સેલિબ્રેશનમાં જ્યારે ભળી જવાબદારી

બોરીવલીની ગુજરાતી ફૅમિલીએ દીકરાની સગાઈના ફંક્શનમાં પ્લાસ્ટિકની પ્લેટ્સ અને બોલને બદલે વાપરી શેરડીના કૂચામાંથી બનેલી આઇટમ્સ

nisha1

યશ રાવલ

પ્લાસ્ટિકની થેલીઓ અને એની બનાવટની પ્લેટ્્સ વગેરે પર આવેલા પ્રતિબંધને કારણે જેમના ઘરે સગાઈ-લગ્ન જેવા શુભ પ્રસંગો છે તેમને ખાસ્સી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે બોરીવલી (ઈસ્ટ)ના એક ગુજરાતી કપલે માર્કેટમાં પ્લાસ્ટિક-થર્મોકોલની પ્લેટ્સ મળતી હોવા છતાં પર્યાવરણને બચાવવા માટે પોતાના પુત્રની સગાઈ બાદ રાખેલા ફંક્શનમાં શેરડીના કૂચાથી બનેલી પ્લેટ્સ, બોલ અને સ્પૂનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું.

લગ્ન-સગાઈ જેવા પ્રસંગે બધાએ પોતાનું બજેટ સાચવવાનું હોય અને એ સામાન્ય વાત છે. જોકે બોરીવલીના કાણકિયા હાઇટ્સમાં રહેતા બધેકાપરિવારે બજેટને બદલે પર્યાવરણને નુકસાન ન થાય એ બાબતનું વધુ ધ્યાન રાખ્યું હતું અને ત્રણેક રૂપિયામાં મળતી પ્લાસ્ટિકની પ્લેટ્સને બદલે ૧૮ રૂપિયામાં મળતી શેરડીના કૂચાથી બનેલી પ્લેટ અને બોલ ખરીદવાનું નક્કી કર્યું હતું.

nisha2

શા માટે વધુ મોંઘી પ્લેટ્સ ખરીદી એનું કારણ સમજાવતાં બિંદુ બધેકાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સરકારે અમુક માઇક્રોન્સ સુધીની પ્લાસ્ટિકની બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો એનો અમને ખ્યાલ હતો અને પર્યાવરણને કેટલું નુકસાન થાય છે એ વિશે પણ અમે સભાન છીએ. અમે અમારા પુત્ર નમનની સગાઈ બાદ અંગત કુટુંબીજનો માટે એક ફંક્શન અથવા તો જમણવાર કહીએ એનું આયોજન કર્યું હતું અને એમાં પ્લાસ્ટિકની પ્લેટ્સનો ઉપયોગ ન કરવાનો નિર્ધાર અમે કર્યો હતો. આપણે આપણી સામાજિક જવાબદારીઓ પણ નિભાવવી જોઈએ. મલાડના માર્કેટમાં પ્લાસ્ટિકની પ્લેટ્સ ત્રણ રૂપિયામાં અવેલેબલ હતી, છતાં અમે એ ખરીદવાને બદલે ૧૦૦ જેટલા માણસ માટે શેરડીના કૂચાની પ્લેટ્સ અને બોલ ખરીદ્યાં હતાં અને અમે પર્યાવરણ માટે કંઈક કર્યું એનો સંતોષ પણ મેળવ્યો. લોકોમાં આ વિશે વધુ ને વધુ જાગૃતિ ફેલાય એ જરૂરી છે અને એનો ફાયદો પણ આપણને અને આપણી આવનારી પેઢીને જ થશે.’

જેની સગાઈ થઈ એ નમન બધેકાએ કહ્યું હતું કે ‘બધી જ અરેન્જમેન્ટ મમ્પી-પપ્પા અને ભાઈ અમિતે કરી હતી અને તેમણે પર્યાવરણ બચાવવાનો વિચાર કરીને શેરડીના કૂચાની પ્લેટ્સ ખરીદવાનો વિચાર કર્યો એનાથી મને ઘણી ખુશી થઈ. બધા લોકોએ આવી પહેલ કરવી જોઈએ.’

 ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે પર્યવાવરણને થઈ રહેલા જબ્બર નુકસાનને ધ્યાનમાં લઈને પ્લાસ્ટિકની અને થર્મોકોલથી બનેલી પ્લેટ્સ, સ્પૂન, વાટકી (બોલ) તેમ જ પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ મૂક્યો ત્યાર બાદ ઘણા લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે અત્યારે અદાલતે પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ તેમ જ દુકાનદારોને પોતાની પાસે રહેલા પ્લાસ્ટિકના સામાનનો નિકાલ કરવા કે વેચવા માટે થોડો સમય આપ્યો છે.

સેલિબ્રેશનમાં શાણપણ : પોતાના પુત્રની સગાઈ બાદ પોસ્ટ-એન્ગેજમેન્ટ ફંક્શનમાં શેરડીના કૂચાની પ્લેટ્સનો ઉપયોગ કરનારાં બિંદુબહેન અને કશ્યપ બધેકા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK