વૉટર ધમાકા

બોરીવલીની ચીકુવાડી નજીક થયેલા લીકેજના પાણીનો ચોથા માળ સુધી ઊડ્યો ફુવારો : બાજુમાં આવેલું ખેતર પણ ધોવાઈ ગયું, પાંચ કારને નુકસાન, એક દીવાલ તૂટી : ૩૬,૦૦૦ લીટર પાણીનો વેડફાટ

water

યશ રાવલ

બોરીવલી (વેસ્ટ)માં ચીકુવાડી નજીકના કલ્પના ચાવલા રોડને અડીને આવેલી પાઇપલાઇન ફૂટતાં લીક થયેલા પાણીનો ફોર્સ એટલો જબરદસ્ત હતો કે એ સૂર્યા બિલ્ડિંગના ચોથા માળ સુધી પહોંચ્યો હતો અને એણે એક વૃક્ષ, એક બિલ્ડિંગની કમ્પાઉન્ડ-વૉલ, પાંચ કાર અને એક ટેમ્પોને નુકસાન પહોંચાડ્યું હતું. એ ઉપરાંત એક ખેતરને બરબાદ કરી નાખ્યું હતું એટલું જ નહીં, નજીકમાં આવેલી ઝૂંપડપટ્ટી (આંબેડકરનગર)માં પાણી ઘૂસી જવાથી રહેવાસીઓએ આખી રાત ઘરની બહાર વિતાવવી પડી હતી અને તેમની ઘરવખરીને પણ ખાસ્સું નુકસાન થયું હતું. હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું અને ચોથા માળ સુધી ઊડતા ફુવારાને જોઈને લોકો ગભરાઈ ગયા હતા.

અહીં બાજુમાં દાદરકર કુટુંબની માલિકીનું ખેતર આવેલું છે અને એમાં વાવેલો પાક પાણીમાં ધોવાઈ ગયો હતો.

BMCના અધિકારી પી. વાઘમારેએ ‘મિડ-ડે’ને પાઇપલાઇન ફૂટવાનું કારણ કોઈ દુર્ઘટના ન હોવાનું સમજાવતાં કહ્યું હતું કે ‘કુદરતી કારણસર આ પાઇપલાઇન ફાટી હતી. કોઈ ટક્કર લાગવાને કારણે કે અન્ય કોઈ અકસ્માતને કારણે પાઇપલાઇન ફૂટી નથી. અમને આ સંદર્ભનો ફોન-કૉલ મળતાં અમે વૉટર-સપ્લાય બંધ કરી દીધી હતી અને સમારકામ માટે ટીમ મોકલી આપી હતી. સમારકામ પૂરું થતાં એકથી બે દિવસ જેટલો સમય લાગશે.’

જોકે એનો અર્થ એમ થયો કે જૂની પાઇપલાઇન્સ મેઇન્ટેઇન કરવાનું કામ BMC યોગ્ય રીતે નથી કરી રહી અને એને કારણે અવારનવાર આ પ્રકારના બનાવ બને છે અને પીવાલાયક તેમ જ વાપરવાલાયક હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે કલ્પના ચાવલા માર્ગથી ચીકુવાડી જતો એક સાઇડનો આખો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જેને કારણે એક જ લેનમાં ટ્રાફિક-વ્યવહાર ચાલી રહ્યો છે.

જ્યારે આ બનાવ બન્યો ત્યારે પાણીના જોરને કારણે પાઇપલાઇન પર પાર્ક કરેલો ટેમ્પો ઊછળીને પડ્યો હતો જેના ધડાકાના અવાજને કારણે બિલ્ડિંગના રહેવાસીઓ ઘરની બહાર દોડી ગયા હતા.

બોરીવલી પોલીસ-સ્ટેશનના અધિકારીએ ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘BMCની ઑફિસ રાતના સમયે બંધ હોવાથી નાગરિકોએ કરેલા ફોનનો તેમને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. જ્યારે અમને આ ઘટનાની જાણ થઈ અને ઘટનાસ્થળે ૬૦૦ જેટલા માણસો જમા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું ત્યારે અમે ઘટનાસ્થળે ત્રણ જીપ અને એક વૅન મોકલાવી હતી અને તાત્કાલિક BMC અધિકારીનો સંપર્ક કરીને તેમને વૉટર-સપ્લાય બંધ કરવાનું જણાવ્યું હતું. આ મામલામાં પોલીસ લોકોની ભીડને કાબૂમાં લેવા સિવાય કંઈ કરી શકે એમ નહોતી.’

આશરે પોણો કલાક સુધી ૩૬,૦૦૦ લીટર પાણી વેડફાયા બાદ પીવાના પાણીની આ પાઇપલાઇનની સપ્લાય બંધ થઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK