માલવણીમાં વિદ્યાર્થિનીની છેડતી કરનારા યુવકની ધરપકડ

માલવણીમાં બસ-સ્ટૅન્ડ પર વિદ્યાર્થિનીની છેડતી કરનારા યુવકને બાઇકના નંબરના આધારે પોલીસે પકડ્યો

molest

માલવણી પોલીસે ૨૧ વર્ષની વિદ્યાર્થિનીની સાથે છેડતી કરવાના આરોપસર એક યુવકની ધરપકડ કરી છે. યુવતી મઢ-માર્વે રોડ પર કૉલેજ જવા માટે બસની રાહ જોઈને બસ-સ્ટૅન્ડ પાસે ઊભી હતી ત્યારે બાઇક પર આવેલા યુવકે તેની સાથે અfલીલ હરકતો કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરતાં આરોપી ત્યાંથી નાસી ગયો હતો, પરંતુ યુવતીએ આરોપીની બાઇકનો નંબર નોંધી લીધો હતો. એ પછી યુવતીએ બાઇકનો નંબર આપીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એના આધારે પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજના મદદથી આરોપીને પકડી પાડ્યો હતો.

માલવણીમાં બાઇકરને અડફેટે લેનારી મહિલાને પોલીસે પકડી

માલવણી પોલીસે એક મહિલાને તાબામાં લીધી છે. મહિલા પર આરોપ છે કે તેણે શનિવારે સાંજે મલાડમાં મઢ-માર્વે રોડ પર પવન તેન્ડુલકર નામના એક બાઇકસવારને ટક્કર મારી હતી અને ફરાર થઈ ગઈ હતી. ગંભીર રીતે જખમી થયેલા પવનને સ્થાનિક લોકો સંજીવની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. આ સંદર્ભે પોલીસે કેસ નોંધીને આરોપી મહિલાને તાબામાં લઈને તપાસ શરૂ કરી છે. મહિલા નશાની હાલતમાં કાર ચલાવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે નશાની હાલતમાં ગાડી ચલાવવામાં આવી હોવાનો ઇનકાર કર્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK