ગજબના સુપરહીરો સ્ટુડન્ટ્સ

રેલવે-ટ્રૅક પર આત્મહત્યા કરવા ઊભી રહેલી મહિલાને બાવડાં ઝાલીને NSSના પાંચ સ્ટુડન્ટ્સે ઉગારી અને પોલીસને સોંપીને જતા રહ્યા, મિડ-ડેએ આ સ્ટુડન્ટ્સની ઓળખ મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સમાજ માટે કંઈક કરવાની શીખ મળી છે એને અનુસર્યા એમ કહી સ્મિત આપીને જતા રહ્યા

malad3

મમતા પડિયા

મલાડ રેલવે-સ્ટેશન પર લોકલ ટ્રેનની સામે જીવ દેવા તૈયાર થયેલી મહિલાને કૉલેજિયનના ગ્રુપે ઉગારી લીધી હતી. સોમવારે બપોરે એક વાગ્યે મલાડના પ્લૅટફૉર્મ-નંબર એક પર આવતી બોરીવલી સ્લો લોકલ સામે દસેક મિનિટથી મહિલા ઊભી હતી. આ મહિલાને NSSના પાંચ સ્ટુડન્ટ્સે મળીને સમજાવી અને આખરે તેનાં બાવડાં ઝાલીને પ્લૅટફૉર્મ પર ચડાવી દીધી હતી. મલાડના રેલવે-ટ્રૅક પર ચાલેલો આ ડ્રામા ઘણા પ્રવાસીઓ જોઈ રહ્યા હતા અને કેટલાક પોલીસને બોલાવવાની એકબીજાને સલાહ આપી રહ્યા હતા, પરંતુ NSSની ટ્રેઇનિંગ માટે મલાડથી ચર્ચગેટ જઈ રહેલા પાંચ સ્ટુડન્ટ્સે ગજબની હિંમત દર્શાવી હતી. તેઓ છલાંગ મારીને ટ્રૅક પર કૂદી પડ્યા અને મહિલા પાસે પહોંચી ગયા હતા. મહિલાને રેલવે-ટ્રૅક પર હટાવતાં ટ્રેનના મોટરમૅને પણ ખુશ થઈને થમ્બની નિશાની દેખાડી યુવા સ્ટુડન્ટ્સને શાબાશી આપી હતી. 

malad2

આ મહિલાના એક હાથમાં મોબાઇલ હતો અને એક પગ ટ્રૅક પર રાખીને મોટરમૅનને ટ્રેન શરૂ કરવાનો ઇશારો કરી રહી હતી એમ જણાવીને NSSના સ્ટુડન્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પહેલાં તો એમ થયું કે મહિલાને ટ્રૅક ક્રૉસ કરવો હશે, પણ તે ત્યાંથી હટી નહોતી અને બિન્દાસ ઊભી રહી ગઈ હતી. મેં અને મારા મિત્રોએ એક પછી એક પ્લૅટફૉર્મ-નંબર બે પરથી ટ્રૅક પર કૂદકો માર્યો હતો. બે ટ્રૅક વચ્ચેની સેફ્ટી ગ્રિલ ઓળંગીને અમે તેની પાસે ગયા હતા. ત્યાંથી હટી જવા માટે વિનંતી કરી હતી, પરંતુ શરૂઆતમાં તો તે અમારું સાંભળવા જ તૈયાર નહોતી. તે ખૂબ દુ:ખી જણાતી હતી. અહીં નહીં મરીશ તો ઘરવાળા મારી નાખશે એમ બોલીને તે થોડી ઢીલી પડી એટલે અમે તેનાં બાવડાં ઝાલીને પ્લૅટફૉર્મ પર ચડાવી હતી. ત્યાર બાદ એક તરફ લઈ ગયા હતા. ઘરમાં તેને ખૂબ માર પડતો હોવાનું જણાવીને અમારી સમક્ષ તે પડી ભાંગી હતી. મુશ્કેલીથી હારીને સુસાઇડ કરવી એ બહાદુરી નથી એમ અમે તેને સમજાવી હતી અને પાણી પીવડાવી શાંત કરી હતી. ઘરમાં હિંસા થતી હોય તો હ્યુમન રાઇટ્સ અને સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવાની સલાહ આપી હતી. દરમ્યાન અમારો એક મિત્ર GRP કૉન્સ્ટેબલને લઈ આવ્યો હતો. અમે એક ટ્રેઇનિંગમાં જઈ આવ્યા હતા અને અમારે અન્ય ટ્રેઇનિંગમાં જવાનું હતું. અમે ઘણી ટ્રેન છોડી ચૂક્યા હતા એથી પોલીસને આ મહિલાને સોંપીને અમે તરત ત્યાંથી જતા રહ્યા હતા.’

malad1

આત્મહત્યા કરવા માટે તૈયાર થયેલી ૨૭ વર્ષની રાજશ્રી દળવીને કલાક સુધી અમારી કૅબિનમાં બેસાડીને સમજાવી હતી એમ જણાવીને મલાડ સ્ટેશન પર ફરજ બજાવી રહેલા GRPના હેડ-કૉન્સ્ટેબલ અશોક જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે એક કૉલેજિયન મને બોલાવવા માટે આવ્યો હતો અને રાજશ્રીને અમને સોંપીને તેઓ જતા રહ્યા હતા. મહિલા કૉન્સ્ટેબલ અને અમે ત્રણ-ચાર જણે મળીને રાજશ્રીને તેની ભૂલ બાબતે સમજાવી હતી. રાજશ્રીના પતિનો નંબર લઈને તેને પોલીસ-સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. પૈસા અને નાની-મોટી બાબતે દંપતીમાં ઝઘડા ચાલી રહ્યા હતા. તેના પતિનો પગાર આઠ હજાર રૂપિયા હતો અને ઘરખર્ચમાં થોડી કરકસર કરવા બાબતે બન્નેમાં ઝઘડો થતો હતો. બન્નેની દલીલો સાંભળ્યા બાદ કલાકો સુધી તેમને બેસાડીને ખૂબ સમજાવ્યાં હતાં. ભવિષ્યમાં આવું પગલું ન ભરે એની સલાહ અને કાયદા વિશે જાણકારી આપીને તે બન્નેને ઘરે પાછાં મોકલવામાં આવ્યાં હતાં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK