શ્વાન સાથે ક્રૂરતા આચરનારો ૩૦૦૦ રૂપિયામાં છૂટી ગયો એનો પ્રાણીપ્રેમીઓમાં આક્રોશ

આકરી સજા અને નવો કાયદો ઘડવાની માગણી કરીને કાઢી મૂક કૅન્ડલ-માર્ચ : આ ડૉગી સાથે થયેલી ઘટનાને નિર્ભયા સાથે સરખાવીને ન્યાયની માગણી કરી

dog

મમતા પડિયા

કાંદિવલીમાં બિન્દુ નામની ડૉગી સાથે થોડા સમય પહેલાં જાતીય અત્યાચાર કર્યા બાદ ક્રૂરતાથી એેની હત્યા કરનારો વૉચમૅન ફક્ત ૩૦૦૦ રૂપિયાના જામીન પર છૂટી ગયો હોવાથી એની સામે આક્રોશ વ્યક્ત કરવા તેમ જ વૉચમૅનને ગંભીર સજા કરવાની માગણી સાથે રવિવારે સાંજે પ્રાણીપ્રેમીઓ દ્વારા કૅન્ડલ-માર્ચ કાઢવામાં આવી હતી. બિન્દુ પર બળાત્કાર કર્યા બાદ એની યોનિમાં લોખંડનો સળિયો ખોસીને હત્યા કરવામાં આવી હતી. આ મામલાની દિલ્હીમાં બનેલા નિર્ભયાકેસ સાથે સરખામણી કરીને ૫૦૦થી વધુ પ્રાણીપ્રેમીઓએ શાંતિપૂર્વક કૂચ કરીને પ્રાણીઓ પર અત્યાચાર સંબંધી જૂના કાયદાને બદલીને નવા આકરા કાયદા લાવવાની જોરદાર માગણી કરી હતી.

મૂંગા પશુ સાથે થઈ રહેલી ક્રૂરતાનો અંત લાવવો જોઈએ અને બિન્દુ સાથે અકુદરતી વર્તન કરનાર વિકૃત માનસ ધરાવતા વૉચમૅનને આકરી સજા મળવી જોઈએ એમ જણાવીને બાંદરામાં કાર્ટર રોડ પર કૅન્ડલ-માર્ચ યોજનારા વિજય મોહનાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બિન્દુ સાથે થયેલી ક્રૂરતાને ન્યુઝપેપરમાં વાંચીને મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે મેં પ્રાણીઓ માટે કામ કરતી કેટલીક બિનસરકારી સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ અમે કંઈ કરી શક્યા નહીં. નવ દિવસ પહેલાં મેં મારા જેવા સાત પ્રાણીપ્રેમી મિત્રોને બિન્દુ માટે કૅન્ડલ-માર્ચ યોજવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મારી સાથે ૪૦થી ૫૦ જણ તો જોડાશે જ એવો અંદાજ હતો; પરંતુ મેં અને મારા સાત મિત્રોએ ફેસબુક, ટ્વિટર જેવી સોશ્યલ સાઇટ્સ પર રવિવારની કૅન્ડલ-માર્ચ વિશે માહિતી આપી હતી જેમાં બૉલીવુડની સેલિબ્રિટીથી માંડીને ટીવીસ્ટાર, રાજકારણીઓ તેમ જ જાણીતી વ્યક્તિઓ જોડાઈ હતી. મેં અને મારા સાત ફ્રેન્ડ્સે આ ઇવેન્ટને સફળ બનાવવા માટે કરેલી મહેનતે અમને ધાર્યા કરતાં વધુ સારો પ્રતિસાદ આપ્યો હતો.’

આ કૅન્ડલ-માર્ચ યોજવાનો હેતુ માત્ર જૂના કાયદાઓને બદલી ક્રૂરતાનો ભોગ બનતાં પ્રાણીઓને બચાવવાનો હતો એમ જણાવીને વિજય મોહનાનીએ કહ્યું હતું કે ‘મેં કોઈ પણ સ્પૉન્સર કે બિનસરકારી સંસ્થાની મદદ લીધા વગર કૅન્ડલ-માર્ચનું આયોજન કર્યું હતું. મૃત્યુના થોડા સમય પહેલાં જ બિન્દુએ સાત ગલૂડિયાંને જન્મ આપ્યો હતો. બિન્દુ સાથે બનેલા બનાવના આઘાતમાં એનાં સાતેય ગલૂડિયાં પણ મૃત્યુ પામ્યાં હતાં. પ્રાણીપ્રેમીએ પોલીસ-ફરિયાદ કરીને આરોપીને પકડવાની માગણી કરી હતી. પોલીસે તપાસ કરીને ત્યાંની સોસાયટીના વૉચમૅન પ્રેમશંકર રાયની ધરપકડ કરી હતી, પરંતુ અમુક જ કલાકમાં ૩૦૦૦ રૂપિયાના જામીન ભરીને આ વિકૃત છૂટી ગયો હતો. બિન્દુની હત્યાનો ન્યાય થવો જરૂરી છે અને એના તેમ જ ગલૂડિયાંઓના આત્માની શાંતિ માટે આ કૅન્ડલ-માર્ચ યોજવામાં આવી હતી.’

શું હતી બિન્દુની ઘટના?

કાંદિવલી (ઈસ્ટ)ના ઠાકુર કૉમ્પ્લેક્સની આર્શીવાદ સોસાયટીમાં ૧૫ ઑગસ્ટે મધરાતે બિન્દુ નામની ડૉગી પર વૉચમૅન પ્રેમશંકર રાયે જાતીય અત્યાચાર કરીને એની હત્યા કરી હતી. ૧૬ ઑગસ્ટે લોહીના ખાબોચિયામાં મળેલી બિન્દુની સર્જરી કરવામાં આવી હતી, પરંતુ એને બચાવી શકાઈ નહોતી. પ્રાણીપ્રેમીઓએ આજુબાજુની સોસાયટીનાં CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં ઘટનાની રાતે બિન્દુના ગુદામાર્ગમાં સળિયા જેવું કંઈક લટકતું જોવા મળ્યું હતું.

પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરીને આખા મામલાની તપાસ કરવાની માગણી પ્રાણીપ્રેમીઓએ કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK