મેટ્રોની ભૂલ + BMCની બેદરકારી = પાણીની બબાલ

મેટ્રોના કામને લીધે ત્રણ દિવસ સુધી ખોરવાયો પાણીપુરવઠો : પાઇલિંગ કરતી વખતે પાઇપલાઇન તૂટી જતાં બોરીવલીના અમુક વિસ્તારોની તકલીફ વધી

water

ઉર્વી શાહ મેસ્ત્રી

બોરીવલી-ઈસ્ટના અમુક વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી BMCએ પાણીની સપ્લાય સાવ બંધ કરી હોવાથી રહેવાસીઓએ પાણી માટે વલખાં મારવાં પડ્યાં હતાં. મેટ્રોના ચાલી રહેલા પાઇલિંગના કામકાજને પગલે રવિવારે વહેલી સવારે સાડાચાર વાગ્યે પાણીની પાઇપલાઇન તૂટી હતી અને પાણીનો વેડફાટ થયો હતો. પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ ચાલી રહ્યું હોવાથી રવિવારથી મંગળવારની બપોર સુધી પાણીની સપ્લાય બંધ રહી હતી. બોરીવલી-ઈસ્ટમાં સિદ્ધાર્થનગર, કુલુપવાડી, મહાત્મા ગાંધી રોડ, કસ્તુરબા રોડ-નંબર ૭, કાર્ટર રોડ, રાજેન્દ્રનગર, ૯૦ ફીટ રોડ વગેરે વિસ્તારોમાં રહેવાસીઓને પૂરતું પાણી ન મળતાં મંગળવારની બપોર સુધી તેમની હાલત કફોડી બની હતી.

પાણીની સપ્લાય ત્રણ દિવસ સાવ બંધ હોવાથી બોરીવલી-ઈસ્ટના રહેવાસીઓએ મિડ-ડે LOCAL સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી.

દિવાળી આડે હવે બહુ ઓછા દિવસ રહ્યા છે એટલે લોકોએ રવિવારે દિવાળીની સાફસફાઈ કરવાનું વિચાર્યું હોય અને એ દિવસે જ બિલકુલ પાણી ન મળે તો કેવી હાલત થાય? એમ કહેતાં સ્થાનિક રહેવાસી તેજસ શાહે જણાવ્યું હતું કે ‘અમે રવિવારે ઘરની સાફસફાઈનું વિચાર્યું હતું અને અમારા ઘરે રવિવારથી મંગળવારની બપોર સુધી પાણી ન આવતાં અમે ઘણા હેરાન થયા હતા. અમારી આ સજા ટૅન્કરવાળાઓ માટે મજા બની રહી હતી. કેટલાક ટૅન્કરવાળાઓએ મૂળ ભાવ કરતાં ડબલ રૂપિયા પડાવીને ખુલ્લેઆમ લૂંટ ચલાવી હતી. પીવા માટે અમારે બિસલેરીની બૉટલો મગાવવી પડી હતી. દિવાળી પહેલાં જ અમારું દેવાળું નીકળી ગયું એમ કહી શકાય.’

રવિવાર હતો એટલે ઘરની સાફસફાઈ કરવાની હતી. ઘરના નળમાં પાણીનું ટીપું પણ ન આવતાં અમે નાહ્યા નહોતા કે રસોઈ પણ બનાવી શક્યા નહોતા એવી ફરિયાદ કરનાર સ્થાનિક મહિલા વર્ષા ભાયાણીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમે ઘરના લોકોએ બ્રેડ-બટર ખાઈને આખો દિવસ કાઢ્યો. અમારી સોસાયટીએ પોતાના ખર્ચે પાણીનું ટૅન્કર મગાવ્યું અને સાંજે માંડ થોડું પાણી મળ્યું. ત્રણ દિવસ સુધી અમને BMC દ્વારા છોડાતું પાણી ન મળતાં બહુ તકલીફ થઈ હતી. મંગળવારે બપોરે ત્રણ વાગ્યા બાદ અમને પાણી મળ્યું હતું અને પાણી લાલ કલરનું ગંદું આવ્યું હતું.’

બોરીવલી-ઈસ્ટના વૉર્ડ-ક્રમાંક ૧૪નાં નગરસેવિકા આસાવરી પાટીલે શું કહ્યું?

રવિવાર સવારે સાડાચાર વાગ્યે પાણીની ૩૬ મિલીમીટરની પાઇપલાઇન તૂટી હતી અને એમાં પુષ્કળ પાણી વેડફાયું હતું એટલે પાણીનો મેઇન વાલ્વ બંધ કરવો પડ્યો હતો. તૂટેલી પાણીની લાઇન ૧૬ ફુટ ઊંડે હતી અને એની આસપાસ ગૅસ અને કેબલની તથા અન્ય લાઇનો હોવાથી થ્ઘ્ગ્થી પાણી કાઢવું મુશ્કેલ બન્યું હતું એટલે બે પોકલેઇન મશીન મગાવ્યાં હતાં. રવિવારે આખો દિવસ એ કામ ચાલ્યું હતું અને પાઇપ ક્રૅક થતાં આઠ ફુટનો નવો પાઇપ સોમવારે મોડી સાંજ સુધી નખાઈ ગયો હતો. જોકે સોમવારે લોકોને થોડું પાણી મળી રહે એ માટે સવારે સાડાપાંચથી સાત વાગ્યા સુધી પાણી છોડ્યું હતું. સોમવારે રાત સુધીમાં સમારકામ પૂÊરું થઈ ગયું હતું.

પાઇપલાઇન કઈ રીતે તૂટી એવો પ્રશ્ન કરતાં પાઇલિંગના ઇન્ચાર્જ અધિકારી વિનય મિશ્રાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ભ્-૧૯ તાતા પાવર પાસે પાઇલિંગનું કામ ચાલી રહ્યું હતું એ વખતે પાણીનો પાઇપ તૂટી ગયો હતો અને જેની જાણ અમને સવારે સાડાચાર વાગ્યે થતાં અમે તરત ગ્પ્ઘ્ને જાણ કરી હતી. આમ તો આ કામ ચાલુ કરતાં પહેલાં અમારા મશીનથી અહીં કોઈ યુટિલિટી છે કે નહીં એ જોવા અમે સાડાદસ ફુટ ઊંડે સુધી ચેક કર્યું હતું ત્યારે આ પાઇપલાઇન અમને

નહોતી દેખાઈ, કારણ કે એ ૧૬ ફુટ નીચે હતી. ત્યાં સુધી અમારું મશીન પહોંચવું અશક્ય હતું. હવે આવી ઘટના ન બને એ માટે અમે BMC પાસેથી જ્યાં ફૉલ્ટ હશે એ જગ્યાએ સ્ટ્રક્ચરને રીડિઝાઇન કરાવીશું જેથી આવો બનાવ ન બને અને પાણીનો વેડફાટ પણ ન થાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK