આવા રસ્તા પરથી કેમ ચાલવું?

ગોરેગામમાં રોડની દુર્દશાથી રાહદારીઓ થઈ રહ્યા છે હેરાન

goregaon

ઉર્વી શાહ-મેસ્ત્રી

ગોરેગામ-વેસ્ટની ગોરેગામ ટેલિફોન એક્સચેન્જવાળી ગલીમાં મુલુંડ લિન્ક રોડ તરફ જતા રસ્તાની હાલત બદતર થઈ ગઈ છે. જોકે ત્રણ મહિના પહેલાં જ રોડને રિનોવેટ કરવામાં આવ્યો છે છતાં રસ્તા પર ખાડાઓ પડી ગયા હોવાથી અસમથળ બની જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તો વળી વાહનચાલકોને અહીંથી પસાર થતાં નાકે દમ આવી ગયો છે.

આ બાબતે ફરિયાદ કરનાર એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આખા રસ્તા પર નાના-મોટા અસંખ્ય ખાડાઓ પડી જવાથી રસ્તાની બિસમાર હાલત થઈ છે. સાવ સાંકડી ગલી હોવાથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યાનો કોઈ પાર નથી. અસમથળ રસ્તાને રિપેર કરવામાં ન આવતાં એ વધુ ખરાબ થઈ રહ્યો છે. જોકે પ્રશાસન દ્વારા રસ્તાને રિપેર કરવા બાબતે કોઈ પગલાં ભરવામાં ન આવતાં અમારી તકલીફો વધી ગઈ છે. આવા રસ્તા પરથી રોજ પસાર થતાં નાકે દમ આવી ગયો છે. વહેલી તકે રસ્તાને સમથળ કરાય તો સારું થશે.’

આ બાબતે ફરિયાદ કરનાર અન્ય એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રસ્તાને રિનોવેટ કરવાને માત્ર ત્રણ મહિના થયા છે ત્યારે રસ્તા પરના ખાડાઓને જોઈને અંદાજ આવી જાય કે અહીં કેવી ગુણવત્તાવાળું કામ થયું છે. રસ્તાનું કામ પાકાપાયે થયું ન હોવાથી ખર્ચાયેલા પૈસાનું પણ પાણી થયું છે. હવે જ્યારે ફરી રસ્તાને રિપેર કરાશે ત્યારે ફરી પૈસા ખર્ચાશે. આથી પૈસાનો પણ રીતસરનો બગાડ થઈ રહ્યો છે એમ કહેવું ખોટું નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK