાં સીલ થયાવત્ છે.

ભાડૂતોએ શું કહ્યું?

BMCએ શૉપધારકોને કોઈ પણ જાતની જાણ કર્યા વિના દુકાનો ખૂલે એ પહેલાં ૩૦ માર્ચે સવારે અચાનક સમગ્ર કૉમ્પ્લેક્સને સીલ કરી દીધું હોવાથી ભાડૂત શૉપધારકો બિઝનેસ ન કરી શકવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. BMCની આ કામગીરી સામે ચોથા અને પાંચમા માળના ભાડૂત દુકાનદારો હાઈ કોર્ટમાં ગયા હતા. એને પગલે BMCએ ગઈ કાલે ત્રણ ભાડૂતોનાં સીલ ખોલવાં પડ્યાં હતાં. BMCએ આ કમર્શિયલ કૉમ્પ્લેક્સને સીલ મારવામાં ઉતાવળ કરી હોય એવું દુકાનદારોએ જણાવ્યું હતું. એણે ૩૧ માર્ચની નોટિસનો અમલ ૩૦ માર્ચે કર્યો છે. આ રીતે કોઈકના ઇશારે કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને નાના વેપારીઓ પર આર્થિક કટોકટી લાદી દેવાનો પેંતરો છે. જોકે આ કૉમ્પ્લેક્સમાં એક બૅન્કનું ATM અને બેઝમેન્ટમાં ચાલતી પ્રવૃત્તિઓને આ સીલમાંથી BMCએ કોઈ કારણસર બાકાત રાખ્યાં છે. એની સામે આ કૉમ્પ્લેક્સના અન્ય વેપારીઓ BMCની બેધારી નીતિની ચર્ચાઓ કરી રહ્યા હતા.

કોર્ટે શું કહ્યું?


ગોકુલ શૉપિંગ સેન્ટરના એક ભાડૂત વેપારી વિજય શેટ્ટીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘R-સેન્ટ્રલ વૉર્ડના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સમગ્ર કૉમ્પ્લેક્સના પાંચમા માળની જગ્યામાં સીલ મારી દીધાં હતાં. એથી અમે આ ગેરકાયદે રીતરસમ સામે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે BMCની સીલ મારવાની પ્રવૃત્તિ ગેરકાયદે છે એમ જણાવીને આદેશ કર્યો હતો કે BMCને સીલ મારવાનો હક નથી. એ એની બાકી ટૅક્સની રકમ સામે નિયમાનુસાર અટૅચમેન્ટ લાવી શકે છે, પરંતુ ભાડૂતોનો હક ડુબાડી શકે નહીં. એથી ગઈ કાલે BMCના R-સેન્ટ્રલ વૉર્ડના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ચોથા, પાંચમા અને ગ્રાઉન્ડ ફ્લોરની એક-એક શૉપમાંથી સીલ દૂર કર્યા હતાં.’

અધિકારી ન મળી શક્યા


સીલ મારવાની BMCની સત્તા નથી એવી હાઈ કોર્ટની ટિપ્પણી પછી ૧૧ દિવસ પછી પણ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પરના દુકાનદારોનાં સીલ BMCએ ખોલ્યાં નથી અને શા માટે ૩૧ માર્ચની નોટિસની અમલબજાવણી ૩૦ માર્ચે કરી એ વિશે BMCનો પક્ષ જાણવા ‘મિડ-ડે’એ ટેલિફોનિક પ્રયાસ કર્યો હતો, પરંતુ ડેપ્યુટી કમિશનર (અસેસમેન્ટ ઍન્ડ કલેક્શન) ડૉ. બાપુ પવારનો ફોન સ્વિચ્ડ-ઑફ આવતો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK