આક્રમક ગિલીએ બૅન્ગલોરની મુસીબત વધારી

અણનમ ૮૫ રનથી ગેઇલની હાફ સેન્ચુરી ઝાંખી પાડી : વિરાટ ઍન્ડ કંપનીએ હવે ચેન્નઈ સામેની છેલ્લી લીગ જીતવી જ પડશે

બૅન્ગલોર: રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમ હોમ-ગ્રાઉન્ડ પર છેલ્લી છએછ મૅચ જીતી ગયું હતું, પરંતુ ગઈ કાલે પહેલી વાર એણે પરાજય જોવો પડ્યો હતો અને એ માટે કિંગ્સ ઇલેવન પંજાબનો મોડે-મોડે ફૉર્મમાં આવેલો ઍડમ ગિãલ્ક્રસ્ટ (૮૫ નૉટઆઉટ, ૫૪ બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર) જવાબદાર છે.

ગિલીએ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરને પરાજય તરફ ધકેલીને પ્લે-ઑફ માટેની એની સંભાવના ઑર ઘટાડી છે. વિરાટ ઍન્ડ કંપનીએ હવે શનિવારે ઘરઆંગણે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની પોતાની છેલ્લી લીગ મૅચ જીતવી જ પડશે.

ઝહીર ખાન ગઈ કાલે આ ટુર્નામેન્ટમાં પહેલી વાર રમ્યો હતો જેમાં તેને ૪ ઓવરમાં ૩૦ રનમાં શૉન માર્શની એકમાત્ર વિકેટ મળી હતી.

મહમૂદનું ૧૭૫ સાથે ખાસ કનેક્શન

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે ક્રિસ ગેઇલ (૭૭ રન, ૫૩ બૉલ, છ સિક્સર, ચાર ફોર) અને વિરાટ કોહલી (૫૭ રન, ૪૩ બૉલ, બે સિક્સર, છ ફોર)ની હાફ સેન્ચુરીઓની મદદથી પાંચ વિકેટે ૧૭૪ રન બનાવ્યા હતા. પંજાબના પરવિન્દર અવાનાએ ત્રણ અને અઝહર મહમૂદે બે વિકેટ લીધી હતી. બૅન્ગલોરે છેલ્લી ૧૦ ઓવરમાં ૧૨૨ રન બનાવ્યા હતા.

કિંગ્સ ઇલેવન પંજાબ માટે ગિલી અને મહમૂદ (૬૧ રન, ૪૧ બૉલ, એક સિક્સર, આઠ ફોર) વચ્ચેની ૧૧૮ રનની ભાગીદારી મૅચવિનિંગ નીવડી હતી. મહમૂદની આ ૧૭૫મી વ્૨૦ મૅચ હતી અને એમાં તેણે ટીમને ૧૭૫નો ટાર્ગેટ મેળવવામાં મોટું યોગદાન આપ્યું હતું.

ગેઇલ-ગિલી બન્નેને જીવતદાન


કિંગ્સ ઇલેવન પંજાબનો ડેવિડ મિલર બે રને મુરલીધરનના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો, પરંતુ પછી ગિલીએ જીવતદાનની મદદથી ગેઇલની ૭૭ રનની ઇનિંગ્સને ઝાંખી પાડી દીધી હતી. ગિલી ૧૮ રને હતો ત્યારે મુરલીધરનના બૉલમાં ન્ગ્ષ્ હોવા છતાં અમ્પાયરે તેને આઉટ નહોતો આપ્યો.

એ પહેલાં બૅન્ગલોરની ઇનિંગ્સમાં ગેઇલ ૪ રન પર હતો ત્યારે ન્ગ્ષ્ની જોરદાર અપીલમાં તે અમ્પાયરની મહેરબાનીથી બચી ગયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK