મિડ-ડેના રિપોર્ટ બાદ બોરીવલીનાં બધાં એેસ્કેલેટર્સ હવે ચાલુ થઈ ગયાં

ગુજરાતથી આવતા હજારો રેલવે-પ્રવાસીઓની સમસ્યા ઉકેલાઈ ગઈ: પ્લૅટફૉર્મ-નંબર ૧૦નું ભાગ્યે જ ચાલુ રહેતું એસ્કેલેટર પણ શરૂ થઈ ગયું

escalator

પ્રીતિ ખુમાણ ઠાકુર

બોરીવલી સ્ટેશન પર લોકલ ટ્રેનો આવે એ પ્લૅટફૉર્મની સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો આવે એ પ્લૅટફૉર્મના એસ્કેલેટર રહસ્યમય રીતે બંધ થઈ જતાં હતાં. જોકે ‘મિડ-ડે’એ આ વિષયને ગંભીરતાથી લઈને રેલવે-પ્રશાસન સુધી આ સમસ્યા પહોંચાડ્યા બાદ પ્રશાસને પણ ગંભીરતા દેખાડી છે. એથી હવે એસ્કેલેટર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યાં હોવાથી હજારોની સંખ્યામાં પ્રવાસ કરતા રેલવે-પ્રવાસીઓએ નિરાંત અનુભવી છે.

‘મિડ-ડે’ દ્વારા બોરીવલી સ્ટેશને ગુજરાત, રાજસ્થાન, ઇન્દોર વગેરે સ્થળેથી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો જે પ્લૅટફૉર્મ પર આવે ત્યાંનું એસ્કેલેટર ઇરાદાપૂર્વક બંધ કરવામાં આવે છે એવા રેલવે-પ્રવાસીઓના આક્ષેપ સાથે સંપૂર્ણ અહેવાલ પ્રસિદ્વ કરવામાં આવ્યો હતો. આ વિશે રેલવેએ પણ તાત્કાલિક પગલાં લેવાનું ‘મિડ-ડે’ને આશ્વાસન આપ્યું હતું. ત્યાર બાદ ‘મિડ-ડે’ દ્વારા અમુક દિવસ બોરીવલી સ્ટેશન પર એસ્કેલેટર્સની તપાસ કરવામાં આવી હતી અને આ એસ્કેલેટર બરાબર ચાલી રહ્યાં હોવાની ખાતરી થઈ છે તેમ જ રેલવે દ્વારા વિશેષ ડ્રાઇવ પણ હાથ ધરાય છે. એથી ‘મિડ-ડે’ના પ્રયાસોને કારણે લાંબા અંતરની ટ્રેનો સાથે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા હજારો પ્રવાસીઓને રાહત મળી છે.

‘મિડ-ડે’ને પત્ર લખીને આભાર વ્યક્ત કરતાં સૌરાષ્ટ્ર પૅસેન્જર્સ અસોસિએશનના સેક્રેટરી અને કાંદિવલીમાં રહેતા નીતિન વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એસ્કેલેટરનો એક કે બે વ્યક્તિ દ્વારા નહીં પણ રોજ હજારોની સંખ્યા પ્રવાસ કરતા પ્રવાસીઓ દ્વારા થતો હોય છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓની સાથે લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે એસ્કેલેટર ખૂબ જ મહત્વની સુવિધા છે, પરંતુ એ વારંવાર બંધ પડી જતાં હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. એમાં લાંબા અંતરનો પ્રવાસ કરતા પ્રવાસીઓ પાસે તો વજનદાર સામાન હોય છે એથી આ પ્રવાસીઓને તો અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી અને કૂલીઓ માગે એટલા પૈસા નાછૂટકે આપવા પડતા હતા.

‘મિડ-ડે’એ આ અતિ ગંભીર અને ખૂબ જ મહત્વના વિષય વિશે ધ્યાન આપીને રેલવે-પ્રશાસન સુધી અમારી ફરિયાદ પહોંચાડતાં અંતે એનું નિવારણ થયું છે. ‘મિડ-ડે’ના પ્રયાસોને કારણે હજારો પ્રવાસીઓએ રાહત અનુભવી છે જે ખૂબ મોટી વાત કહેવાય.’

સૌરાષ્ટ્ર પૅસેન્જર્સ અસોસિએશનના બોરીવલીમાં રહેતા જૉઇન્ટ સેક્રેટરી હિમાંશુ બક્ષીએ જણાવ્યું હતું કે ‘એસ્કેલેટર ઇરાદાપૂર્વક વારંવાર બંધ પડતાં ગુજરાતથી આવતી મેલ-એક્સપ્રેસના પ્રવાસીઓ વધુ પડતા હેરાન થતા હતા. બોરીવલી સ્ટેશન પર લાંબા અંતરની મોટા ભાગની બધી જ મેલ-એક્સપ્રેસ ટ્રેનો હૉલ્ટ કરતી હોવાથી પ્રવાસીઓ અહીંથી મેલ ટ્રેનો પકડતા હોય છે. જોકે બાય રોડ આવતા પ્રવાસીઓ રિક્ષાથી બોરીવલી (ઈસ્ટ)માં ઊતરે તો સ્ટેશનમાં હેવી સામાન, બૅગ લઈને જવું મુશ્કેલ થઈ જતું હોય છે. એને કારણે અહીં એસ્કેલેટરની સુવિધા કરવામાં આવી છે. જોકે

પ્લૅટફૉર્મ-નંબર ૧૦નું એસ્કેલેટર મેં ક્યારેય ચાલતું જોયું નહોતું અને આ એસ્કેલેટર તો ૯૫ ટકા બંધ જ રહેતું હતું. અમે પોતે પણ ત્રણથી ચાર વખત પ્લૅટફૉર્મ પર જઈને તપાસ કરી તો આ એસ્કેલેટર પણ ચાલવા લાગ્યું હતું. આ એસ્કેલેટર સાથે પ્લૅટફૉર્મ-નંબર ૩, ૪, ૫, ૬, ૭ એમ આ સ્ટેશન પરનાં ચારેય એસ્કેલેટર ચાલુ હોવાની અમે ખાતરી કરી છે. રેલવેએ ‘મિડ-ડે’ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ પર ધ્યાન આપીને એસ્કેલેટર યોગ્ય રીતે ચાલુ રહે એના પર ધ્યાન આપવાની સાથે કૂલીઓ દ્વારા કરાતી હરકતો પર પણ ધ્યાન આપ્યું છે. કમાણી કરવા માટે કૂલીઓ દ્વારા એસ્કેલેટરમાં અટકચાળાં થતાં હોવાની અમારી શંકા હતી એથી રેલવે દ્વારા ડ્રાઇવ હાથ ધરીને એના પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ જ રીતે એસ્કેલેટરની સુવિધા પ્રવાસીઓને યોગ્ય રીતે મળતી રહેશે તો પ્રવાસીઓને ખૂબ રાહત રહેશે.’

રેલવેનું શું કહેવું છે?

આ વિશે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર રવીન્દ્ર ભાકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ‘મિડ-ડે’ દ્વારા માહિતી અપાયા બાદ ત્યાં સ્પેશ્યલ ટીમ દ્વારા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. બધાં એસ્કેલેટર્સ વ્યવસ્થિત ચાલુ કરવામાં આવ્યાં છે અને એના પર વિશેષ ધ્યાન પણ આપવામાં આવી રહ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK