મલાડમાં ભરઉનાળે પ્રવાસીઓ પરેશાન

મલાડ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર બે અને ત્રણ પર બોરીવલી સાઇડમાં અમુક ભાગમાં છાપરું ન હોવાથી ધોમધખતા તાપમાં પ્રવાસીઓનું અહીં ઊભા રહેવું મુશ્કેલ બની જતું હોય છે.

malad

ઉર્વી શાહ-મેસ્ત્રી

અધૂરામાં પૂરું પ્લૅટફૉર્મ પર એસ્કેલેટર માટે ખાડો ખોદીને એની આસપાસ પતરાં મૂકી દેવાયાં હોવાથી પીક અવર્સમાં પ્લૅટફૉર્મ પરથી પસાર થતાં પ્રવાસીઓને ત્રાસ છૂટે છે.

આ બાબતે ફરિયાદ કરનાર એક પ્રવાસી પ્રવીણ ગોગારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘પ્લૅટફૉર્મના અમુક ભાગમાં છાપરું ન હોવાથી ગરમીના દિવસોમાં બપોરે અહીં ઊભા રહી શકાતું નથી. અહીં લાંબા સમયથી છાપરું ન બેસાડવાથી ઉનાળામાં ગરમી સહન કરવી પડતી હોય છે, જ્યારે ચોમાસા દરમ્યાન વરસાદ. પ્રવાસીઓને સુવિધા થઈ રહે એ માટે અહીં છાપરું બેસાડવામાં આવે કે જેથી તેમને ઓછી હેરાનગતિ સહન કરવી પડે અને સુવિધા મળી રહે.’

આ બાબતે ફરિયાદ કરનાર અન્ય એક પ્રવાસી હરેશ ગડાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘પ્લૅટફૉર્મના અમુક હિસ્સામાં છાપરું બેસાડવા બાબતે રેલવે-પ્રશાસનની આળસથી પ્રવાસીઓને પ્રખર તાપમાં ઊભા રહેવું અતિશય મુશ્કેલ બની જાય છે તો વળી અહીં એસ્કેલેટર માટે છ મહિનાથી ખાડો ખોદી એની આસપાસ પતરાં લગાવી દેવાયાં હોવાથી જગ્યા ખાસ્સી રોકાઈ જવાથી પીક અવર્સમાં પ્રવાસીઓને પતરાં નડતરરૂપ બની રહ્યાં છે. આ કામને ચાલુ કરવા રેલવે-પ્રશાસન શું મુરત કઢાવશે?’

આ બાબતે રેલવે-અધિકારીનો સંપર્ક કરતાં તેઓ તરફથી મિડ-ડે LOCALને યોગ્ય પ્રતિસાદ સાંપડ્યો નહોતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK