મલાડમાં કૅન્સરગ્રસ્ત ગુજરાતી મહિલાએ ટેરેસ પરથી હરે કૃષ્ણનું નામ લઈને નીચે ઝંપલાવ્યું

માર્વે રોડ પરની કપોળ સોસાયટીમાં બની ઘટના: પૂજાપાઠ પતાવ્યા બાદ નયના લિયાએ કર્યો આપઘાત

sucide


જયેશ શાહ

મલાડ (વેસ્ટ)ના માર્વે રોડ પરની ગ્રાઉન્ડ પ્લસ ફોર માળની એક સોસાયટીની ટેરેસ પરથી ગઈ કાલે બપોરે છલાંગ મારીને કૅન્સરથી પીડાતાં પંચાવન વર્ષનાં ગુજરાતી પરિણીત મહિલા નયના લિયાએ આપઘાત કર્યો હતો. બીમારીને કારણે તેઓ તનાવમાં રહેતાં હોવાનું તેમની નજીકના લોકોએ જણાવ્યું હતું.

સોસાયટીના સભ્યોનું શું કહેવું છે?


કપોળ હાઉસિંગ કો-ઑપરેટિવ સોસાયટીના સભ્યોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ખ્-૬ વિન્ગના ત્રીજા માળે રહેતા વૈષ્ણવ વણિક જિતેન્દ્ર લિયાનાં પત્ની નયનાબહેન દરરોજ ટેરેસ પર જમ્યા પછી વૉક કરવા જતાં હતાં. ગઈ કાલે રજાનો દિવસ હોવાથી પતિ જિતેન્દ્ર, પચીસ વર્ષનો પુત્ર વિક્રમ અને ૩૦ વર્ષની દીકરી ઘરમાં જ હતાં. જિતેન્દ્ર લિયા સાડીના પ્રિન્ટિંગના વેપાર સાથે સંકળાયેલા હતા અને હાલમાં નિવૃત્ત છે, જ્યારે બન્ને બાળકો જૉબ કરે છે. ગઈ કાલે નયનાબહેન નિયત સમય કરતાં વહેલાં ટેરેસ પર ગયાં હતાં. એ સમયે પરિવારના સભ્યો ઘરમાં જ હતા.’

કઈ રીતે ઘટના બની?


બપોરે આશરે ૧૨ વાગ્યે ટેરેસ પરથી એક મહિલા કપોળ બૅન્કની બાજુના સોસાયટીના ગેટની અંદરની સાઇડ ટેરેસ પરથી ધડાકાભેર પડી હતી. સોસાયટીના મેદાનમાં રમી રહેલાં બાળકોએ આ ઘટના જોઈને બૂમો પાડી હતી એટલે ચોકીદાર અને સોસાયટીના સભ્યો દોડી આવ્યા હતા. મહિલાના માથાના ભાગમાંથી લોહી વહી રહ્યું હતું. સોસાયટીના સભ્યોએ જોયું તો તે મહિલા નયનાબહેન હતાં એટલે તેમણે તરત જ તેમના ઘરના સભ્યોને જાણ કરી હતી. બાદમાં નયનાબહેનને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ફરજ પરના ડૉક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કયાર઼્ હતાં. બૉડીને પોસ્ર્ટમૉર્ટમ માટે ભગવતી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સોસાયટીના આગેવાનોએ આ ઘટના વિશે તરત જ મલાડ પોલીસ-સ્ટેશનને જાણ કરી હતી.

સોસાયટીના અમુક સભ્યોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં ત્રણ વિન્ગમાં કુલ ૫૮ ફ્લૅટ છે, પરંતુ ટેરેસ પરના દરવાજા તૂટેલી હાલતમાં છે અને ટેરેસ પર તાળું મારવામાં આવતું નથી એટલે કોઈ પણ વ્યક્તિ આસાનીથી કોઈનેય જાણ થયા વગર ટેરેસ પર જઈ શકે છે. આ ઘટના બનતાં હવે અમે આ વિશે સોસાયટીના વહીવટદારોને ટેરેસ પર લૉક મારવાનું જણાવીશું, જેથી ભવિષ્યમાં આ રીતની કોઈ ઘટના ન બની શકે.’

પોલીસનું શું કહેવું છે?


મલાડ પોલીસ-સ્ટેશનના તપાસનીસ અધિકારી અભિજિત કુડાલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નયના લિયા દરરોજ બપોરે જમ્યા બાદ ટેરેસ પર વૉક લેવા જતાં હતાં. ૨૦૧૬માં નયનાબહેનને કૅન્સર થયું હતું એટલે કદાચ તેઓ ડિપ્રેશનમાં રહેતાં હતાં. ગઈ કાલે નયનાબહેન પૂજાવિધિ કરીને જમ્યા પહેલાં જ ઘરમાં કોઈને કહ્યા વગર ટેરેસ પર ગયાં હતાં અને હરે કૃષ્ણ બોલીને ટેરેસ પરથી કૂદકો લગાવ્યો હતો. અમે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ કરી રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK