૧૭ વર્ષે જન્મેલી દીકરી અચાનક છીનવાઈ ગઈ

કાંદિવલીમાં રહેતી અઢી વર્ષની ગુજરાતી બાળકી ગઈ કાલે બપોરે તેના ચોથા માળના ફ્લૅટના બેડરૂમની બૉક્સ-ગ્રિલમાં રમી રહી હતી ત્યારે એમાંથી સરકી ગઈ અને નીચે પડી

child

જયેશ શાહ

કાંદિવલી (વેસ્ટ)માં અઢી વર્ષની બાળકી ગઈ કાલે બપોરે તેના ચોથા માળના ફ્લૅટના બેડરૂમમાંથી આકસ્મિક રીતે નીચે પડી જતાં કરુણ મોત થયું હતું. આ મામલે કાંદિવલી પોલીસ તપાસ કરી રહી છે.

કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મુકુંદ પવારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સંતોષીમાતાના મંદિર સામે જય અપાર્ટમેન્ટમાં C-૩૯માં રહેતા મનીષ શાહની અઢી વર્ષની દીકરી યાશી ગઈ કાલે બપોરે ૧૨.૪૫ વાગ્યે તેના ઘરના ચોથા માળના બેડરૂમની બારીની બૉક્સ-ગ્રિલમાં રમતી હતી ત્યારે એમાંથી સરકી ગઈ હતી અને નીચે પડી ગઈ હતી. યાશીને તરત જ ડૉ. ચિરાગ મહેતા હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.’

બૉડીને પોસ્ર્ટમૉર્ટમ માટે ભગવતી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે યાશીના પપ્પા મનીષ શાહનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કર્યું છે. પોલીસને ઘટનામાં કંઈ શંકાસ્પદ જણાયું નથી. પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધીને વધુ તપાસ કરી રહી છે.

આ ઘટના વિશે સોસાયટીના મેમ્બરોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે યાશી બેડરૂમની બારીમાં રોજની જેમ બૉક્સ-ગ્રિલમાં રમતી હતી. ગઈ કાલે પાડોશીની છોકરી પણ તેની સાથે રમવા આવી હતી.

યાશીનો બાંધો એકદમ પાતળો હોવાથી તે બૉક્સ-ગ્રિલમાંથી સરકી ગઈ હતી અને નીચે પડી હતી.

યાશીના પપ્પા જૉઇન્ટ ફૅમિલીમાં રહે છે અને તેમના ઘેર ૧૭ વર્ષે દીકરી અવતરી હતી. તેના અચાનક કરુણ મોતના પગલે ઘરમાં અને સોસાયટીમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું હતું.

સોસાયટીના એક મેમ્બર કહ્યું હતું કે ‘યાશી નીચે પડી ત્યારે ઘરના સભ્યો તેમની પ્રવૃત્તિમાં હતા. નીચેથી આવીને કોઈકે આ માઠા સમાચાર આપ્યા ત્યારે તેમને ઘટનાની જાણ થઈ હતી.’

આ સોસાયટીમાં કુલ પાંચ વિન્ગ છે અને મનીષ શાહના ફ્લૅટના બેડરૂમની બારી રસ્તા તરફ પડે છે. યાશી બિલ્ડિંગ નીચેની દુકાનો સામે પડી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK