નૅશનલ પાર્કનો સિંહ પડ્યો બીમાર

પગમાં જખમ થતાં એમાં પસ ભરાયું, સર્જરી કરવામાં આવી

lion

બોરીવલી (ઈસ્ટ)માં આવેલો નૅશનલ પાર્ક પર્યટકો માટે સૌથી વધુ આકર્ષણરૂપ બન્યો હોય તો અહીંના ટાઇગર અને લાયન સફારી માટે. જોકે પર્યટકોનું આકર્ષણ બનેલો એક સિંહ છેલ્લા અઠવાડિયાથી બીમાર પડ્યો છે અને એના પગમાં ઈજા થઈ હોવાથી સૂજી ગયો છે. પગમાં ઑપરેશન કરવામાં આવ્યું છે જેથી હાલમાં આ સિંહ ડૉક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યો છે. પર્યટકો હવે એ સિંહને ક્યારે જોઈ શકશે એ નક્કી નથી.

૧૫ વર્ષનો રવીન્દ્ર નામનો આ સિંહ વૃદ્ધ થઈ ગયો છે. અઠવાડિયાથી એની તબિયત સારી નથી અને ઉંમર થઈ ગઈ હોવાથી એને પર્યટકોથી દૂર રાખવામાં આવે છે. નૅશનલ પાર્કના ઍનિમલ મેડિકલ ઑફિસર ડૉ. શૈલેશ પેઠેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રવીન્દ્ર નામનો ૧૫ વર્ષનો સિંહ છેલ્લા અઠવાડિયાથી બીમાર છે. રવીન્દ્રને પગમાં ઈજા થઈ છે જેને લીધે એના પગમાં સોજો છે અને એમાં પસ થઈ ગયું છે. પગમાં ઑપરેશન કરવામાં આવ્યું છે.’

રવીન્દ્ર ક્યારે એકદમ સાજો થઈ શકશે છે એવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ‘હાલમાં રવીન્દ્ર પર ડૉક્ટર અને કર્મચારીઓ વિશેષ ધ્યાન આપી રહ્યા છે. એને સાજો થતાં અઠવાડિયું લાગી શકે છે અને એથી વધારે સમય પણ લાગી શકે છે એટલે પર્યટકો ક્યારે તેને જોઈ શકશે એ હાલમાં કહી શકાય એમ નથી. રવીન્દ્રને ૨૦૦૮માં કર્ણાટકથી નૅશનલ પાર્ક લાવવામાં આવ્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK